બહેન થી નારાજ ભાઈએ બનેવીને બંદૂકના ધડાકે ઉડાવ્યો ! હત્યા કરવાનું કારણ જાણી હચમચી જશો…
આ દુનિયામાં કોઈપણ વ્યક્તિને મોત ક્યારે અને કેવી રીતે આંબી જતો હોઈ છે તે કોઈને ખબર હોતી નથી. ઘણી વખત કોઈ અકસ્માતમાં કે હત્યાને લઇ વ્યક્તિનું કમકમાટી ભર્યું મૃત્યુ નીપજતું હોઈ છે. તેવીજ રીતે હાલ એક હત્યાની ખુબજ દુઃખદ ઘટના સામે આવી રહી છે. જેમાં બહેનના પ્રેમલગ્નથી નારાજ ભાઈએ બનેવીને બંદૂકના ધડાકે ઉડાવ્યો આવો તમને વિગતે જણાવીએ.
મિતતો વાત કરીએ તો આ હત્યાની ગંભીર ઘટના છોટા ઉદેપુર જિલ્લાના પાવી જેતપુરના તાલુકાના ઘુટણવડ ગામમાંથી સામે આવી રહી છે જ્યા ગઈકાલે ગુરૂવારે મોડી સાંજે આ હત્યાની ખતરનાક ઘટના બની હતી. જેમાં બહેને પ્રેમલગ્ન કરતાં અકળાયેલા ભાઈએ બનેવીને બંદૂકના ધડાકે મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ ઘટના બનતાજ આખા ગામમાં અરેરાટી થવા પામી હતી. હત્યારા ભાઈના લીધે 8 મહિનાની ગર્ભવતી બેનના સૌભાગ્યનો સૂરજ સદાયને માટે આથમી ગયો હતો. જો કે પાવી જેતપુર પોલીસ ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચી હત્યારા સાળાની ધરપકડ કરી હતી.
તેમજ ઘુટણવડ ગામના સુનિલભાઈ શંકરભાઈ રાઠવાને બાજુના જ કિકાવાડા ગામની યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો. આ બંન્ને પ્રેમી પંખીડાઓએ દોઢ વર્ષ પહેલાં કોર્ટમાં લગ્ન કરી લીધા હતા. તેમ છતાં યુવતીના લગ્ન તેના પરિજનોને અન્ય જગ્યાએ કરી દીધા હતા. પરંતુ યુવતી થોડા મહિના જ પોતાના પતિને ત્યાં રહી હતી અને પોતાના પ્રેમને પામવા ઘરે પાછી આવીને પ્રેમી સાથે રહેવા લાગી હતી. આ વાત યુવતીના ભાઈને આંખના કણાની જેમ ખૂંચતી હતી. યુવતીએ પોતાના પ્રેમી સાથે કોર્ટમાં લગ્ન કર્યા હતા અને સુખી દાંમ્પત્યજીવન ગુજારતા હતા. સુખી દાંમ્પત્ય જીવન દરમિયાન યુવતી ગર્ભવતી બની હતી અને તેને આઠ મહિના પણ થઈ ચૂક્યા છે.
જે પછી બીજી બાજુ બહેનના પ્રેમ લગ્ન ભાઈને ન ગમતા તે પોતાના બનેવીને સબક શીખવાડવા માટે મનમાં જ અકળાયેલો રહેતો અને મોકો મળતાં જ ગઈકાલે મોડી સાંજે પોતાના પિતાની બંદૂક લઇને કિકાવાડાથી ઘૂંટણવડ પોતાની બહેનની સાસરીમાં પહોંચી ગયો હતો. ત્યાં જઈને બુમાબુમ કરતા બનેવી સુનિલભાઈ ઘરની બહાર નીકળ્યા હતા અને સાથે જ બહેન પણ ઘરની બહાર આવી હતી. જી બાદ બહાર આવેલી બહેને ભાઈના હાથમાં બંદૂક જોતા તે ખેતરમાં દોડીને ભાગી ગઈ હતી અને સુનીલભાઈ પણ ખેતરમાં બીજી બાજુ ભાગતા હતા. ત્યારે બહેનના પ્રેમલગ્નની અકળાયેલા સાળા સચિને પોતાના બનેવીને પીઠમાં બંદૂકની ગોળી મારી દીધી હતી. જેથી સુનીલભાઈ જમીન પર ફસડાઈ પડ્યા હતા. સુનીલભાઈ જમીન પર ફસડાઈ જવા છતાં સાળા સચિનનો ક્રોધ ઓછો થયો ન હતો. જેથી બંદુકનો પાછળનો ભાગ સુનિલને માથામાં અને શરીર પર મારવા લાગ્યો હતો.
કયા ઘટનાની જાણ સુનીલભાઈના પરિજનોને થતાં પોલીસને જાણ કરતાં પાવી જેતપુર પોલીસ ગણતરીની મિનિટોમાં જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તેમણે સુનિલભાઈની લાશનો કબજો મેળવી પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી હતી અને હત્યારા સાળા સચિનને પકડીને જેલમાં સળિયા પાછળ ધકેલ્યો હતો. કિકાવડાની આ યુવતીના પિતા અંદરસિંગભાઈ રાઠવા બી.એસ.એફ.માં ફરજ બજાવે છે. તેમણે ખેતરમાં પાક રક્ષણ માટે હથિયાર ઘરે રાખ્યું હતું. આ હથિયારનો ઉપયોગ તેમના પુત્ર સચિને પોતાના બનેવીની હત્યા કરવા માટે કર્યો હતો.