નવી કાર ખરીદો, તોજ હું ઘરમાં પગ મૂકીશ…પતિ દુઃખ માં આવીને જાણો શું કરિયું…
કહેવામાં આવે છે કે લગ્ન પછી પતિએ પત્ની ની બધીજ જીદ નો સામનો કરવો પડતો હોઈ છે. અને એ વાત સાચી પણ છે. પત્ની ની બધીજ ઇચ્છા પતિ એ પુરી કરવી પડતી હોઈ છે. તેમજ આ પત્ની એ પણ તેના પતિ પાસે નવી કાર લેવાની જીદ કરે છે. અને પતિ ખુબજ ટેન્શન માં આવીને પોલીસ સ્ટેશન પહોંચી જાય છે.
આ પતિ-પત્ની એ ઉત્તરપ્રદેશ ના રહેવા વાળા છે. તેની પત્ની ઈચ્છે છે કે પતિ ઘરમાં નવી કાર ખરીદે. તે ગુસ્સામાં તેના મામાના ઘરે ગઈ છે અને ત્યાંથી પાછી આવવાનું નામ નથી લઈ રહી. તે માત્ર નવી કારની જીદ પર અડગ છે. પરેશાન યુવકે SSPને મદદ માટે અપીલ કરી છે.
સંદીપે SSPને પત્ર લખીને મદદની વિનંતી કરી છે. સાથે જ તેણે SSPને પત્નીને સાથે લાવવાની અપીલ કરી છે. બીજી તરફ SSP રોહિત સિંહ સજવાને કહ્યું કે તેમની ઓફિસમાં એક પત્ર આવ્યો છે. પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો છે. તેમનું કહેવું છે કે બંને પક્ષોને બોલાવીને સમજાવવામાં આવશે.