બુટલેગરો થર થર કાપે છે આ મહિલા ips અધિકારીથી ! લોકો લેડી સિંઘમનાં નામેથી ઓળખે છે, 18 વર્ષમાં…જાણો

નાનપણ ના સંસ્કાર અને કંઈક કરવાની વૃત્તિ ધરાવતા લોકો આ દુનિયામાં ઘણું બધું મેળવી શકે છે એવોજ એક કિસ્સો આજે અમે જણાવવા જય રહ્યા છીએ. એક સાધારણ પરિવારમાં દીકરીનો જન્મ થયો હતો. દીકરી ના પિતાએ સ્વપ્ન જોયા હતા કે તેમની દીકરી કાંઇક મોટું કરશે અને તેમનું નામ રોશન કરશે. પિતાએ બાળપણથી જ દીકરીને ભણાવવા માં કોઈ કસર બાકી રાખી ન હતી અને દેશની સેવા કરવાનું શિક્ષણ અને સંસ્કાર આપ્યા હતા

પિતાએ ફક્ત આઠ વર્ષની ઉંમરમાં જ દીકરીને શીખવવાનું શરૂ કરી દીધું કે તેને એક દિવસે પોલીસમાં જઇને દેશ અને સમાજની સેવા કરવાની છે. આ ઘટના કર્ણાટકના એક દૂરસંચાર એન્જિનિયરની દીકરી આઇપીએસ ડી રૂપાની છે. ડી રૂપા કર્ણાટકની પ્રથમ મહિલા આઇપીએસ અધિકારી છે. કર્ણાટક પોલીસમાં રૂપા ઇન્સ્પેક્ટર જનરલ એટલે કે આઇજી રહી છે.

રૂપા ના પિતા એસ.દિવાકર એક દૂરસંચાર વિભાગમાં એન્જિનિયર હતા અને માતા હેમાવતી પોસ્ટ વિભાગમાં કામ કરતી હતી. હાલ બંન્ને નિવૃત છે. રૂપાની એક નાની બહેન છે જેનું નામ રોહિણી છે. તે પણ IRS અધિકારી છે અને ચેન્નઇમાં આયકર વિભાગમાં જોઇન્ટ કમિશનરના રૂપમાં કામ કરી રહી છે.રૂપા ભરતનાટ્યમ ડાન્સર પણ છે. વર્ષ 2000 બેચ ની આઇપીએસ અધિકારી ડી રૂપા પોતાના કરિયરમાં અનેક કાર્યવાહીઓ કરી છે. તેણે IAAS મુનીશ મૌદગિલ સાથે લગ્ન કર્યા છે. અનેકવાર નેતાઓ સાથે ટકરાવના કારણે રૂપાના 18 વર્ષ ના કાર્યકાલ માં 41થી વધુ વખત તેનું ટ્રાન્સફર થઇ ચૂક્યું છે. તે કર્ણાટક ની સૌથી હિમ્મતવાળી અને નીડર ઓફિસર હતી.

રૂપાને નાની ઉંમરથી પોલીસ નો પોશાક પહેરવાનો શોખ હતો. રૂપા 24 વર્ષે જ વર્ષ 2000 માં પોલીસ વિભાગમાં જોડાઈ હતી. તેમણે પ્રથમ પ્રયાસમાં યુપીએસસીની પરીક્ષા 43 માં સ્થાન સાથે અખિલ ભારતીય રેન્ક સાથે પાસ કરી અને આઇપીએસની ટ્રેનિંગ માટે ગઈ હતી અને તેને પોતાની બેચ માં પાંચમું સ્થાન મેળવ્યું હતું. વધુ માં તે એક સારી નિશાનેબાજ છે અને એનસીસી કૈડેટના રૂપમાં શૂટિંગ સ્પર્ધા દરમિયાન અને રાષ્ટ્રીય પોલીસ એકેડમીમાં આઇપીએસની ટ્રેનિગ દરમિયાન તેની આવડત અને કુશળતાનું પ્રદર્શન કર્યું હતું.

તેમણે પોતાની વાત કરતા જણાવ્યું હતું કે, જ્યારે હું આઠ વર્ષની હતી ત્યારે મારા પિતાએ મને એક સ્વપ્ન આપ્યું હતું તેમણે કહ્યું હતું કે, દીકરી તારે આઇએએસ અથવા આઇપીએસ અધિકારી બનવું જોઇએ. તેમણે મને સમજાવ્યું કે, એક વહીવટી સેવા અને પોલીસ સેવા શું છે. એ સમયે મને કાંઇ ખ્યાલ ના આવ્યો પરંતુ આઇપીએસની વાત મારા મગજમાં છપાઇ ગઇ હતી.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *