બ્રિટનનો ભાવિ PM આ ભારતીય વ્યક્તિ હોય શકે છે કે જે UK નો નાગરિક છે પરંતુ હિંદુ ધર્મ પાળે છે અને….

હાલમાં ભારતવંશી ઋષિ સુનક બ્રિટનમાં ચર્ચાનો વિષય બન્યો છે. ઋષિ સુનકને બ્રિટનમાં ભાવિ પીએમ તરીકે જોવા મળી રહ્યો છે.ઋષિ સૂનક ભારતીય ધર્મના હિન્દુ વ્યક્તિ છે.હાલમાં તેઓ બ્રિટનમાં નાણા મંત્રી તરીકે કાર્યરત છે.અને તેમને હવે આગામી બ્રિટિશ પીએમ તરીકે જોવામાં આવી રહ્યા છે.તમને જણાવી દઇએ કે બોરિસ જોનસન એ બ્રિટનમાં પીએમ ના પદથી રાજીનામુ આપ્યું છે ત્યારથી જ બ્રિટનમાં નવા પીએમ ની શોધ શરૂ થઈ ગઈ છે અને આ પદ માટે સૌથી પહેલું નામ ઋષિ સુનક નું જોવા મળ્યું છે.

જો ઋષિ સુનક સરળતાથી આ પદ મેળવી શકે તો તેઓ બ્રિટનના પીએમ તરીકેની ખુરશી મેળવી ઇતિહાસ રચી શકે છે. ભારતની સાથે અનેક દેશોની નજર આ વાત પર અટકેલી જોવા મળી છે કે બ્રિટનના ભાવિ પીએમ કોણ હસે? આની માટે જેટલી બ્રિટનમાં ઉત્સુકતા જોવા મળી છે એટલા જ ભારત ના લોકો પણ ઉત્સુક જોવા મળી રહ્યાં છે. દરેક ભારતીયો ઈચ્છે છે કે બ્રિટનમાં ભાવિ પીએમ તરીકે ઋષિ સુનક જોવા મળે.

બ્રિટનમાં આવનારી રેસમાં જોવા મળતા ઋષિ સુનક નું એક બયાન બહુ જ ચર્ચામાં જોવા મળ્યુ છે.જેની સોશિયલ મીડિયા પર બહુ જ ચર્ચા જોવા મળી છે.તેઓનું આ બયાન ધર્મને લાગતુ છે. ઋષિ સુનકે આ બયાનમાં પોતાને એક ગૌરવશાળી હિન્દુ ગણાવ્યો છે.જણાવી દઇએ કે વર્ષ ૨૦૨૦માં ઋષિ સુનક નાણા મંત્રી બન્યા હતા ત્યારે તેમણે હિન્દુ ધર્મનાં પવિત્ર ગ્રંથ શ્રી મદભાગવત્ ગીતા પર હાથ રાખીને શપથ ગ્રહણ કર્યા હતા.

બ્રિટનના નાણાં મંત્રી બન્યા પછી ઋષિ સુનક એ પોતાના ધર્મને લઈને બહુ મોટી વાત કરી હતી.વાસ્તવમાં તેમને એક બ્રિટિશ અખબાર એ ભાગવત્ ગીતા પર હાથ રાખીને શપથ લેવા અંગે થોડા સવાલો કર્યા હતા.જેના જવાબ માં ઋષિ સુનકે જણાવ્યું હતું કે હું એક બ્રિટનનો નાગરિક છું પરંતુ મારો ધર્મ હિન્દુ છે.ભારત મારી ધાર્મિક અને સાંસ્કૃતિક વિરાસત છે.હું ગર્વથી કહી સકુ છું કે હું હિન્દુ છું અને હિંદુ હોવાના કારણે જ મારી પહેચાન છે.

ઋષિ સુનક ધર્મથી બહુ નજીક જોવા મળે છે અને તેની જલકો પણ અનેકો વાર જોવા મળતી હોય છે.તમને જણાવી દઈએ કે ઋષિ સુનક તેના ડેસ્કટોપ પર ગણપતિ ની મૂર્તિ રાખે છે.ત્યાં જ તે બીફની વિરુદ્ધ છે. ઋષિ સુનકે લોકોને બીફ છોડી દેવાની અપીલ પણ કરી છે. ૪૨ વર્ષના ઋષિ સુનક નો જન્મ ૧૨ મે ૧૯૮૦ માં રોજ યુનાઈટેડ કિંગડમ ના સાઉઠહેપ્તાં માં થયો હતો.

તે પંજાબના ખત્રી પરિવારથી આવે છે ઋષિના પિતાનો જન્મ કેન્યાની રાજધાની નૈરોબી માં થયો હતો.ત્યાં જ ઋષિની માતા નો જન્મ તાંઝાનિયા માં થયો હતો.ઋષિ સુનકે બ્રિટનના વિન્ચેસ્ટર કોલેજના સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો અને પછી અમેરિકા ની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં આગળનો અભ્યાસ પૂરો કરયો હતો. ૪૨ વર્ષના ઋષિ સુનક ના લગ્ન ૨૦૦૯ માં અક્ષતા મૂર્તિ સાથે થયા હતા.આજે તેમના ઘરે બે દિકરી છે જેનું નામ કૃષ્ણા સુનક અને અનુષ્કા સુનક છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.