ભાવનગર: તંત્રની ઘોર બેદરકારીને લીધે આ માસુમ દીકરાને મળ્યું કરુણ મોત! કેટલા લોકોના હજી આવી બેદરકારીને લીધે જીવ હોમાશે? જાણો ઘટના
આ દુનિયામાં મોત કોને ક્યારે અને કેવી રીતે આંબી જતું હોઈ છે તે કોઈને ખબર હોતી નથી. ઘણી વખત કોઈ અકસ્માતમાં તો વળી કોઈ હત્યાના કિસ્સામાં વ્યક્તિનું કમકમાટી ભર્યું મોત થતું હોઈ છે ત્યારે ઘણી વખત એવા પણ કિસ્સાઓ સામે આવતા હોઈ છે જેમાં ઘણી વખત માતા-પિતાની બેદરકારી ક્યાંતો પછી અન્ય કોઈ લોકોની એક નાની ભૂલને કારણે નાના માસુમ બાળકોના જીવ ચાલ્યા જતા હોઈ છે. તેવીજ રીતે હાલમાં એક કિસ્સો સામે આવી રહ્યો છે. જેમાં એક નાના માસુમ બાળકનું કરુણ મોત નીપજ્યું છે. આવો તમને આ ઘટના વિગતે જણાવીએ.
તમને જણાવીએ તો આ ઘટના ભાવનગર જીલ્લાના તળાજા તાલુકાનાં સમઢિયાળા ગામ માંથી સામે આવી રહી છે જ્યાં નદી કિનારે રહેતાં ભીમભાઇ ભોજાભાઈ દેસાઈના પુત્ર ધ્રુવિલ રમતાં રમતાં ઘર બહાર નીકળી ગયો. અને ત્યાજ એક નદીમાં જેસીબી દ્વારા અગાઉ માટી કાઢેલી એટલે કે ત્યાં ખાડો ખોદેલો હતો તો વળી ત્યારેજ અચાનક પાણીમાં ઊંડા ખાડામાં ધ્રુવીલ લપસી ગયો અને ડુબી જવાથી મોત નિપજયું હતું. ધ્રુવીલના મોત બાદ પરિવાર પર દુઃખનું આભ ફાટી પડ્યું હતું.
બે માસ પહેલાં જ આજ નદીમાં દિહોરનાં યુવાનનું મોત નિપજયુ હતુ.સરકારી કે પ્રાઇવેટ કામો જલસંચય માટે જરૂરી છે. પણ આડે ધડ ઘોના પાડી દેવાથી સમયાંતરે આવા અકસ્માતો બનતા રહે છે જે બાબતે ખરેખર ખેડૂતો, માટીકામ કરતાં માણસો અને જેતે અધિકારી ગ્રામ પંચાયતોને કાળજી રાખી કરવી જોઈએ તેવી લોકોની માંગ છે. આમ આડેધડ માટીકામ,ખોદકામ કરવાને કારણે તેનો કયારેક નિર્દોષ લોકો પણ ભાગ બનતા હોય છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.