છોટાઉદેપુર :મિત્રના જન્મદિવસમાં ગયો હતો સગીર, પણ શું ખબર હતી કે આવું થશે, શર્ટ ધોવા માટે કેનાલમાં….હદયદ્રાવક ઘટના
મિત્રો આ દુનિયામાં ક્યાં વ્યક્તિને મોત ક્યારે અને કેવી રીતે આંબી જતો હોઈ છે તે કોઈને ખબર હોતી નથી. ઘણીં વખત કોઈ હત્યામાં તો વળી ઘણી વખત કોઈ ધ્યાનના અભાવને લીધે થતા અકસ્માતમાં વ્યક્તિને મોતનો સામનો કરવો પડતો હોઇ છે. તેવીજ રીતે હાલ એક ખુબજ દુઃખદ મોતની ઘટના સામે આવી રહી છે જેમાં એક યુવકનો પગ લાપસી જતા કેનાલમાં પડ્યો હતો જેનું ડુબાથી કરુણ મોટ નીપજ્યું છે. આવો તમને પુરી ઘટના વિગતે જણાવીએ.
આ ઘટના છોટા ઉદેપુર પાવીજેતપુર તાલુકાના ચુડેલ ગામમાંથી સામે આવી રહી છે જ્યાં રહેતો કિશોરનો મિત્રની બર્થડે પાર્ટી ઉજવવા માટે ડુંગરવાટની નજીક આવેલ રાયપુર કેનાલ પાસે ગયો હતો. જ્યાં તે શર્ટ ધોવા કેનાલમાં ઉતર્યો અને તેનો પગ લપસી જતા કેનાલમાં ડૂબવા લાગ્યો આમ જેમાં તેનું કમકમાટી ભર્યું મોટ નીપજ્યું હતું.
ઘટના એવી બની કે રાયપુરમાં જ્યાં કુદરતી સૌંદર્ય ખૂબ સરસ હોવાના કારણે ફોટોગ્રાફી પણ ખુબ સરસ આવતી હોય, તેથી આ મિત્રો ભેગા થઈ ત્યાં બર્થડે પાર્ટી ઉજવતા હતા અને ત્યારેજ 17 વર્ષનો કિશોર પિયુષ શંકરભાઈ રાઠવાને શર્ટ ઉપર કુવેચ લાગતા ખુજલી ચાલુ થઈ ગઈ હતી. તેથી પિયુષ શર્ટ ઉપર લાગેલ કૂવેચને ધોવા માટે શર્ટ કાઢી કેનાલની કિનારે ધીમે ધીમે ઉતરી શર્ટને ધોઈ રહ્યો હતો. તે સમયે તેનો પગ લપસી જતા વહેતા પાણીના વહેણમાં તણાવા લાગ્યો હતો.
પરંતુ શું ખબર હતી કે તેના મિત્રના બર્થડે ઉજવીને તેને આ રીતે મોત આંબી જશે. આ ઘટના બાદ સમગ્ર ગામમાં અરેરાટી થવા પામી હતી. તમને વધુમાં જણાવીએ તો આ ઘટના બાદ રાયપુર કેનાલને બંધ કરી શોધખોળ આરંભતા મહામુસીબતે 100 મીટર દૂરથી પિયુષ શંકરભાઈ રાઠવાનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવને પગલે પરિવારમાં અને સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ હતી.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો