રક્ષાબંધનના આગલી રાત્રીએ ભાઈનું મોત, યુવક બહેનને મળીને પોતાના ઘરે જઈ રહ્યો હતો દરમિયાન બન્યું આ ગંભીર અકસ્માત!..

હાલ છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અને દેશમાં અકસ્માતો ની સંખ્યા ખુબજ વધી ગઈ છે તેમજ આવી ઘટનાઓમાં લોકોનું મૃત્યુ પણ સર્જાતું હોઈ છે ઘણી વખત આવા ગંભીર અકસ્માતની પાછળ ધ્યાનનો અભાવ તેમજ કોઈ નાની ભૂલ ને કારણે થતા હોઈ છે. તેવા અકસ્માતમાં ક્યાંતો વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતો હોઈ છે ક્યાંતો તો તેનું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજતું હોઈ છે. હાલ એક તેવોજ અકસ્માતનો બનાવ સામો આવી રહ્યો છે. આવો તમને આ અકસ્માત વિષે વિગતે જણાવીએ.

આ અકસ્માતની ગંભીર ઘટના બારડોલી તાલુકાના ખરવાસા ગામ નજીક થી સામી આવી છે. જ્યાં કામરેજ તાલુકાના નગોડ ગામે રહેતો વિપુલ મોહનભાઇ પરમાર (ઉ.વર્ષ 27) ગંગાધરા ખાતે આવેલી સિમેન્ટની ફેક્ટરીમાં નોકરી કરતો હતો. બુધવારે રાત્રે નોકરી પરથી પરત ફર્યા બાદ બાબેન રહેતી પોતાની બહેનને મળવા ગયો હતો. બહેનને મળીને રાત્રીના 11 વાગ્યાની આસપાસ તે નગોડ જવા નીકળ્યો હતો. દરમિયાન ખરવાસા ગામની સીમમાં રસ્તા પર ઉભેલા ટેમ્પોમાં રિફ્લેટર કે લાઈટ લગાવેલ ન હોય વિપુલને ટેમ્પો દેખાય શક્યો ન હતો અને તેની મોટરસાયકલ ટેમ્પોની પાછળ ધડાકાભેર અથડાય હતી.

તેમજ આ ગંભીર ​​​​​​​અકસ્માતમાં વિપુલને ગંભીર ઇજા થતાં તેનું સ્થળ પર જ મોત થયું હતું. મોડી રાત્રે પોલીસ પેટ્રોલીંગમાં નીકળી ત્યારે વિપુલની લાશ રોડ પર પડેલી જોતા પરિવારજનોને જાણ કરી હતી. બે ભાઈ બહેન પૈકી બહેનને રક્ષાબંધનના દિવસે જ એકનો એક ભાઈ ગુમાવતા પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું હતું. પોલીસે પોસ્ટમોર્ટમ કરાવી મૃતદેહનો કબ્જો પરિવારને સોંપ્યો હતો. પોલીસે ટેમ્પો ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. રક્ષાબંધનના દિવસે જ યુવકનું મોત થતા પરિવારમાં આક્રંદ જોવા મળ્યો હતો.

આમ ઉભેલા ટેમ્પોની પાછળ મોટરસાયકલ અથડાતા યુવકનું મોત નિપજ્યુ હતું. રક્ષાબંધનની પૂર્વ રાત્રીએ યુવક બહેનને મળીને પોતાના ઘરે જઈ રહ્યો હતો. દરમિયાન આ કરુણાંતિકા સર્જાતા બહેન પર દુઃખનું આભ તૂટી પડ્યો હતો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.