ગુજરાતના આ નાના એવા ગામમા જન્મેલા સવજીભાઈ આવી રીતે બન્યા સુરત ના ડાયમંડ કીંગ !તેના વિશે અમુક એવી વાતો કે જાણી ને વિશ્વાસ નહી આવે…
૨ એપ્રિલ ૧૯૬૨ ના રોજ ગુજરાત ના અમરેલી જિલ્લા ના એક નાનકળા ગામ દુધાળા માં તેમનો જન્મ થયેલો, તેઓ નાનપણ થી જ ભણવા વિશે કોઈ ખાસ રુચિ ધરાવતા ન હતા માટે તેમનો અભ્યયાસ 5 ધોરણ સુધી જ થઇ શક્યો. આજે ૯૦૦૦ કર્મચારી અને ૬૦૦૦ કરોડ ના ટર્નઓવર ધરાવતી કંપની હરિક્રિષ્ના એક્સપોર્ટ ના મલિક એવા સવજી ભાઈ ધોળકિયા વિશે જાણીશું.
સવજી ભાઈ ની આ સફળતા પાછળ સૌથી મોટો હાથ તેમની માતા નો રહ્યો છે, સુરત ગયા પછી પણ ઘણી વખત ઘરે પાછા આવી જતા પરંતુ માતાની લાગણી અને તેમની પ્રેરણા થી સુરત માં નોકરી માં ધ્યાન આપવા લાગ્યા અને એક સફળતા ના રસ્તે તેમની કારકિર્દી ચાલુ થઇ. પિતા પાસેથી ઉછીના લીધેલા ૩૯૦૦ રૂપિયા માં પ્રાગજીભાઈ સાથે વ્યવસાયમાં ભાગીદારી શરૂ કરનાર સવજીભાઈ ધોળકિયા આજે પોતાના વ્યસાય ને કંઈક અલગ જ ઊંચાઈ પર પહોંચાડેલ.
ગુજરાત નું એક એવું શહેર જે ડાયમંડ સિટી તરીકે જાણીતું છે તે સુરત નામ તરીકે ઓળખાય છે, નાનપણ માં ખાસ કઈ ભણતર ના હોવાને કારણે ૧૨ વર્ષ ની જ ઉંમરે તેઓ સુરત ની એક નાની ફેક્ટરી માં હીરા ઘસવા નું કામ કરવા લાગ્યા. જ્યા તેમને ૧૮૦ રૂપિયા જેટલો પગાર આપવા માં આવતો હતો પણ તેની કામ પ્રત્યે ની રુચિ અને સખત મેહનત ના લીધે થોડા જ સમય મેં તેમનો પગાર ૧૨૦૦ રૂપિયા જેટલો કરી આપવા માં આવ્યો હતો. સવજીભાઈએ હીરા ઘસવા ની નોકરી તરીકે તેમના ૧૦ વર્ષ પુરા કરેલા, સાથે આ ૧૦ વર્ષ ના અનુભવ થી પોતે એક હીરાના નિષ્ણાત બની ગયેલ હતા, ત્યાં જ થોડા સમાજ માં તેમને બે ભાઈ અને કેટલા દોસ્તોસાથે મળી ને પોતાના જ ઘરે થી હીરા ઘસવા નું કામ ની એક શરૂઆત કરી.
આ સમય સવજીભાઈ ની જિંદગીમાં આ એક મોટા વળાંક તરીકે ઉભરી આવ્યો, જોત જોતા માં કે ૭ વર્ષ માં એટલે કે વર્ષ ૧૯૯૧ માં કંપની નું ટર્નઓવર ૧ લાખ કરોડ સુધી પહોંચી ગયું.એક વર્ષ પછી એટલે કે ૧૯૯૨ ની સાલમાં પોતાનો કારોબાર વધારવા માટે મુંબઈમાં એક બિઝનેસ સલાકાર ની મદદ થી માર્કેટિંગ માટે પોતે એક ઓફિસે ખોલી અને ત્યાર બાદ તેઓ મુંબઈ થી પોતાનો બિઝનેસ સાંભળવા લાગ્યા જેને આજે આપણે હરે ક્રિષ્ના એક્સપોર્ટ તરીકે ઓળખીયે છીએ.
સાથે પોતાના ભાઈઓ પણ સાથ મળવા લાગ્યો અને સવજીભાઈ પોતે હીરા બજારના એક નિષ્ણાત બની ગયા હોવાથી તેમને ઓછા શિક્ષણ હોવાનો કોઈ પણ અવરોધ નડ્યો નહિ. સવજી ભાઈ તેના કારીગરો નું પણ એટલું જ ધ્યાન રાખે છે સવજી ભાઈ ની કંપની માં કામ કરતા કોઈ પણ કારીગર ને કોઈ પ્રકાર ની કમી ન રહે તેનું સવજી ભાઈ ખુબ જ દયાન રાખે છે. દરવર્ષે તેઓ દિવાળી જેવા મોટા તહેવારો પાર કારીગરો ને ખુબ મોટી મોટી ગીફ્ટો પણ આપે છે વળી, ક્યારેય કોઈ સામાન્ય કારીગરે વિચાર્યું પણ નહિ હોય તેવી ગિફ્ટ આપે છે.
2018 માં સવજી ભાઈએ 600 જેટલી ગાડીઓ તેના કારીગરો ને ગિફ્ટ માં આપી હતી જેમાં પણ જે કારીગર તેની કંપની માં 25 વર્ષ થી વધુ કામ કરતા હતા તેને તો તેને 1 કરોડ ની મર્સીડીઝ પણ આપી હતી આટલું મોટું દિલ ધરાવતા સવજી ભાઈ દર વર્ષે તેના કારીગરો માટે આવી આકર્ષક ગીફ્ટો આપે છે. ત્યારે આ વર્ષે પણ સવજી ભાઈ તેના કર્મચારીઓ માટે કોઈ મોટી ભેટ આપવાના છે એવું જાણવા મળ્યું છે.