પિતાની કાળી મજુરી રંગ લાવી ,દીકરીએ ધોરણ ૧૦ માં A-1 ગ્રેડ મેળવ્યો જાણો વધુ માહિતી

હાલમાં જ ધોરણ ૧૦નું  પરિણામ જાહેર થયું છે.જેમાં ઘણા વિદ્યાર્થીઓ  સારા ટકા મેળવીને પોતાના મા- બાપ તથા  શિક્ષકોની મહેનત નું ફળ આપ્યું છે .ઘણા કિસ્સા હમણાં જોવા મળે છે જેમાં  બાળકોના સપના પુરા કરવા માતા પિતા ખુબ સંઘર્ષ કરતા જોવા મળે છે આવો જ એક કિસ્સો છે  હાલ બન્યો છે જેમાં દીકરીને આગળ ભણાવવા માટે પિતા કાળી મજુરી કરી ને નાણા મેળવી પોતાની દીકરીને ડોક્ટર બનવા માંગે છે.

ખંભાત શહેરમાં રહેતા કડીયાકામ કરતા ભાવિનકુમાર સિંઘા પોતાની નાની દીકરીને ડોક્ટર બનવાની ખેવના રાખે છે.તેની જાણ થતા ભાવીનકુમારે તમામ મોજશોખ છોડીને દીકરી મેઘનાના  અભ્યાશમાં પાછળ મજુરીમાં મળતા નાણા ખર્ચ કરીને, સારૂ શિક્ષણ અપાવવા માટે સતત પ્રયત્ન કરતા હતા .

ખંભાતની એસ .ડી.કાપડિયા હાઇસ્કુલમાં ધોરણ ૧૦માં અભ્યાસ કરતી સિંઘા મેઘના ભાવિનકુમાર એ બોર્ડની પરીક્ષામાં ૬૦૦ માંથી ૫૮૨ ગુણ મેળવી ૯૯.૮૪ PR  સાથે A -1 ગ્રેડ મેળવી જીલ્લાના ટોપ ૧૦માં સ્થાન મેળવ્યું છે .તથા ખંભાત તાલુકામાં પ્રથમ સ્થાન હાસિલ કરી શાળા ,પરિવાર અને ખંભાતનું ગૌરવ વધાર્યું છે.પિતાની કાળી મહેનત મજુરી ના નાણા વ્યર્થ ના જાય તે માટે સતત વાચન કરી મેઘના એ ઉચ્ચ ટકાવારી મેળવીને પિતાની મહેનતનો  રંગ રાખ્યો છે .

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *