છોટાઉદેપુર: 16 વર્ષીય સગીરે સાડી વડે ગળેફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું ! કારણ માત્ર એવું કે…જાણીને ચોકી જશો
હાલ છેલ્લા ઘણાં સમયથી રાજ્યમાં અને દેશમાં આપઘાતની ઘટનાઓ ખુબજ વધી રહી છે. તેમજ આ આપઘાતમાં મૃત્યુ પામેલ વ્યક્તિનું આપઘાત પાછળનું કારણ ઘણી વખત ખબર પડતી હોઈ છે તો વળી ઘણી વખત આપઘાત કરનાર વ્યક્તિ સાથેજ તે દબાઈ જતી હોઈ છે. હાલ એક તેવોજ આપઘાતનો મામલો સામે આવી રહ્યો છે. જેમાં એક 16 વર્ષીય કિશોરે આપઘાત કરી લીધો છે. આવો તમને આ ઘટના વિગતે જણાવીએ.
આપઘાતની આ ધ્રુજાવી દેતી ઘટના છોટાઉદેપુરના બોડેલી માંથી સામે આવી રહ્યો છે. જ્યા હીરા ઘસવાનુ કામ કરતો મૂળ પાવી જેતપુરના એક ગામનો કિશોર પોતાની માતા સાથે ત્યાં ભાડાના મકાનમાં રહેતો હતો. તેના પિતા વડોદરા ખાતે ડ્રાઈવરનું કામ કરે છે. માતા બોડેલીમાં એક દુકાનમાં નોકરી કરે છે. જ્યારે 16 વર્ષીય કિશોર હીરા ઘસવાનું કામ કરતો હતો.
આ કિશોરે અગમ્ય કારણોસર આજે સવારથી બપોરના સમયે પોતાના ઘરમાં લગાવેલા હીંચકાના હુકમાં સાડીનો ગાળિયો બનાવીને ગળેફાંસો લગાવીને જીવન ટૂંકાવી લીધું હતું. જ્યારે આપઘાતની આ વાતની જાણ માતાને થતા આક્રંદ કરતી ઘરે દોડી આવી હતી અને બોડેલી પોલીસને જાણ કરી હતી. આ બાબતની જાણ બોડેલી પોલીસને કરતા ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આ બાબતે પોલીસે આત્મહત્યાનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો