ગુજરાત નુ ગૌરવ છે કોળી રસીલાબેન વાઢેર જેમણે અત્યાર સુધીમા અનેક સિંહો અને વન્ય જીવો ને પોતાના જીવ ના જોખમે બચાવ્યા…

રેસ્ક્યું ઓફિસર ફક્ત આટલુ વાંચો એટલે તમને આ કોઈ પુરુષ હશે એવું જ સમજાય પણ ના અહીં આપણે વાત કરી રહ્યા છીએ એક એવા મહિલા રેસક્યુ ફોરેસ્ટ ઓફીસર ની જ ભારત ના પ્રથમ મહિલા રેસક્યુ ફોરેસ્ટ રસીલા બેન વિશે જેમણે ગીર ના વન્ય પ્રાણીઓ ના જીવ બચાવવાં માટૅ અનેક  વાર પોતાનો જીવ પણ દાવ પર લગાવી દીધો છે.

એક સામાન્ય પરિવાર માંથી આવતા અને વન્ય જીવન થી સાવ અજાણ એવા રસીલા બેન આજે દેશ ભર માં વિખ્યાત બન્યા છે. ગીર ની ઝાંબાઝ શેરની તરીકે ઓળખાય છે.જંગલી પ્રાણીઓ ની રગે રગ પરિચિત આ ગીર ની ઝાંબાઝ શેરની જયારે વન વિભાગ માં જોડાયા ત્યારે વન્ય પ્રાણીઓ નું તેઓને કોઈ જ જ્ઞાન ન હતું ફક્ત હિંમત અનુભવ અને કોઠા સૂઝ થી તેઓ દ્વારા અત્યાર સુધીમાં સિંહ, દીપડા, magar,અજગર સહીત ના ખૂંખાર પ્રાણીઓના 1000 થી વધારે રેસક્યુ ઓપેરશન પાર પાડયા છે

રસીલાબેન ને ગીરની સિંહણ, ધ લાયન ક્વીન ઓફ ઇન્ડિયા… જેવા બિરુદ મેેળાવ્યા છે અને જેમણે અનેક વાર હિંસક પ્રાણીઓની મલમ પટ્ટી પણ કરી છે.

2007 માં રસીલાબેન જયારે વન વિભાગ માં જોડાયા ત્યારે તેમના ડિવિઝન માં તેઓ એક માત્ર મહિલા હતા 2007 માં પહેલી જ વખત વન વિભાગ માં ગાર્ડ તરીકે મહિલાઓ ની ભરતી કરવામાં આવી હતી મહિલાઓ માટે આ ક્ષેત્ર સાવ નવું જ હતું.

શરૂઆત માં વન વિભાગ માં બીટ ગાર્ડ તરીકે જોડાયેલી તમામ મહિલાઓ ને ફિલ્ડ કે વન્ય પ્રાણીઓ ના રેસક્યુ ની કામગીરી સોંપવામાં ન આવતી મોટા ભાગે ઓફિસ વર્ક જ આપવા માં આવતુ જે સ્વાભાવિક જ હતું મહિલાઓ ને સીધી જોખમી કામગીરી સોપી ન શકાય તેવી એક સહજ અને યોગ્ય વાત અધિકારી સમજતા હતા જે તે સમય સાસણ રેસક્યુ સેંટર ના વેટેરનરી ડોક્ટરે નોકરી છોડી દેતા રેસક્યુ સેંટર ની જવાબદારી રસીલાબેન ના શિરે આવી હતી ત્યારબાદ અન્ય વેટર્નરી ડૉક્ટર ના માર્ગદર્શન મુજબ ઘણા વન્ય પ્રાણીઓ ને રસીલાબેન એ સરવાર આપી છે.

એક વાર દિપડા એ હાથ માં બચકું ભરી લેતા 15 ટાંકા પણ આવ્યા હતા પણ અનુભવ ના આધારે વન્ય જીવો ની સારવાર માં રસીલાબેન ને ફાવટ આવી જતા તેઓ ઘણા ઊંચ્ચ અધિકારી ઓ ને પણ તાલીમ આપી શકે છે જો કે વન્ય પ્રાણીઓ ઓ ના વર્તન ને સમજવાને ત્રણેક વર્ષ નો સમય લાગી જતો હોય આમાં ચોપડીયું જ્ઞાન બહુ કામ આવતું નથી

રસીલાબેન આજે પણ એ વાત સ્વીકારે છે કે આ કામગીરી માં મારાં સાથી કર્મચારી ઓ અને અધિકારીઓ નું પણ એટલુંજ યોગદાન છે રેસક્યુ કામગીરી ટીમ વર્કવગર અશક્ય છે, હા.. એક મહિલા હોવાના નાતે શ્રેય મને વધારે મળે છે

ગીરની ઝાબાઝ શેરની નો રેસક્યુ નો પ્રથમ અનુભવ એટલો જ રોચક હતો દેડકડી રેન્જ ના કાસિયા રાઉન્ડ માં એક સિંહણ સાહુડી નો શિકાર કરવા જતા ઘવાઈગઈ હતી અને વધુ ઘયાલ હોવાથી તે વધારે આક્રમક બની ગઈ હતી અને આ સિંહેણે રેસક્યુ ટીમ પર પણ હુમલો કરી દીધો હતો જેથી થોડી વાર માટૅ રેસક્યુ બંધ કરવું પડ્યું હતું બાદ માં ટીમ વર્ક થી સાંજ ના 5 વાગ્યાં થી શરુ કરાયેલ રેસક્યુ ઓપેરશન વહેલી સવારે પૂરું થયું હતું.આ રેસક્યુ ટીમ માં રસીલાબેન એક માત્ર મહિલા હતાં.વન્ય પ્રાણીઓ જયારે માનવ વસવાટ માં પ્રવેશી જાય, કુવા માં પડી જાય, વગેરે સંજોગો માં રેસક્યુ થતું હોય છે.

રસીલાબેન ની કામગીરી ની નોંધ ગુજરાત ના તત્કાલીન મુખ્ય મંત્રીનરેન્દ્ર મોદી અને આનંદીબેન પટેલ એ પણ રસીલાબેન ને ગીર ની સિંહણ તરીકે નવાજ્યા હતા રસીલાબેન એ અત્યાર સુધીમાં અનેક સન્માનો મેળવ્યા છે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે નારી રત્ન, તેમ જ પૂર્વ કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકાર સહીત અનેક લોકો દ્વારા, સંસ્થા દ્વારા તેમને સન્માનિત કરાયા છે પરપ્રાંતિય મહિલા શ્રમીકોની સિંહનાં શિકારમાં સંડોવણી સામે આવતા તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી એ વન વિભાગમાં મહિલાઓની ભરતી કરવાનું નક્કી કર્યું હતુ.

આમ વર્ષ 2007માં પ્રથમ વખત મહિલાઓની ભરતી કરવામાં આવી ત્યારે રસીલાબેન વન વિભાગમાં જોડાયા હતા ત્યાર બાદ જ 2008માં સિદ્ધિ ભરતી થી ફોરેસ્ટ ની પોસ્ટ પર પસંદગી પામ્યા હતા.

માળીયા હાટીના માં જન્મેલા રસીલાબેનના પરિવારમાં 1 ભાઈ અને 1 બહેન પણ છે. નાની ઉંમરે પિતા ની છત્રછાંયા ગુમાવી અભણ માતા દુનિયાદારી જાણે નહીં તો પણ કપરી આર્થિક પરિસ્થિતિ વચ્ચે મહેનત મજૂરી કરીને બાળકોને ભણાવ્યા. વન વિભાગમાં અનાયાસે જોડાયાનો ઉલ્લેખ કરતા તેઓ કહે છે કે હું ને મારો ભાઈ સાથે વન વિભાગમાં ગાર્ડ ની પોસ્ટ માટે શારીરિક પરીક્ષણ આપવા ગયા હતા પરંતુ તેના થી આ ટેસ્ટ ક્લિયર ના થઇ શકી જેથી હું આ કસોટી આપવા તૈયાર થઇ અને પાસ પણ થઇ ગઈ. વન વિભાગની નોકરીમાં જોડાવાનો હેતુ માત્ર પરિવારને આર્થિક રીતે મદદ કરવાનો હતો. નોકરી શરુ કરી ત્યારે વન્ય પ્રાણીઓ વિશે કશું જાણતા ન હતા. જવાબદારી અને અનુભવે ઘણું શીખવ્યું. મહિલાઓ ને સંદેશો આપતાં તેઓ જણાવે છે કે મહિલા ક્યારેય અબળા નથી, સબળા છે. જરૂર છે તો માત્ર હિમ્મત અને જુસ્સાની.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.