દીકરી હોય તો આવી ! 50 વર્ષ ની માતા ના લગ્ન કરાવ્યા કારણ જાણી ભાવુક થઈ જશો

મિત્રો જીવનમાં દરેક વ્યક્તિને એકના એક જીવન સાથીની તો જરૂર પડતીજ હોઈ છે તેમજ હાલ લગ્ન સિઝાબ ચાલી રહી છે ઘણા પરિવાર એમના દીકરા દીકરીના લગ્ન કરાવતા હોઈ છે. તેવામાં હાલ લગ્નનો ખુબજ અનોખો કિસ્સો સામે આવી રહ્યો છે જેમાં માતાએ દીકરીના નહિ બકલે દીકરીએ પોતે માતાના બીજા લગ્ન કરાવ્યા છે. તેનો એક વિડિઓ પણ હાલ સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યો છે. આવો તમને આ લગ્નનો અનોખો કિસ્સો જણાવીએ.

આ લગ્નનો કિસ્સો સાંભળી તમે જરૂર ભાવુક થઇ જશો એવી રીતે સામે આવ્યો કે શિલોંગની ઈન્સ્ટાગ્રામ યુઝર દેબ આરતી રિયા ચક્રવર્તીએ એક એવો વીડિયો શેર કર્યો છે જેને જોઈને તમે પણ ઈમોશનલ થઈ જશો. દેબ આરતીએ પોતાની મમ્મીની વેડિંગ સેરેમની દરમિયાન બિહાઈન્ડ ધ સીન્સને રેકોર્ડ કરીને એક ખુબજ જોરદાર વિડિઓ બનાવીને વાયરલ કર્યો છે.

તેમજ આ સાથે વીડિયો શેર કરતા દેબ આરતી ચક્રવર્તીએ કેપ્શનમાં લખ્યું, મેં મારા જીવનમાં આવી બોલ્ડ અને સેલ્ફ કોન્ફિડન્ટ મહિલા ક્યારેય નથી જોઈએ. મમ્મી તમે મને દરરોજ ઈન્સપાયર કરો છો. આજે હું જે કંઈ પણ છું, તે માત્ર અને માત્ર તમારા કારણે જ છું. તમે એક શાનદાર મહિલા છો અને અમે બધા જ તમારા માટે કામના કરીએ છીએ કે તમે હંમેશાં ખુશ રહો. હું તમારા શાનદાર જીવનની કામના કરું છું. તમે અત્યારસુધીની સૌથી સુંદર દુલ્હન લાગી રહ્યા છો.

મિત્રો તમે વિડિઓમાં જોઈ શકો ચો કે લગ્નને ફરીવાર કરાવવા માટે તૈયાર થઈ જાય છે અને પરિવાર સાથે શોપિંગ કરે છે. સામાન ખરીદ્યા બાદ મમ્મીને પાર્લર લઈ જાય છે અને ઘરમાં પૂજા કરાવવામાં આવે છે. લગન ચડાવવામાં આવે છે અને પાંવ પૂજનનો રિવાજ પણ નિભાવવામાં આવે છે. છેલ્લે એક સીન આવે છે જેમા દુલ્હા-દુલ્હન મંડપમાં ઊભા હોય છે અને લગ્નમાં કરાતા બધા જ રીતિ-રિવાજોમાં ભાગ લે છે.

આમ વાયરલ થઇ રહેલા આ વડીઓને જોઈ એક યુઝરે લખ્યું, મહાન વિચાર આને કહેવાય છે સાફ દિલથી પ્રેમ કરે છે તેમની દીકરીઓ. આ આપણા માટે સંદેશ છે કે આપણે આપણી વિચારસરણી બદલીએ. હવે આપણે એ મનને બદલી નાંખીશું જે ખૂબ જ હાસ્યાસ્પદ છે, ભગવાન તેમને આશીર્વાદ આપે. દીકરી દેવને પણ ધન્યવાદ. એક અન્ય યુઝરે લખ્યું, સ્વર્ગમાં બનેલા કેટલાક સંબંધો, કંઈક આ રીતે. ભગવાન તમારા બધા પર કૃપા બનાવી રાખે. ઘણા અન્ય યુઝર્સે પણ આ વીડિયો પર હૃદયસ્પર્શી પોસ્ટ લખી છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *