પર્વત ઉપર કોઈપણ જાતના સપોર્ટ વગર ગુરુત્વાકર્ષણના નિયમો તોડી ચઢવા લાગ્યા બૌદ્ધ સાધુ…જુઓ ચોકાવનારો વિડિઓ
તમે સોશિયલ મીડિયા પર ઘણી વખત અવાર નવાર એવા ચોકાવનારા વિડિયો જોતા હશો જેને તમે ખુબજ પસંદ કર્તા હશો. તેમજ જયારે જયારે પણ લોકો ને કાક નવું અને અનોખું કરવાનો વિચાર આવે ત્યારે તે લોકો તેનો વિડીયો પણ બનાવતા હોઈ છે અને સોશિયલ મીડિયા પર મુકતા હોઈ છે. જેમ કે મનોરંજન, ડાન્સ, કોમેડી, વગેરે પરંતુ હાલ એક એવો વિડિઓ વાઇરલ થઈ રહ્યો છે કે જેમાં એક સીધા પર્વત પર આવી રીતે ચડતા જોવા મળ્યા બૌદ્ધ સાધુ, જુવાનિયાઓને શરમાવે તેવો વિડિઓ થયો વાઇરલ.
હાલ આ સાધુનો વીડિયો ખુબજ વાયરલ થઇ રહ્યો છે, જે કોઇપણ જાતના પ્રોટેક્શન વગર સડસડાટ પર્વત ઉપર ચઢી રહ્યા છે. વાત કરીએ તો આપણે બધાએ શાળામાં ગરુત્વાકર્ષણના નિયમ વિશે જરૂર વાંચ્યું હશે, પરંતુ વાયરલ થઇ રહેલા આ વીડિયોની અંદર જે સાધુ દેખાય છે તેમને આ નિયમ સાથે જાણે કોઇ લેવા દેવા જ ના હોય તેમ દેખાઇ રહ્યું છે. કારણ કે વીડિયોમાં દેખાઇ રહેલા બૌદ્ધ સાધુએ કોઇપણ જાતનું સેફટી હાર્નેસ નથી પહેર્યું છતાં પણ પર્વતનું સીધું ચઢાણ ચઢી રહ્યા છે.
આમ વાયરલ થઈ રહેલી આ ક્લિપ એક સાધુ (MONK) જેવી લાગે છે, જે એક ઢાળવાળી ટેકરી પર ઝડપથી ગુરુત્વાકર્ષણના નિયમો તોડતાં હોય તેવી રીતે જોવા મળ્યા. આ ક્લિપ વિશેની સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે સાધુએ કોઈપણ પ્રકારની સલામતી સાધનો પહેર્યા નથી પરંતુ તેમ છતાં તે ઢાળવાળી ટેકરી પર ચઢવાનું ચાલુ રાખે છે જાણે તેના માટે તે કોઈ મોટી વાત નથી!
તેમજ વાત કરીએ તો આ વીડિયો ટ્વીટર પર Tansu YEĞEN નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. સમાચાર લખાય છે ત્યાં સુધી 6 લાખથી વધુ લોકો તેને જોઈ ચૂક્યા છે અને કોમેન્ટ કરીને તેમનો પ્રતિભાવ આપવામાં આવી રહ્યો છે. એક યુઝરે લખ્યું કે, ‘આ ખરેખર આશ્ચર્યજનક નજારો છે, કોઈ પણ આ રીતે સેફ્ટી વગર કેવી રીતે ચાલી શકે છે’. તે આટલી સરળતાથી ચઢી શકે છે.’ આ સિવાય અન્ય એક યુઝરે લખ્યું, ‘આ બધુ યોગની અસર છે, ધ્યાન અને પ્રેક્ટિસની શક્તિ.’
He just needs nothing to climb a hill… pic.twitter.com/PmnLZ4zLYd
— Tansu YEĞEN (@TansuYegen) July 20, 2022