છોટાઉદેપુર : પોલિસ જવાને તેનીજ પત્નીની ચપ્પુના ઘા ઝીંકી કરી હત્યા ! થયું એવું કે બસ કંડકટર યુવતી જ્યારે…કારણ હજી
મિત્ર વાત કરીએ તો આજના સમયમાં કોને ક્યારે અને કેવી રીતે આપણા પર હુમલો કરે છે તે કોઈને ખબર હોતી નથી તેમજ ઘણી વખત તો કોઈ ઘરનો સભ્ય જ આપણી હત્યા કરી બેથતો હોઈ છે જોકે આ હત્યા પાછળ ઘણા કારણો પણ રહેલા હોઈ છે. તેવીજ રીતે હાલ એક હત્યાનો ધ્રુજાવી દેતો કિસ્સો સામે આવી રહ્યો છે જેમાં એક યુવતીની શરૂ બસમાં જ હત્યા કરી દેવામાં આવી. હત્યા કરનાર હતો પોલીસ જવાન આવો તમને આ પુરી ઘટના વિગતે જણાવીએ.
હત્યાની આ હચમચાવી દેતી ઘટના પાવી જેતપુરના ભીખાપુરા માંથી સામે આવી રહી છે જ્યાં બસ કંડકટરની ફરજ બજાવતી મહિલાને પાવી જેતપુરથી ભીખાપુરા રૂટની બસમાં ફરજ બજાવતી હતી. એ દરમિયાન સુરત પોલીસમાં ફરજ બજાવતો તેનો પતિ હત્યાની તૈયારી સાથે ભીખાપુર આવી પહોંચ્યો હતો. ત્યારે બસ ભીખાપુર પહોંચતાં જ તે દોટ મૂકી બસમાં ચઢ્યો અને પત્ની કાંઈ વિચારે એ પહેલાં જ તેના પર ચપ્પાના ઘા મારવા લાગ્યો હતો. જેમાં મહિલાને ગળાના ભાગે, પગમાં, પેટમાં તેમજ હાથની નસ કાપી નાખતાં બસમાં જ મહિલાનું કરુણ મોત નીપજ્યું હતું.
આમ જ્યારે આ હત્યાની ઘટના બની તે બાદ હત્યારો પતિ ભાગવા જતાં લોકોએ પકડી પાડ્યો હતો. એ બાદ કદવાલ પોલીસને જાણ કરતાં ઘટનાસ્થળે પહોંચી હત્યારાને ઝડપી પાડ્યો હતો તેમજ મૃતદેહને પીએમ ખસેડીને આગળની તપાસ હાથ ધરી હતી. જો તમને મળતી માહિતી પ્રમાણે જણાવગીએ તો કંડા ગામની મંગીબેન રાઠવા બસ-કંડકટર તરીકે નોકરી કરતી હતી અને તેનો પતિ અમૃત રાઠવા પોલીસમાં સુરત ખાતે નોકરી કરે છે.
ગઈ કાલે જ્યારે મંગીબેન નોકરી ફરજ પર હતાં, ત્યારે બપોરના સમયે પાવી જેતપુરથી ભીખાપુરા જતી બસ ભીખાપુરા ખાતે પહોંચી હતી. ત્યારે ચોકડી પર પહેલેથી જ રાહ જોઈ રહેલા પતિએ બસના પેસેન્જર ઊતરી જતાં દોડીને બસમાં ચઢી ગયો હતો અને પોતાની પત્નીને ચપ્પુના ઉપરા છાપરી ગળાના ભાગે, પગના ભાગે, પેટના ભાગે અને ડાબા હાથની નસ કાપી નાખીને કરપીણ હત્યા કરી નાખી હતી.એ બાદ પોલીસે મહિલાના હત્યા પાછળનું કારણ જાણવાની તજવીજ હાથ ધરી હતી, પરંતુ પતિએ કયા કારણસર પત્નીની હત્યા કરી એ કહ્યું નહોતું.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો