છોટાઉદેપુર: ફરવા નીકળેલા મિત્રોને નડ્યો અકસ્માત ! અચાનક જ કાર પલ્ટી અને ત્રણ મિત્રો…..

તમને જણાવીએ તો હાલ છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અને દેશમાં અકસ્માતો ની સંખ્યા ખુબજ વધી ગઈ છે તેમજ આવી ઘટનાઓમાં લોકોનું મૃત્યુ પણ સર્જાતું હોઈ છે ઘણી વખત આવા ગંભીર અકસ્માતની પાછળ ધ્યાનનો અભાવ તેમજ કોઈ નાની ભૂલ ને કારણે થતા હોઈ છે. તેવા અકસ્માતમાં ક્યાં તો વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતો હોઈ છે ક્યાંતો તો તેનું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજતું હોઈ છે. હાલ એક તેવોજ અકસ્માતનો બનાવ સામો આવી રહ્યો છે. આવો તમને આ અકસ્માત વિષે વિગતે જણાવીએ.

આ અકસ્માતની ગોઝારી ઘટના છોટા ઉદેપુરના નસવાડી તાલુકાના સોઢલિયા પાસેથી સામે આવી રહી છે જ્યાં ગત મોડી રાત્રે 5 મિત્રો કાર લઈને મધ્ય પ્રદેશ જવા નીકળ્યા હતા. ત્યારે થોડેદૂર જ કાર પલટી ખાઈ જતાં કારમાં સવાર 3 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય 2 લોકોને ઇજા પહોંચતા નસવાડી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આમ ઘરેથી માંડ 5 કિલોમીટર જ પહોંચ્યા હતા.

ત્યારે સોઢલિયા ગામના વળાંક પાસે અચાનક કારના ચાલક નયન ડું.ભિલે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા ગાડી રસ્તાની બાજુમાં ઉતારી 4-5 પલટી ખાઈ ગઈ હતી. જોકે ગાડી પલટી ખાતા જ ચાલક નયન ડું.ભિલને માથાના ભાગે તેમજ શરીર પર ગંભીર ઈજાઓ થવાથી તેમજ મિંક પટેલ અને પાર્થ પટેલને પણ ગંભીર ઈજાઓ થતા ત્રણે જણાના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

આમ જ્યારે ગાડીમાં સવાર અન્ય ધવલ રાજપૂત અને મિહિર ઉર્ફે સન્ની બારિયાને નાની મોટી ઇજા થતાં તેઓને સારવાર અર્થે નસવાડી સામુહીક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા છે. નસવાડીના સોંઢલિયા પાસે થયેલ ગમખ્વાર અકસ્માતમાં ત્રણ મિત્રોના મોતને પગલે નસવાડી નગરમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. આમ આવા અકસ્માતોમા ક્યાંતો વ્યક્તિની ભૂલ હોઈ છે ક્યાંતો જે તે કાર કે ગાડીનાં બ્રેક કે સ્ટેયરિંગમાં ખામી આવી જતા અકસ્માત સર્જાતો હોઈ છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *