ભાઈ ભાઈ ઉમેદવાર હોય તો આવો ! જો ચુંટણી જીતશે તો એવા કામ કરશે કે જાણીએ ને કહેશો વાહ..જુઓ શુ શુ…
હાલમાં ચુટણીનો માહોલ દરેક જગ્યાએ જોવા મળે છે જેમાં દરેક ઉમેદવારો જીતવા માટે પ્રજાને અનેક અજીબ ગરીબ વાતો કરતાં હોય છે અને જીત મેળવવાની કોશિશ કરતાં હોય છે. ચુટણી આવતાની સાથે જ ઉમેદવારો પોતાની જીત મેળવવા માટે માસૂમ પ્રજાને અનેક વાદા પણ કરતાં હોય છે જે ટૂક સમયનું એક સપનું માત્ર હોય છે. દેશમાં જયારે જ્યારે ચૂટણી આવે ત્યારે રાજનેતાઓ અનેક વાયદાઓ કરતાં હોય છે ઘણા વાયદાઓ પૂરા પણ કરતાં હોય છે તો ઘણા ઉમેદવારો માત્ર જીત મેળવવા માટે વાતો કરી જતાં હોય છે. અને આવા વાયદાઓ તેઓ પૂરા કરી સકતે કે નહીં તે અંગે લોકો વિચારમાં પડી જતાં હોય છે.
હાલમાં સોશિયલ મીડિયા પર એક એવા ઉમેદવારની ચર્ચા થતી જોવા મલી છે કે જેના વાયદાઓ સાંભણીને તમે બેહોશ થઈ જશો. એવા અજીબો ગરીબ વાયદાઓ કર્યા છે કે તમે તમારી હસી રોકી નહીં સકો. હાલમાં હરિયાણામાં ચુટણીનો માહોલ જોવા મળ્યો છે.ત્યારે હાલમાં એક એવો ઉમેદવાર જોવા મળ્યો છે કે જે હરિયાણા માં સરપંચની ચુટણી માં ઊભા રહ્યા છે અને એવા અજીબ ગરીબ વાયદા કર્યા છે કે તમે ચોકી જશો. આ ઉમેદવારે મતદારોને 13 વાયદાઓ કર્યા છે કે જે એકથી એક ચડિયાતા જોવા મળે છે.
હરિયાણા ના સોનીપતના સિરસાઢ ગામમાં સરપંચની ચુટણી લડવા માટે જયકરણ લઠ્વાલ ઉમેદવાર હાલમાં બહુ જ ચર્ચામાં જોવા મળ્યા છે હાલમાં સોશિયલ મીડિયા પર બહુ જ ચર્ચા થઈ રહી છે.પોસ્ટમાં પહેલા તો ઘણા લોકો તેના વખાણ કરતાં જોવા મળે છે. ઉમેદવાર વિષે લખવામાં આવ્યું છે કે તેઓ શિક્ષિત, મહેનતુ, કર્મઠ, ઝુઝારુ, ઈમાનદાર ઉમેદવાર છે. જો આ ઉમેદવાર સરપંચ બનશે તો કેવી રીતે ગામની કાયા પલટ કરસે તે બાબત વિચારવા જેવી છે. તો આવો જાણ્યે આ અજીબ ગરીબ વાયદાઓ વિષે.
- ગામમાં 3 એરપોર્ટ બનાવડાવસે.
- મહિલાઓને ફ્રી મેકઅપ કીટ આપવામાં આવસે.
- ગામમાં પેટ્રોલ 20 રૂપિયા પ્રતિ લિટર મળસે.
- ગામના દરેક પરિવારને એક બાઇક મફત.
- GST નાબૂદ
- નશેડીઓને દરરોજ એક બોટલ દારૂ મફત .
- ગામના દરેક યુવાનને સરકારી નોકરી.
- ગામમાં ફ્રી વાઇ- ફાઈની સુવિધા .
- રસોઈ ગેસની કિમત 100 રૂપિયા
- ગામમાં સરપંચ દ્વારા રોજ મન કી બાત
- સિરસાઢ થી ગોહના માટે દર 5 મિનિટે હેલિકોપ્ટરની સુવિધા.
આ વાયદાઓ વિષે સાંભણીને દરેક લોકો એમ વિચારવા પર મજબૂર છે કે આવું તો પ્રધાનમંત્રી પદ પરના ઉમેદવાર પણ આ બાબત વિચારી સકે નહીં. સોશિયલ મીડિયા પર આ ઉમેદવારની વાયદાનું પોસ્ટર બહુ જ જડપથી વાઇરલ થઈ રહ્યું છે. અને આ સરપંચ ઉમેદવારના વાયદાઓ વિષે લોકો ચર્ચાનો માહોલ જોવા મળ્યો છે. સાથે જ ઘણા લોકો આ વાયદાઓને લઈને મજા પણ ઉઠાવી રહ્યા છે અને આ ગામમાં શિફટ થવાની વાત પણ કરી છે.