અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે કરી મોટી આગાહી ! જાણો તારીખ ૩૦ જુન સુધી ક્યાં ક્યાં જોવા મળશે વરસાદની ધમાકેદાર એન્ટ્રી…

હાલ ગુજરાતમાં વરસાદનો માહોલ ચાલી રહ્યો છે તેવામાં ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ખુબજ સારો વરસાદ પડ્યો છે અને લોકોને બીજી તરફ આવી કાળઝાળ ગરમીથી રાહત મળી જોવા મળી રહે છે. તેમજ ખેડૂતોના ચહેરા પણ ખુશીથી ખીલી ઉઠ્યા છે. તેવામાં હાલ હવામાન વિભાગે તરફથી આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી આપવામાં આવી રહી છે. તેમજ બીજી તરફ હવામાનના નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે આ વર્ષ ચોમાસું સારું રહેશે. તે ઉપરાંત ૨૨ મી તારીખથી ગુજરાતના અનેક ભાગોમાં ભારે વરસાદ પડશે.

તેમજ સપ્ટેમ્બરનાં પાછલા દિવસોમાં વરસાદનું જોર ઘટશે. આ સાથેજ અંબાલાલ પટેલે ખેડૂતોને આદ્રા નક્ષત્રમાં વાવણી કરવાની સલાહ આપી છે. તેમજ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે ૨૪ જુનથી ૩૦ જુન સુધી રાજ્યમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થશે. કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડશે. તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેટલાક ભાગોમાં હળવાથી ભારે વરસાદ થશે. આમ મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતા છે.

આ સાથે જણાવ્યું કે પંચમહાલમાં પણ ભારે વરસાદની સંભાવના છે. તેમજ રાજસ્થાન સાથે જોડાયેલા ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે. આમ વરસાદનું પીક પોઈન્ટ આદ્રા નક્ષત્રમાં છે. આ નક્ષત્ર ૨૨ જુનથી બેસે છે. તેમજ આ વર્ષે ઓગષ્ટ માસના પ્રથમ માસમાં સારો વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતની તાપી સહીત નદીઓનાં જળસ્તરમાં ભારે વરસાદને લીધે વધારો થતો જોવા મળશે. તેમજ અંતમાં એટલેકે ઓગષ્ટ અને સપ્ટેમ્બરમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રનાં કેટલાક ભાગોમાં છુટોછવાયો વરસાદ પડવાની શક્યતાઓ છે.

તેમજ અંબાલાલ પટેલ સાથેની વાતચીત માં તેમણે જણાવ્યું કે ‘૨૨ જુનથી ત્રણ જુલાઈ સુધી સૌરાષ્ટ્રનાં  વિસ્તારોમાં વરસાદ પડશે. આ દરમિયાન વાવણી કરવી હિતાવહ છે. તેમજ વાવણી થયા બાદ તેના પર ક્યારે વરસાદ પડશે તે કહી શકાય નહિ. તેમજ કપાસમાં પાણી નો ફરી જાય તેનું ધ્યાન રાખવું.

 

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *