પતિ પત્ની બન્ને એ વારા ફરતી આપઘાત કરી લીધો ! કારણ જાણી આંચકો લાગશે કે આવુ પગલુ..

હાલ છેલ્લા ઘણાં સમયથી રાજ્યમાં અને દેશમાં આપઘાતની ઘટનાઓ ખુબજ વધી રહી છે. તેમજ આ આપઘાતમાં મૃત્યુ પામેલ વ્યક્તિનું આપઘાત પાછળનું કારણ ઘણી વખત ખબર પડતી હોઈ છે તો વળી ઘણી વખત આપઘાત કરનાર વ્યક્તિ સાથેજ તે દબાઈ જતી હોઈ છે. હાલ એક તેવોજ આપઘાતનો મામલો સામે આવી રહ્યો છે. જેમાં 10 લાખ રૂપિયા માટે વ્યાજખોરોએ ત્રાસ આપતાં પહેલાં પત્ની અને હવે પતિનો આપઘાત, એકનો એક પુત્ર નોધારો આવો તમને વિગતે જણાવું.

વાત કરીએ તો આ આપઘાતની ઘટના અમદાવાદ માંથી સામી આવી રહી છે જ્યાં રાણીપ વિસ્તારમાં રહેતા વેપારીએ આત્મહત્યા કરી તેમજ ચોંકાવનારી બાબતે છે કે વેપારી કોરોના દરમિયાન પોતાનું વેપાર ન ચાલતા તેને રૂપિયાની જરૂર પડી હતી. જેથી તેણે 4 ટકા વ્યાજે 10 લાખ રૂપિયા લીધા હતા જે રૂપિયા ચૂકવી દીધા બાદ પણ વ્યાજખોરો તેને સતત પરેશાન કરતા હતા. જેના કારણે પહેલા વેપારીની પત્નીએ આત્મહત્યા કરી અને થોડા સમય બાદ વેપારીએ પણ આત્મહત્યા કરી લીધી છે. જેથી એકનો એક પુત્ર નોંધારો થઈ ગયો છે. આ સમગ્ર બનાવવા અંગે પોલીસે આત્મહત્યાની દુષ્પ્રેરણા અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વાત કરીએ તો પહેલાની તો આજથી આશરે પાંચેક વર્ષ પહેલા નિકુંજને તેના મિત્ર અનુપ પ્રહલાદભાઇ પટેલ પાસેથી ધંધાના 15 લાખ રૂપિયા લેવાના નીકળતા હતા. જે નાણા પરત લેવા માટે નિકુંજ અવારનવાર અનુપ પટેલ પાસે ઉઘરાણી કરતો હતો, તેમ છતા અનુપ પટેલ નિકુંજને રૂપિયા પરત આપતો ન હતો. કોરોનાના કારણે ધંધો પણ મંદો પડી ગયો હોય ઘર ખર્ચ અને ધંધા માટે નિકુંજે ન્યુ રાણીપ ખાતે રહેતા રાકેશ વિનોદભાઇ નાયક પાસેથી રૂપિયા 10 લાખ 4 ટકાના વ્યાજે લીધા હતા. તે પેટે કોરા ચેક અને પ્રોમિસરી નોટ અને કરાર આપ્યો હતો. આમ નિકુંજ રાકેશ નાયકને સમયસર વ્યાજ અને રકમ ચુકવતો હતો અને તેણે રૂપિયા 10 લાખ વ્યાજ સહીત ચુકવી દીધા હતા, તેમ છતા રાકેશ નિકુંજ પાસે વ્યાજનું વ્યાજ ચુકવવા માટે અવારનવાર રૂપિયાની ઉઘરાણી કરતો હતો. આ સાથે પ્રોમિસરી નોટ અને ચેક પરત નહી આપી મન ફાવે તેવી રકમ ચેકમાં ભરી ચેક વટાવી ચેક બાઉન્સ થયેથી 138 મુજબના કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપતો હતો. અવારનવાર ઘરે આવી નિકુંજની પત્ની શ્વેતા પાસે પણ રૂપિયાની ઉઘરાણી કરી હેરાન પરેશાન કરતો હતો.

જી બાદ નિકુંજ જણાવતો હતો કે અનુપ પટેલ આપણને રૂપિયા 15 લાખ આપી દે તો આપણે તેમાંથી રૂપિયા 8 લાખ રાકેશ નાયકને વ્યાજના વ્યાજ પેટે આપી દઇ આ વ્યાજની ઝંઝાળ અને પઠાણી ઉઘરાણીમાંથી મુકત થઇ જઇએ તેમ કહેતો હતો, પરંતુ અવારનવાર અનુપ પટેલ પાસે ઉઘરાણી કરવા છતા તે રૂપિયા 15 લાખ આપતો ન હોય અને બીજી બાજુ આ રાકેશ નાયક અને તેનો ભાગીદાર દેવાંગ સથવારા પઠાણી ઉઘરાણી કરી નિકુંજ અને તેની પત્ની શ્વેતાને હેરાન પરેશાન કરતો હતો. દેવાથી કંટાળી જઇ નિકુંદની પત્ની શ્વેતાએ ગત 2 જૂન રોજ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. શ્વેતાના મૃત્યુ બાદ પણ રાકેશ નાયક નિકુંજ પાસે રૂપિયા 8 લાખ વ્યાજ પેટેની ઉઘરાણી કરતો હતો. આજથી થોડા દિવસ પહેલા રાકેશ નાયકના ધંધાના ભાગીદાર દેવાંગભાઇ સથવારાએ સોસાયટીની બહાર ઉભા રહીને નિકુંજને 8 લાખ રૂપિયા રાકેશ નાયકને આપી દેવા ધાક ધમકી આપી હતી. આ સાથે જણાવેલ કે તારે રૂપિયા 8 લાખ રાકેશ નાયકને આપવા જ પડશે નહીં તો તારા ઘરનાને તકલીફ પડશે અને રાકેશ નાયક તારા છોકરાને નુકસાન પહોંચાડી શકે છે, તેમ ધમકી આપી હતી. જેથી નિકુંજે ઘરે આવી માતાને જાણ કરી હતી.

તેમજ જાણવા મળ્યું કે વેપારીની માતાએ રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે તે મારો દીકરો નિકુંજ પંચાલ શિવ શક્તી મિનરલ વોટર નામની ડિસ્ટ્રીબ્યુટરશીપ ધરાવી મિનરલ વોટરનો વેપાર ધંધો કરે છે. મારા દીકરા નિકુંજના પહેલા લગ્ન 2009માં અંકીતા સતિષભાઇ પટેલ સાથે થયા હતા. આ લગ્ન જીવનથી નિકુંજને એક પુત્ર છે. પરંતુ શ્વેતાને તેના પતિ સાથે અવારનવાર બોલાચાલી ઝઘડા થતા હોય આજથી પાંચેક વર્ષ પહેલા તેઓએ છૂટાછેડા લઇ લીધેલ અને શ્વેતાની બન્ને દીકરીઓને મારા ભત્રીજા જગદીશ પંચાલે પોતાની પાસે રાખી હતી. ત્યારબાદથી હું અને મારો પુત્ર નિકુંજ અને તેની પત્ની શ્વેતા અને મારો પૌત્ર ક્રેનીલ સાથે છેલ્લા પાંચેક વર્ષથી રહેતા હતા. આમ આવા ત્રાસથી કંટાળીને નિકુંજભાઈની પત્ની શ્વેતાએ ગઈ જુન ૨એ જ તે ગળેફાંસો ખાયને આત્મહત્યા કરી લીધી હતી, શ્વેતાના મૃત્યુ થયા બાદ પણ રાકેશ નિકુંજભાઈ પાસે આઠ લાખ રૂપિયા માંગતો હતો. એવામાં આવા ત્રાસથી હવે નિકુંજભાઈ કંટાળી ગયા હતા આથી અંતે તેઓએ પણ આત્મહત્યા કરી લીધી હતી. એવામાં હાલ પોલીસે આ ઘટના સાથે જોડાયેલ આરોપી વિરુધ દુષપ્રેરણનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *