હથેળી પર ‘MY LIFE MY RULES’ લખીને કંઇક આવી રીતે ટૂંકાવી દીધું પોતાનું જીવન, ઉંમર જાણીને નહીં આવે વિશ્વાસ…
આજકાલ લોકો જીવવાના નહીં પણ મરવાના બહાના વધુ શોધે છે, નાની નાની બાબતોમાં હારમાનીને બેસી જાય છે અને અંતે જીવન ટૂંકાવી નાખવાનો નિર્ણય કરી લે છે. એવો જ એક કિસ્સો ભાવનગર શહેરમાંથી બહાર આવ્યો છે જેને સાંભળીને તમારા રૂંવાટા ઉભા થઈ જશે.
14 વર્ષિય સગીરાએ આત્મહત્યા કરીને પોતાનું જીવન ટૂંકાવી નાખતા ફક્ત ભાવનગર નહીં પણ સમગ્ર ગુજરાતમાં ચકચાર મચી ગયો છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભાવનગર શહેરના બોરતળાવના કાંઠે મફતનગર નામનો એક વિસ્તાર આવેલ છે જ્યાં વધુ પડતા શ્રમજીવી પરિવારો વસવાટ કરે છે. એવામાં એક મજુર માતાપિતાની દીકરી એ ઘરમાં જ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું અને સાથે જ 14 વર્ષીય સગીરાએ પોતાના હાથમાં ઘણી વખત ‘MY LIFE MY RULES’ લખેલ મળી આવ્યું હતું. જો કે આ ઘટના બાદ પોલીસે તપાસ હાથે ધરી છે. જાતેથી ફાંસો ખાઈ લેતાં ગંભીર હાલતે સારવાર અર્થે સર.ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જયાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજ્યું હતું.
પોલીસ તપાસમાં આ મામલા પર વધુ પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે એ મૃત સગીરાના માતા-પિતા બપોરે મજૂરી કામે ગયા હતા પણ ઘરમાં એ સગીરાના ભાઈ-બહેન હાજર હતા છતાં પણ બધાથી છુપાઈને એ સગીરા એક રૂમમાં ગઈ અને રૂમનો દરવાજો અંદરથી બંધ કરી લીધો હતો. થોડા સમય પછી ભાઈ-ભાઈ બહેનોએ દરવાજો ખખડાવ્યો પણ કોઈ જવાબ ન મળતા પાડોશીને જાણ કરી અને પછી દરવાજો તોડવામાં આવ્યો.
દરવાજો તોડતાની સાથે જ ત્યાં ત્યાં હાજર દરેક લોકો ચોંકી ગયા હતા કારણકે સગીરા એ છતના હુક સાથે દોરી બાંધી ફાંસો ખાઈ લીધો હતો અને ત્યાં લટકતી જોવા મળી હતી. જો કે તેને તુરંત હોસ્પીટલે ખસેડવામાં આવી હતી પણ ડોકટરે તેને તુરંત મૃત જાહેર કરી દીધી હતી.
તપાસમાં એ પણ ખુલાસો થયો હતો કે અગાઉ પણ એ સગીરાએ પોતાના હાથના કાંડા પર બ્લેડ વડે ચેકા માર્યાંના હતા અને ફાંસો ખાતા પહેલા તેને પોતાના હાથ પર My life my rules લખ્યું હતું.
વિચારવા જેવી વાત એ છે કે આ નાની ઉંમરે એવો તો શું વિચાર કરીને સગીરાએ પોતાના જીવન ટૂંકાવી દેવા જેવો મોટો નિર્ણય લીધો હશે?