હજી તો મહેંદી નો રંગ ગયો નહોતો ત્યા એવી ઘટના ઘટી કે પતિ પત્ની બન્ને ના તડપી તડપી ને મોત થયા….
તાજેતરમાં અવાર નવાર અકસ્માત ના બનાવો બનતા જોવા મળે છેજેમાં રોડ અકસ્માત ની ઘટના ખુબ જ જોવા મળે છે આવી જ ઘટના નવયુગલ ની સાથે થઈ છે આ નવ યુગલ ના લગ્નને માત્ર ૨૦ દિવસ જ થયા છે ત્યાં જ બંનેની રોડ અકસ્માત માં દર્દનાક મોત થયું છે બંને બહેનને ત્યાં સામાજિક કાર્યક્રમ માટે ચાદાર ના મદરૂપ ગામ માં જઈ રહ્યા.ગામની નજીક જ સામેથી આવી રહેલી બોલેરો એ બંને ને કુચલી નાખ્યા હતા .જેની પોલીસને સુચના મળતા તે મૃતક ને રામસર હોસ્પિટલ માં લઈજવામાં આવ્યા છે .
આ ઘટના બાડમેર જીલ્લાના સેતરાઉ ગામની રાતના ૯ વાગ્યાની ઘટના છે .રામસર ગામના નિવાસી દિનેશ ના લગ્ન સુશીલા સાથે ૧૦ મેં ના રોજ થયા હતા .બંને ની મહેંદી નો રંગ પણ નાતો ઉતાર્યો ત્યાં જ આવી ઘટના બની ગઈ પોલીસની જાણકારી અનુસાર રામસર ગામના નિવાસી દિનેશ કુમાર (૨૨) તેમની પત્ની સુશીલા (૨૦)ની સાથે બહેનના ઘરે સામાજિક પ્રસંગ માં બાઈક પર જઈ રહ્યા હતા ત્યાં સેતરાઉ ગામ ની પાસે સામેથી આવી રહેલી બોલેરો એ બાઈક ને ટક્કર મારી જેથી બંને ૨૦ફૂટ હવામાં ઉછળી ને દુર દુર પડ્યા .પતિ દિનેશ રસ્તા પર પડ્યો હતો ને તેની પત્ની સુશીલા રસ્તાથી થોડે દુર પડી હતી ,જેથી બંને ત્યાં ઘટના સ્થળે જ મુત્યુ પામ્યા હતા
રામસર ના પોલીસ અધિકારી દ્વારા જાણવા મળ્યું કે બંનેના મૃતદેહ ને રામસર ના હોસ્પિટલ માં રાખવામાં આવ્યા છે ત્યાં જ બાઈક અને બોલેરો ને જપ્ત કરી ને પોલીસ સ્ટેસન મુકવામાં આવી છે જેના આધારે આગળ કાર્યવાહી કરવામાં આવશે.
દિનેશ જીયો કંપનીમાં સુપેરવાયઝર ની નોકરી કરતો હતો. પરિવાર ખેતી પણ કરતા ને ગામમાં કરયાણા ની દુકાન પણ હતી સુશીલા બીએ ના ફાયનલ વર્ષ માં હતી દિનેશ ના પરિવાર માં ત્રણ ભાઈ ને ત્રણ બહેન હતા . દિનેશ સૌથી નાનો હતો ને સુશીલા બાડમેર ની જ રહેવાસી હતી .