બુટલેગરોએ દારૂ છુપાવવા એવું ભેજુ વાપર્યું કે જોતાજ રહી રહી જશો ! જ્યા કોઈની નજર નો પડે ત્યાં…જુઓ
જો વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અને દેશમાં દારૂની હેરાફેરીના કિસ્સાઓ ખુબજ વધી રહયા છે બુટલેગરો દારૂની હેરાફેરી કરવા માટે રોજ બરોજ પોલીસની પકડથી બચવા માટે નવા નવા કીમિયા અજમાવતા હોઈ છે. તેવામાં હાલમાંજ એક ખુબજ ચોંકવનારો ભેજાબાજ બુટલેગર પકડમાં આવ્યો હતો જેણે દારૂની બોટલને કારમાં તેમજ ઘરની નીચે અલગ રૂમમાં છુપાવેલી હતી તેવામાં હાલ ફરી એક એવોજ ભેજબાજ પકડમાં આવ્યો છે. જેનો દારૂ છુપાવવાનો કીમિયો જોઈ તમે પણ ગોથા ખાઈ જશો.
વાત કરવામાં આવે તો ગીર સોમનાથ જિલ્લાની બોર્ડર સંઘ પ્રદેશ દીવ સાથે જોડાયેલી હોવાથી કાયમી બૂટલેગરો દારૂ ઘુસાડવા માટે અવનવા કીમિયાઓ અપનાવતા જોવા મળે છે. ત્યારે વધુ દારૂની હેરાફેરી માટે બૂટલેગરે અપનાવેલા નવા કીમિયાનો એલસીબીની ટીમે પર્દાફાશ કર્યો છે, જેની પ્રાપ્ત વિગતો મુજબ સંઘ પ્રદેશ દીવમાંથી દારૂનો જથ્થો ભરીને વેરાવળ આવતો હોવાની એલસીબીના નટુભા બસિયા, પ્રવીણ મોરી, લાલજી બાંભણિયાને બાતમી મળી હતી.
આમ એના આધારે એલસીબી પીઆઈ એ.એસ.ચાવડાએ સ્ટાફ સાથે રાત્રિના સમયે કોડીનાર હાઈવે પર વોચમાં હતા. દરમિયાન એક બોલેરો કાર પસાર થતાં શંકાના આધારે અટકાવી તપાસ હાથ ધરી હતી. જોકે જે બાદ પોલીસને જોવા મળ્યું કે બોલેરો કારમાં પાછળ ઠાઠામાં મચ્છી ભરેલાં કેરેટો હતાં. તો વળી પ્રથમ નજરે દારૂનો જથ્થો જોવા મળ્યો નહીં.
જોકે જે બાદ LCB સ્ટાફે મચ્છીના કેરેટમાં અંદર તપાસ કરતાં મચ્છીના જથ્થાની નીચે તળીયે વિદેશી દારૂની બોટલો ગોઠવેલી મળી આવી હતી. આવી રીતે દસેક કેરેટમાં તપાસ કરતાં રૂ.25 હજારની કિંમતની કુલ 36 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. એને પગલે બોલેરોના ચાલક ધામળેજના બૂટલેગર વિજય શામજી કોટિયાની દારૂના જથ્થા સાથે અટક કરી સૂત્રાપાડા પોલીસમાં ગુનો નોંધાવ્યો હતો.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.