ભાવનગર: પતિએ છરીના જીવલેણ ઘા ઝીંકી પત્નીની કરી કરપીણ હત્યા! પત્ની પર શંકા હતી કે,… જાણી તમે પણ
મિત્રો વાત કરીએ તો આ દુનિયામાં કોઈપણ વ્યક્તિને મોત ક્યારે અને કેવી રીતે આંબી જતો હોઈ છે તે કોઈને ખબર હોતી નથી. ઘણી વખત કોઈ અકસ્માતમાં કે હત્યાને લઇ વ્યક્તિનું કમકમાટી ભર્યું મૃત્યુ નીપજતું હોઈ છે. તેવીજ રીતે હાલ એક હત્યાની ઘટના સામે આવી રહી છે. જેમાં આડા સંબંધની શંકાના આધારે જાહેર રસ્તા પર પતિ છરી લઈ પત્ની પર તૂટી પડ્યો, જોત જોતામાં ઢીમ ઢાળી દીધું. આવો તમને વિગતે જણાવીએ.
તમને જણાવીએ તો આ હત્યાની ઘટના ભાવનગર શહેરના રૂપાણી નજીક આવેલી ગાયત્રી એપાર્ટમેન્ટ પાસે જાહેર રસ્તા પર બની હતી જ્યાં રાત્રીએ પતિએ છરીના જીવલેણ ઘા ઝીંકી પત્નીની કરપીણ હત્યા કરી નાખી હતી. જેને લઈ ભારે અરેરાટી મચી હતી. શહેરમાં છેલ્લા 24 કલાકમાં હત્યાના બે બનાવ સામે આવતા હાહાકાર મચ્યો હતો. આમ આ સમગ્ર બનાવ અંગે ઘોઘા રોડ પોલીસ સ્ટેશનથી જાણવા મળતી વિગતો અનુસાર શહેરના રૂપાણી નજીક રહેતા 50 વર્ષીય છાયાબેન રાજુભાઈ રાઠોડને તેના પતિ રાજુ રામસંગભાઈ રાઠોડે છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી નાખી હતી.
જાહેરમાં જ પતિ છરી લઈ પત્ની પર તૂટી પડ્યો હતો અને જોત જોતામાં ઢીમ ઢાળી દીધું હતું. જાહેર રસ્તા પર હત્યાનો બનાવ બનતા વિસ્તારમાં ચકચાર મચી છે. પતિ રાજુએ તેની પત્નીના બીજા સાથે આડા સંબંધો હોવાની શંકાના આધારે હત્યા કરી નાખી હતી. આ અંગે ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં નેહાબેન કુલદીપભાઈ રાઠોડે ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે તપાસ હાથ ધરી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.