કેન્દ્ર સરકારની સોલાર રૂફ ટોપ યોજના બની ઉપયોગી, 25 વર્ષ સુધી નહીં ભરવું પડે વીજ બિલ…જાણો કેવી રીતે

વાત કરીએ તો હાલ વધતા જતા પેટ્રોલ-ડીઝલના ભાવ વચ્ચે લોકો ઇલેક્ટ્રિકસીટી ઉપયોગ તરફ વળ્યા છે. આમ વીજળીના વધી રહેલા ઉત્પાદનને પગલે પર્યાવરણ પણ પ્રદૂષિત થઈ રહ્યું છે ત્યારે કેન્દ્ર સરકારે મહત્વની યોજના લોકોને ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહી છે. આમ આ યોજનાની અમલવારી રાજ્યો દ્વારા વિવિધ રીતે શરૂ કરવામાં આવી. સોલાર રૂફટોપ યોજના દ્વારા સૂર્યના કિરણ પરથી વીજળી ઉત્પન્ન કરી શકશો તે માટે સોલાર પ્લેટ ધાબા પર કે ઈમારતની છત પર લગાવવામાં આવે છે. જેના દ્વારા ઇલેક્ટ્રિકસીટી ઉત્પન્ન કરીને તેનું વેચાણ પણ કરી શકાય છે અને ઘર વપરાશ માટે પણ ઉપયોગમાં લઈ શકાય છે.

યોજનાની વાત કરીએ તો ગુજરાત સરકારે વર્ષ 2009માં ગુજરાત સૌર ઉર્જા નીતિ જાહેર કરી છે. સૌર ઉર્જા નીતિના ભાગરૂપે સરકાર પોતાની છત ઉપર સૌર પેનલ સિસ્ટમ સ્થાપવા ઇચ્છતા લોકોને વિવિધ પ્રોત્સાહન પૂરું પાડે છે. સોલાર રૂફ ટોપ યોજના વર્ષ 2012માં શરૂ કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત નાણાકીય વર્ષ 2019-20 દરમિયાન રાજ્યમાં કુલ બે લાખ રહેણાંક મકાનોને આવરી લેવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. નાણાંકીય વર્ષ 2021-22 સુધીમાં કુલ આઠ લાખ રહેણાંક મકાનોને આવરી લેવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

તેમજ સોલર ઉર્જાને પ્રોત્સાહન માટે શરૂ કરવામાં આવી યોજના. આ યોજનાનું નામ છે ‘સોલર રૂફટોપ સબસિડી યોજના’ (Solar Rooftop Yojana). દેશમાં સોલર રૂફટોપને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકારની તરફથી આ યોજના ચલાવવામાં આવી રહી છે. સોલર રૂફટોપ યોજનાથી કેન્દ્ર સરકાર દેશમાં ક્યારેય પૂર્ણ ન થનાર ઉર્જાના ઉપયોગને પ્રોત્સાહિત કરશે. કેન્દ્ર સરકાર તેના માટે ઉપભોક્તાઓને સોલર રૂફટોપ ઈન્સ્ટોલેશન પર સબસિડી આપે છે. સોલાર રૂફટોપ યોજનાના લાભ વિશે વાત કરીએ તો. મફત વીજળી : સોલર પ્લાન્ટ લગાવવાનો ખર્ચ અંદાજે 5 વર્ષ માં વસૂલ થઈ જશે, પછી ઉત્પન્ન થયેલ વધારાની વીજળી બાકીના 20 વર્ષ સુધી મફત મળશે, આમ ઈન્વેસ્ટમેન્ટની દ્રષ્ટિએ પણ આ યોજના ખૂબ જ ફાયદાકારક છે. વધારાની વીજળી વીજ કંપની ખરીદશે : જો વપરાશ કરતાં વધારે વીજળી ઉત્પન્ન થતી હશે તો તે ગ્રીડમાં જશે, જે વીજનિયમન પંચ દ્વારા નક્કી થયેલ ભાવ મુજબ 25 વર્ષ સુધી વીજ કંપની દ્વારા ખરીદવામાં આવશે અને નિયત રકમની ચૂકવણી પણ કરવામાં આવશે.

તેમજ આવકમાં વૃદ્ધિ : તમારા વપરાશ સિવાયના યુનિટ rs.2.25/Unit લેખે વીજ કંપની ખરીદી લેશે દરેક નાણાકીય વર્ષ ને અંતે વીજબિલ માં જમા થતી વધારાની રકમ આપના બેન્ક ખાતામાં મોકલવામા આવશે. અને 5 વર્ષ માટે મફત મેઈન્ટેનન્સ : સોલર રૂફ ટોપ પ્લાન્ટ સ્થપાયા બાદ જે તે એજન્સી ૫ વર્ષ સુધી સિસ્ટમનું વિનામુલ્યે મેન્ટેનન્સ કરશે. આમ સોલાર રૂફટોપ યોજના સબસિડી ગુજરાત માટે જરૂરી દસ્તાવેજોની વાત કરીએ તો વિક્રેતા, લાભાર્થી અને ડિસ્કોમ અધિકારી દ્વારા હસ્તાક્ષર કરાયેલ સોલર સિસ્ટમ કમિશનિંગ રિપોર્ટ, રૂફટોપ સોલર સિસ્ટમ સેટઅપ માટે વેન્ડર તરફથી ચૂકવણીનું બિલ/પ્રમાણપત્ર,10kw કરતાં વધુ સેટઅપ: Cei દ્વારા ચાર્જિંગ પરવાનગી માટેનું પ્રમાણપત્ર, 10kw કરતાં ઓછું સેટઅપ: ઇલેક્ટ્રિકલ સુપરવાઇઝર અથવા કોન્ટ્રાક્ટરનું પ્રમાણપત્ર, સંયુક્ત સ્થાપન અહેવાલ જે લાભાર્થી અને સૂચિબદ્ધ વિક્રેતા દ્વારા હસ્તાક્ષર કરેલ ઇન્સ્ટોલેશન વિશે પ્રદાન કરે છે

આ યોજનાને શરૂ ભારત સરકારના નવીનીકરણ ઉર્જા મંત્રાલય દ્વારા કરવામાં આવી છે. 3KM સુધીના સોલર રૂફટોપ પેનલને ઈન્સ્ટોલ કરવા પર તમને 40 ટકા સુધી સબસિડી સરકાર દ્વારા મળશે. ત્યાં જ 3KM બાદ 10KM સુધી 20 ટકા સબસિડી તમને કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવશે. તેમજ સૌર ઉર્જાના ઉપયોગ થકી આપણે વાતાવરણને પ્રદુષિત થતાં તો અટકાવી જ શકીએ છીએ પરંતુ સાથોસાથ વીજબિલમાં પણ બચત કરી શકીએ છીએ. આમ આ સરકારી યોજનામાં રોકાણ કર્યા બાદ લાંબા ગાળાનું તારણ કાઢીએ તો 20 થી 25 વર્ષ સુધી આવતા વીજબિલ પણ બચાવી શકાય છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.