૭૫ કિલો લોટ માંથી બને છે રોટલી, મિઝોરમનાં ઝીઓના ચના પરિવાર કરતા પણ વધારે છે, રાજસ્થાનના આ પરિવારના સભ્યો…

હાલ એક ખુબજ ચોકાવનારો મામલો સામો આવી રહ્યો છે. જેમ તમે સાંભળીયું હશે કે મિઝોરમના ઝીઓના ચના પરિવાર દેશના સોંથી વધુ ૧૮૧ સભ્યો ધરાવતું પરિવાર છે. પરંતુ હાલ એક અજમેરનો પરિવાર પણ સામે આવી રહ્યો છે જે કુલ ૧૮૫ લોકોનું પરિવાર છે અને દેશના પ્રથમ સૌથી વધુ સભ્યો ધરાવતો પરિવારના સ્થાને તેણે જગ્યા બનાવી છે. આવો તમને આ પરિવાર વિષે વિસ્તારમાં માહિતી આપીએ.

હાલમાં સયુક્ત કુટુંબની સંસ્કૃતિ લગભગ લુપ્ત થઇ રહી છે. આ પરિવાર અજમેરનાં નસિરબાદ સબડીવીઝનના રામસર ગામમાં રહે છે. તેમજ આ પરિવારના બધાજ લોકો હસતા હસતા સાથે રહીને ખુશ રહે છે. આ પરિવારના તમામ નિર્ણયો હેડમેન ભવરલાલ માલી લે છે. તેમજ બધાજ સભ્યો માટે ૭૫ કિલો લોટની રોટલી બનાવવામાં આવે છે.

તેમજ ભાગચંદ માલીએ જણાવ્યું કે ‘ તેમના દાદા સુલતાન માલી હતા. આ તેમનો પરિવાર છે. સુલતાન માલીને છ પુત્રો હતા. જેમાંથી તેમના પિતા સૌથી મોટા હતા. આ ઉપરાંત તેમના અન્ય નાના ભાઈઓ રામચંદ્ર, મોહન, છગન, બર્ડીચંદ, અને છોટુ હતા. આમ શરૂઆતથીજ તેમના દાદાએ બધાને એક સાથે રાખ્યા અને હંમેશા એક થવાનું કીધું. આમ તેના કારણે તેનો પરિવાર હજુ તેમની સાથે છે.

તેમજ વધુમાં જણાવ્યું કે તેમના પરિવારમાં ૫૫ પુરુષો છે અને ૫૫ મહિલાઓ અને ૭૫ બાળકો છે. આમ તેમના પરિવારમાં કુલ ૧૨૫ થી વધુ મતદારો છે. ભાગચંદ માલીએ જણાવ્યું કે પહેલા તેમનો પરિવાર માત્ર ખેતી પરજ નિર્ભર હતો પરંતુ જેમ જેમ સભ્યો વધિયા તેમ હવે પરિવારના આવકના સાધનો પણ વધી ગયા છે. હવે તેનો પરિવાર ખેતી, ડેરી અને મકાન સામગ્રીનું કામ પણ કરતો હતો, જેનાથી પરિવારનું ભરણપોષણ થાય છે.

આમ વધુમાં પરિવારના વડા જણાવે છે કે જે મજા સંયુક્ત કુટુંબમાં હોઈ છે તે વિભુક્ત કુટુંબમાં હોતી નથી. અને આજે પણ આપણે સંયુક્ત કુટુંબમાં પાછા ફરવું જોઈએ. તેમજ સંયુક્ત કુટુંબમાં કોઈ કામ અન્ય કોઈ કામ કે બોજ કોઈના પર પડતો નથી, જ્યારે વિભક્ત પરિવારમાં સમગ્ર બોજ વ્યક્તિ પર પડે છે. સાથે જ સંયુક્ત પરિવારમાં રહેવાથી આર્થીક રીતે મજબુત બને છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.