વડોદરામાં કોલેજીયન યુવકની કરપીણ હત્યા! ગરબા જોવા ગયો હતો પણ શું ખબર હતી કે ત્યાં…જાણો વિગતે
મિત્રો વાત કરીએ તો આ દુનિયામાં કોઈપણ વ્યક્તિને મોત ક્યારે અને કેવી રીતે આંબી જતો હોઈ છે તે કોઈને ખબર હોતી નથી. ઘણી વખત કોઈ અકસ્માતમાં કે હત્યાને લઇ વ્યક્તિનું કમકમાટી ભર્યું મૃત્યુ નીપજતું હોઈ છે. તેવીજ રીતે હાલ એક હત્યાનો મામલો સામે આવી રહ્યો છે જેમાં કાલે નવરાત્રીના છેલ્લા નોરતાનાં દિવસે ગરબા જોવા ગયેલા કોલેજીયન યુવકની ઘાતકી હત્યા,બેઝમેન્ટમાંથી હાથ-પગ બાંધેલી લાશ મળી આવી હતી. આવો તમને વિગતે જણાવીએ.
તમને જણાવીએ તો આ હત્યાની ઘટના વડોદરા માંજલપુર વિસ્તારમાંથી સામે આવી રહી છે. ગરબા જોવા નીકળેલા ૧૯ વર્ષીય દક્ષ પટેલની સયાજીગંજના કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાંથી હત્યા કરાયેલી લાશ મળતાં ચકચાર વ્યાપી છે.ઉચ્ચ પોલીસ અધિકારીઓ બનાવના સ્થળે દોડી ગયા હતા અને સીસીટીવી ફૂટેજ તેમજ યુવકના મિત્રોની વિગતો મેળવી તપાસ હાથ ધરી છે. તમને જણાવીએ તો માંજલપુર વિસ્તારમાં જયઅંબે સ્કૂલ પાસે શિવમ સોસાયટીમાં રહેતો દક્ષ હસમુખભાઇ પટેલ એમ એસ યુનિ.ના એસ વાય બીકોમમાં અભ્યાસ કરે છે.તેના પિતા હસમુખભાઇ પટેલ મકરપુરા જીઆઇડીસીમાં એન્જિનિયરિંગ પાર્ટ્સ બનાવવાનો વ્યવસાય કરે છે.જ્યારે, એન્જિનિયર થયેલો ૨૩વર્ષીય ભાઇ કેવિન પિતા સાથે ફેક્ટરીમાં કામ કરી રહ્યો છે.
ગઇ તા.૨ એ દક્ષના માતા-પિતા અને ભાઇ સુરેન્દ્રનગર નજીકના મેમકા ગામે એક સબંધીની પુત્રીની સગાઇમાં ગયા હતા અને ત્યાંથી રાતે નજીકના ખજેલી ગામના વતનમાં રોકાયા હતા.જેથી દક્ષ ઘેર એકલો હતો. આમ તા.૩જીએ રાતે દક્ષના પરિવારજનો કારમાં વડોદરા આવી ગયા હતા અને રાતે દક્ષ તેમને મળીને માંજલપુરના અલૈયા બલૈયા ગરબા જોવા ગયો હતો.આ વખતે તેની સાથે સ્કૂટર પર તેનો ભાઇ પણ ગરબા જોવા ગયો હતો.ત્યારબાદ દક્ષ તેના મિત્ર સાથે સયાજીગંજ ગયો હતો અને પછી તેનો ફોન બંધ થઇ ગયો હતો. આમ આખી રાત દક્ષનો સંપર્ક નહિં થતાં પરિવારજનોએ સવારે માંજલપુરના પીઆઇ વી કે દેસાઇને જાણ કરી હતી.
બીજા દિવસે સયાજીગંજના અલંકાર ટાવરના કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાંથી દક્ષની લાશ મળી આવતાં એસીપી બી જે ચાવડા,સયાજીગંજના પીઆઇ આર જી જાડેજા અને સ્ટાફના માણસો દોડી ગયા હતા.મરનાર દક્ષ પટેલના પરિવારજનો પણ હાજર હતા. હત્યારાએ દોરડા વડે દક્ષના હાથ-પગ બાંધીને છાતી અને પેટમાં તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકતા તેના આંતરડા બહાર આવી ગયા હતા. ભાઇને ગરબા ગ્રાઉન્ડ પર ઉતાર્યા બાદ દક્ષ સ્કૂટર લઇ ચાલ્યો ગયો હતો.ત્યારબાદ તે નવલખી ગયો હોવાની અને ત્યાંથી સયાજીગંજ ગયો હોવાની વિગતો ખૂલી છે. ગરબા પુરા થતાં દક્ષના ભાઇએ ઘેર લઇ જવા માટે કોલ કર્યો હતો.પરંતુ તેનો ફોન બંધ આવતો હતો.જેથી ભાઇ પોતાની રીતે ઘેર ચાલ્યો ગયો હતો.ત્યારબાદ મોડીરાત સુધી દક્ષ નહીં આવતાં પરિવારજનોએ સતત ફોન કર્યા હતા.પરંતુ તેનો ફોન ચાલુ થયો જ નહતો.
આમ દક્ષ પટેલનો ફોન આખી રાત બંધ આવતાં તેના પરિવારજનો સવારે માંજલપુર પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને દક્ષ પટેલ ગૂમ થયો હોવાની જાણ કરી હતી.ત્યારબાદ પોલીસ અને પરિવારજનોએ તપાસ જારી રાખી હતી. દરમિયાનમાં દક્ષના પરિવારજનો બસ ડેપો તેમજ સ્ટેશન વિસ્તારમાં શોધખોળ કરતા હતા ત્યારે અલંકાર એપાર્ટમેન્ટ બહાર તેનું સ્કૂટર મળ્યું હતું.પરિવારજનોએ વધુ તપાસ કરતાં તેની સાથે છેલ્લે પાર્થ નામનો મિત્ર હોવાની વિગતો ખૂલી હતી.જેથી પોલીસે પાર્થને શોધી પૂછપરછ હાથ ધરી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.