રોડ અકસ્માતમાં ભાઈ બહેન મૃત્યુ પામ્યા એક સાથે નીકળી અર્થી તો માહોલ થયો ગમગીન આવો કે ….

આજના આધુનિક યુગમાં જરૂરિયાત વધવાની સાથે અનેક ઘટનાઓ પણ બનવા પામી છે જેમ વાહનો ની સંખ્યા વધી છે તેમ અકસ્માતોની સંખ્યા પણ વધવા પામી છે રોડ અકસ્માતમાં ખુબ જ લોકો પોતાના જીવ ગુમાવતા જોવા મળે છે ..

આપણે વાત કરવાની છે બિહારના મુંગેર જીલ્લામાં  ખુબ જ હૃદય દ્રવી ઉઠે એવી ઘટના બની છે.જ્યાં ભાઈ બહેનની એક સાથે અર્થી ઉઠી .બંને રોડ અકસ્માતમાં મૃત્યુ પામ્યા ,ત્યાજ ૬ બહેનોનો  એકનો એક ભાઈ મૃત્યુ પામતા ઘરમાં દુખના વાદળો આવી ચડ્યા હતા .

જાણકારી મળ્યા પ્રમાણે આ ઘટના મુંગેરના કોતવાલી થાના વિસ્તારની છે જ્યાં દીનદયાળ ચોક ની પાસે ગંગા શૃંગાર સેન્ટરના સંચાલક યુવાન વ્યવસાયકાર  અમન કુમાર પોતાની પત્ની મોનિકા,દીકરી અનીકા, બહેન રાખી અને બહેનોઈ મનીશ ની સાથે દેવઘર પૂજા કરવા માટેગયા હતા.મંગળવારે મોદી રાતે તેઓ દેવઘર થી મુંગેર કાર લઈને આવતા હતા બુધવારે વેલી સવારે તેમની કાર રેતી સાથે ઘસડાઈ ને ઝાડ ની સાથે ટક્કર વાગી ને આ અકસ્માતમાં દરેક લોકો ઘાયલ થઇ ગયા.

ત્યા જ સારવાર દરમ્યાન પહેલા ભાઈના અને પછી બહેનના પ્રાણ પખેરુ ઉડી ગયા ને બંને મુત્યુ પામ્યા, એટલું જ ની ઘાયલ થયેલા બહેનોઈ ની હાલત પણ ગંભીર જાણવા મળી છે .ખુબ જ દુઃખ થાય કે બંને જે ભાઈ બહેન નાના થી મોટા સાથે થયા તેમની અર્થી પણ એક સાથે નીકળતા માહોલ ખુબ ગમગીન જોવા મળ્યો હતો અંતિમ સંસ્કારમાં સામેલ તમામ લોકોની આંખોના આંસુ રોકી  શકાયા નહોતા  .

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *