મહેનત બાદ પણ સફળતા નથી મળતી ? તો આ ઉપાય કરી જુવો…જય શનિદેવ…

આજે વર્ષ ૨૦૨૨ નો અષાઢ મહિનાનો પહેલો શનિવાર છે. માન્યતા અનુસાર આજે શનિદેવ નો દિવસ ગણાય છે. શાસ્ત્રો માં શનિદેવ ને ન્યાય ના દેવતા કહેવાયા છે. જો તેઓ નારાજ થયો તો રાજાને પણ રંક બનાવી દે છે અને જો કોઈ ભક્તો પર પ્રસન્ન થઇ જાય તો તેમના પર પોતાની કૃપા વરસાવે છે. શનિદેવ ને ખુશ કરવા સહેલા નથી પરંતુ જો સચ્ચી નિષ્ઠા અને પવિત્ર હદય સાથે શનિદેવ ને પ્રાથના કરવામાં આવે તો તેઓ અવશ્ય પ્રસન્ન થાય છે.

શનિદેવ નું નિયમાનુસાર વ્રત અને પૂજા કરવાથી શનિદેવ ની કૃપા થાય છે અને તમારા તમામ દુઃખ દુર થાય છે. ત્યાં જ જો શનિદેવ નારાજ થઇ જાય તો તે લોકો નું બનેલું કામ પણ બગાડી જાય છે. જો તમારી સાથે પણ કઈક આવું થયું છે તો તમારે શનિદેવ ને શાંત કરવાના ઉપાય અને સાથે વિશેષ પૂજા વિધિ કરી શનિદેવ ને પ્રસન્ન કરવાના પ્રયાસો કરવા જોઈએ. આજે અમે તમને કઈક આવા જ ઉપાયો વિષે જાણવાના છીએ જેનાથી તમે શનિદેવ ને પ્રસન્ન કરી શકો છો. શનિદેવ ના પ્રસન્ન થવાથી તમારા જીવનના તમામ  દુઃખ દુર થઇ જશે.

શનિવારે શનિદેવ ને પ્રસન્ન કરવાના ઉપાયો

બ્રહ્મ મુહરતમાં પીપળાના ઝાડ પર  પાણી ચડાવી અને “ૐ સં શનેશ્વરાય નમઃ” મંત્ર નો જાપ કરવો , પછી પીપળાને પાણી ચડાવી  તેની સાત વાર પ્રદક્ષિણા કરવી. શનિવારે એક વાર જ ભોજન કરવું અને સાત વાર શની મંત્ર  નો જાપ કરવો. જો બહુ જ મહેનત કરવા છતાં સફળતા નથી મળતી તો  હનુમાનજીના મંદિર જાઓ અને તમારી સાથે એક લીંબુ અને ૪ લવિંગ રાખો. આના પછી મંદિરે જઈ લીંબુ ની ઉપર આ ૪ લવિંગ લગાડવા. ત્યાર પછી હનુમાનજી ની સામે બેસી ને હનુમાન ચાલીસા ના પાઠ કરવા  ત્યાર પછી હનુમાનજી ને સફળતા અપાવવા માટે પ્રાથના કરો અને લીંબુ લઈને કાર્ય ની શરૂઆત કરો. આનાથી તમારા કાર્ય માં સફળતા ની સંભાવના વધી જશે.

શનિવારે (શનિવાર મંત્ર) આ મંત્રોના જાપ કરવાથી પરેશાનીઓ દૂર થાય છે.

શનિદેવનો તાંત્રિક મંત્ર – ૐ પ્રમ પ્રીં સ શનયે નમઃ

શનિદેવનો વૈદિક મંત્ર – ૐ  શન્નો દેવીરાભિષ્ટદઆપો ભવન્તુપિતયે.

શનિદેવનો મોનોક્ષરી મંત્ર – ૐ શનિશ્ચરાય નમઃ

શનિદેવનો ગાયત્રી મંત્ર –  ૐ ભગભવાય વિધામ મૃત્યુરૂપાય ધીમહિ તન્નો શનિઃ પ્રચોદ્યાત્

શનિદેવ ની કૃપા મેળવવાનો ઉપાય

  • શનિવારે તેલથી બનેલા પદાર્થો ભિખારી ને આપવાથી શનિદેવ પ્રસન્ન થાય છે.
  • સાંજે તમારા ઘરમાં ગુગળ  નો ધૂપ કરવો.
  • ભીખારીઓ ને કાળા અડદ નું દાન કરવું.
  • પાણીમાં કાળા અડદ  ને પ્રવાહિત કરવા.
  • શનિવારે સુંદરકાંડ ના પાઠ સર્વશ્રેષ્ઠ ફળ આપે છે.
  • કીડીઓ ને ગોરજ મુહરત માં તલ  ખવડાવો.
  • શનિવારે અડદ, તલ, તેલ અને ગોળના લાડુ બનાવો અને જ્યાં હળ ના ચાલેલું હોય તેવી જમીનમાં દાટી દયો.
  • શનિવારે રાત્રે રક્તચંદન થી ‘ઓમ ઉચ્ચ ભોજપત્ર’ લખીને તેની નિયમિત પૂજા કરવાથી અપાર જ્ઞાન અને બુદ્ધિ પ્રાપ્ત થાય છે.
  • શનિવારે કાળા કુતરા ને રોટલી, કાળી ગાયને રોટલી અને કાળા પક્ષીઓને અનાજ ખવડાવવાથી જીવનની બાધાઓ દુર થાય છે.
અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.