એક સમયે ભારતના લોકોના દિલ પર રાજ કરનારા કોમેડિયન અશોક શરાફ આજે એવું ગુમનામ જીવન જીવવા મજબૂર છે જેની કલ્પના પણ ન થઈ શકે…
બોલીવુડ ઇન્ડસ્ટ્રી માં એવા ઘણા કલાકારો છે જે પોતાના ઉત્કૃષ્ટ અભિનય ના કારણે લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી છે.પરંતુ આવા ઘણા કલાકારો આજે એવા જોવા મળે છે જે ગુમનામી નું જીવન જીવવા માટે મજબૂર હોય છે.એક સદીમાં બહુ જ પ્રખ્યાત કલાકારો આજે કઈક છૂપાયેલા જોવા મળે છે જેમના જીવન વિશે ભાગ્યે જ કોઈ જાણતું હશે.એવા ઉમદા કલાકારો માં એક એવા કલાકાર કે પોતાની દમદાર કોમેડી અને સારા અભિનય ના કારણે લોકોના દિલ પર રાજ કરેલું જોવા મળે છે.આ અભિનેતાનું નામ અશોક શરાફ છે.જે આજના સમયમાં ફિલ્મી દુનિયાથી દૂર જોવા મળ્યા છે અને સાથે સાથે ચર્ચામાં આવાનું પણ પસંદ કરતા નથી.
અશોક શરાફ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના એવા ઉમદા કલાકારો માં ગણાય છે કેજે દરેક કિરદરોમાં સરળતાથી મળી જાય છે.અભિનેતા અશોક શરાફ એ હિન્દી ફિલ્મ થી લઈને નાના પડદા પર અને પ્રદેશિય ભાષાઓ માં પણ કામ કરેલું છે.તેમને ફિલ્મ કરણ અર્જુન માં મુનશીની ભૂમિકા ભજવી હતી.જે બહુ જ લોકપ્રિય પાત્ર રહ્યું હતુ. તો ચાલો જાણીએ તેમના વિશે. અશોક શરાફ નો જન્મ ૪ જૂન ૧૯૪૭ ના રોજ દક્ષિણ મુંબઇ માં થયો હતો.તેમના પિતા ઈચ્છતા હતા કે તે તેઓ સારો અભ્યાસ કરી ને સારી નોકરી મેળવવી લે અને પોતાના જીવનમાં સેટલ થઈ જાય.પરંતુ અશોક શરાફ ના નસીબ ને કઈક અલગ જ મંજૂર હતું.જેથી તેમના જીવનને અભિનય ની દુનિયામાં લાવીને ઊભા કરી દીધા હતા.
અશોક શરાફ ની અંદર પહેલેથી જ એક સારા એક્ટિંગ કરવાની ધૂન સવાર હતી.અશોક શરાફ ને એક બેંકમાં નોકરી મળી ગઈ હતી છતાં તેઓ સમય કાઢીને નાટકોમાં પણ કામ કરતા હતા.હાલના સમયમાં નોકરી મૂકીને પ્રોફેશન ની દિશામાં આગળ વધવાના કિસ્સા તો ઘણા બનતા હોય છે પરંતુ ૮૦-૯૦ માં દશકમાં કોઈ પણ સરકારી નોકરી ને મૂકીને બીજો પોતાના સપના પુરા કરવાનું જોખમ લેવાનું વિચારી પણ સકતા નહોતા.પરંતુ અભિનેતા અશોક શરાફ એ આ પગલું ભરી બતાવ્યું હતું. તમને જણાવી દઇએ કે અશોક શરાફ અભિનય ની દુનિયામાં આવતા પહેલા ભારતીય સ્ટેટ બેન્કમાં સરકારી નોકરી કરતા હતા.
અશોક શરાફ ભણેલા ગણેલા પરિવારમાંથી આવતા હતા.આ કારણે જ તેમના પિતા તેઓને સરકારી નોકરી કરતા જોવા ઈચ્છતા હતા.અશોક શરાફ એ પિતાની આજ્ઞાનું પાલન કર્યું અને નોકરી પણ કરી.પરંતુ આની સાથે સાથે અશોક શરાફ એક્ટિંગ ની દુનિયામાં પણ જોડાયેલા રહ્યા. તમને જણાવી દઈએ કે અશોક શરાફ એ હિન્દી ફિલ્મ ની સાથે અનેકો મરાઠી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.આ સમય દરમિયાન જ અશોક શરાફ એ મરાઠી ફિલ્મોમાં અને સિરિયલો માં પણ એક્ટિંગ નો જાદુ છવાયો. અશોક શરાફ નું નામ મરાઠી ફિલ્મોમાં બહુ જ લોકપ્રિય અને બહેતરીન અભિનેતાના નામના સામેલ છે.આજ કારણ થી અશોક શરાફ ને મરાઠી ફિલ્મોમાં સમ્રાટ તરીકે ઓળખાય છે
તમને જણાવી દઈએ કે એક બાળ કલાકાર તરીકે અશોક શરાફ એ મરાઠી ફિલ્મોમાં કા કરી પોતાના અભિનયની શરૂઆત કરી હતી.તેઓએ આ ઇન્ડસ્ટ્રી માં ૨૫૦ થી વધારે ફિલ્મોમાં કામ કર્યું જોવા મળે છે.જો આપને અશોક શરાફ ના બોલીવુડ ઇન્ડસ્ટ્રી અંગેની વાત કરીએ તો ૪૦ વર્ષના બહુ જ લાંબા કરિયરના સફર દરમિયાન અશોક શરાફ એ અનેક શાનદાર ફિલ્મ માં કામ કર્યું હતું જેમાં કરણ અર્જુન, કોયલા,પ્યાર કિયા તો ડરના ક્યા, ગુપ્ત, યસ બૉસ, જોરૂ કા ગુલામ, સિંઘમ જેવી અનેક સુપરહિટ ફિલ્મો માં કામ કર્યું છે.
કોમેડી એક્ટર જોની લીવર અને કાદર ખાન પણ તેમની એક્ટિંગ ના વખાણ કરે છે.જો તેમના અંગત જીવન વિશે વાત કરવામાં આવે તો અશોક શરાફ એ તેનાથી ૧૮ વર્ષ નાની ઉંમર ધરાવતી છોકરીની સાથે ૧૯૯૦ માંલગ્ન કર્યા હતાં.તેમના લગ્ન ના કારણે તેઓ ઘણા લાંબા સમય સુધી ચર્ચામાં જોવા મળ્યાં હતા.હાલમાં તો અશોક શરાફ અને તેમની પત્ની નિવેદિતા ખુશહાલ જીવન જીવી રહ્યા છે અને તેમને અનિકેત શરાફ નામનો એક દીકરો પણ છે.હાલમાં તેઓ બોલિવુડની ફિલ્મોમાં જોવા મળતા નથી.તેઓ ફિલ્મી દુનિયાથી દૂર જોવા મળે છે.