વરસાદની જેમ આકાશમાંથી નદીમાં પડવા લાગ્યા પક્ષીઓ, નજારો જોઈ આંખો ફાટી જશે…જુઓ અદ્દભુત વિડિઓ
તમે સોશિયલ મીડિયા પર ઘણી વખત અવાર નવાર એવા ચોકાવનારા વિડિયો જોતા હશો જેને તમે ખુબજ પસંદ કર્તા હશો. તેમજ સોશિયલ મીડિયા પર લોકો અવાર નવાર વાઇરલ વિડિઓ મુકતા હોઈ છે. જેમ કે મનોરંજન, ડાન્સ, કોમેડી, વગેરે તેમજ ઘણી વખત પશુ, પ્રાણી, પક્ષી વગેરેના પણ અલગ અંદાજમાઁ તેઓના વિડિયો બનાવતા હોઈ છે. એક તેવોજ વિડિયો હાલ ખુબજ વાઇરલ થઈ રહ્યો છે. જેમાં આકાશ માંથી નદી માં વરસવા લાગ્યા પક્ષી આ અદ્દભુત નજારા નો વિડિઓ જોઈ તમે પણ ચોકી જશો.
વાત કરીએ તો વિડીઓ માં તમે જોઈ શકો છો કે પક્ષીઓ પાણીમાં ઘૂસીને માછલીઓનો શિકાર કરતા જોઈ શકાય છે, જાણે નદીમાં વરસાદના મોટા ટીપાની જેમ વરસાદ પડી રહ્યો હોય. પક્ષીઓનું આવું રૂપ તમે પહેલાં ક્યારેય નહીં જોયું હોય. તેમજ તમને જણાવી દઈએ કે શિકારી પક્ષીઓ સામાન્ય રીતે પાણીની સપાટી પરથી તેમનો શિકાર કરતા જોવા મળે છે. જેમ આ વિડિઓમાઁ જોવા મળી રહ્યા છે.
આ અદ્દભુત વિડિઓમાઁ તમે જોઈ શકો છો કે પક્ષીઓનું ટોળું નદી કે તળાવ પર ઉડી રહ્યું છે. તેમાંથી કેટલાક પક્ષીઓ પોતાની મર્યાદા તોડીને પાણીમાં કૂદી પડે છે અને માછલીનો શિકાર કરવા લાગે છે. આ જોઈને ટોળાના અન્ય પક્ષીઓ પણ જાણે પાણીમાં વરસાદ ની જેમ વરસવા લાગે છે અને અંદરથી માછલી લઈને હવામાં ઉડવા લાગે છે. જોકે, આ પરાક્રમ માત્ર સામાન્ય પક્ષીઓની વાત નથી. આ કામિકાઝ પક્ષીઓ છે જે વિશ્વના અમુક વિસ્તારોમાં જ જોવા મળે છે. તેમની શારીરિક રચના તેમને પાણીમાં પ્રવેશીને શિકાર કરવાની મંજૂરી આપે છે કારણ કે તેમના ફેફસાંને પાણીથી નુકસાન થતું નથી.
આમ આ રસપ્રદ વીડિયો ટ્વિટર પર @zaibatsu નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. જેને 14 લાખથી વધુ લોકોએ નિહાળ્યો છે. અને આ વીડિયોને સેંકડો લોકોએ લાઈક કર્યો છે. આ વીડિયો પર કોમેન્ટ કરીને લોકોએ તેને ક્રૂઝ મિસાઈલ ગણાવી છે, તો કેટલાક યુઝર્સે તેમની કળાના વખાણ કર્યા છે.