ધર્મના ભેદભાવ ને દૂર કરી મુસ્લિમ યુવતી એ હિન્દુ યુવાન સાથે હિન્દુ રિવાજ મુજબ કર્યા લગ્ન અને સમાજમાં ….

કહેવાય છે કે જો પ્રેમ સાચો હોય તો કોઈ મુશ્કેલી ભલે આવી જાય તેનો ઉકેલ પણ સાથે આવી જતો હોય છે .પ્રેમ અને જંગમાં બધું ચાલે છે તેમાં કોઈ પણ ગમે તે કોશિશ કરે થવાનું તો નિયતિમાં લખેલું જ. પ્રેમ કરતા જ દુશ્મનો પણ અનેક જોવા મળે છે જે બે પ્રેમીઓ ને જુદા કરવામાં જ મગજ વાપરતા હોય છે.પરંતુ તેઓ એ ભૂલી જાય છે કે જો પ્રેમ સાચો હસે ને તો પૂરી કાયનાત તેને મેળવવા માં મદદ કરશે આવું જ કંઈક આજે આ કેસમાં થયું છે કે જેમાં મુસ્લિમ યુવતી અને હિન્દુ યુવકે ધર્મની અને જાતિ ને લગતી દીવાલ તોડી ને લગ્ન કરી લીધા છે.

ઉતરપ્રદેશના આઝમગઢમાં ખાનપુર ફતેહ ના નિવાસી સૂરજ ને ૨ વર્ષ પહેલાં એક મુસ્લિમ યુવતી મોમીન ખાતુંન સાથે પ્રેમ થઈ ગયો અને ધીમે ધીમે આ પ્રેમ વધતા બંને છુપાઈ છુપાઈ ને એકબીજા ને મળવા લાગ્યા. અને સૂરજે ધર્મના ભેદભાવ ને દૂર કરી તે યુવતી મોમીન સાથે લગ્ન કરવાનો નિર્ણય લઈ લીધો અને તેને પોતાની બનાવાનું નક્કી કર્યુ. જ્યારે આ બાબતે છોકરીના ઘટના લોકો ને ખબર પડી તો તેઓ ધર્મને લઈને અનેક વિરોધ કરવા લાગ્યા. સામે જ સૂરજ ના પરિવારના લોકો ને આ બાબતે કોઈ વાંધો નહોતો.

છોકરીના પરિવારના લોકો એ એમ પણ દબાણ કર્યું હતું કે યુવક ઇસ્લામ ધર્મ અપનાવી લે. પરંતુ છોકરી એ આ કરવા માટેની સાફ મનાઈ કરી દીધી હતી. આમ બંને એ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો.અને ધર્મના લાગતી આવી દીવાલ ને તોડી પાડવાનું નક્કી કર્યુ .જિલ્લાના અતરૌલિય વિસ્તારમાં આવેલા સમમો માતા ના મંદિર માં બંને એ હિન્દુ ધર્મના રીત રિવાજો ને આધીન લગ્ન કરી લીધા હતા.આ લગ્ન લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. અને મંદિર ના પરિસરમાં એક નવું લખાણ લખાઈ ગયું. એક મુસ્લિમ યુવતીએ હિન્દુ ધર્મના યુવાન સાથે હિન્દુ ધર્મ અપનાવી તે યુવાનના ગળામાં હાર પહેરાવ્યો હતો.

અને તેને જીવન સાથી બનાવ્યો હતો.મંદિરના પરિસરમાં યુવક ના પરિવારના લોકો એ અને અન્ય લોકો ની હાજરીમાં બન્ને એ સાત ફેરા ફરી લગ્ન કર્યા હતા.અને તમામ લોકોના આશીર્વાદ મેળવ્યા હતા.અને તેઓ સમ્મો માટેના મંદિર થી ઘરે પરત ફર્યા હતા.ઘટનાની જાણ થતા જ પોલીસ યુવક સૂરજ ના ઘરે પહોંચી હતી. જ્યાં તેઓની તપાસમાં જાણવા મળ્યું કે બંનેની પરવાનગી અને પરિવારની પરવાનગી સાથે જ આ લગ્ન કરવામાં આવ્યા છે.અને તેનાથી કોઈ શાંતિ વ્યવસ્થા બાધિત થઈ રહી નથી.

યુવાન સૂરજે જણાવ્યું કે આ લગ્ન પરિવાર ના લોકોની સહમતી થી થઈ રહ્યા છે.અમારા પર કોઈ નો દબાણ નથી અને અમે અમારી મરજીથી લગ્ન કર્યા છે. જ્યારે મુસ્લિમ યુવતી મોમીન એ જણાવ્યું હતુ કે અમે બન્ને ૨ વર્ષથી પ્રેમ કરતા હતા અને હવે લગ્ન કરી લીધાં છે. તેમાં પરિવારનું કોઈ પણ પ્રકારનું દબાણ નથી અને જાતિ અને ધર્મની દીવાલ તોડી ને અમે બંને આજે લગ્ન કરી હવે ખુશ રહેવા ઇરછયે છીએ. જ્યારે વિશ્વ હિંદુ પરિષદના લોકોએ કહ્યું કે મુસ્લિમ યુવતી એ સનાતન ધર્મનો સ્વીકરવામાં કર્યો છે. તેનું અમે લોકો સ્વાગત કરીએ છીએ.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *