સીરિયલ મા જ નહી પર રીયલ મા પણ તારક મહેતા ના કલાકારો વચ્ચે સંબંધ છે.. જાણો કોની કોની વચ્ચે કયો છે સંબંધ…

તારક મેહતા કે ઉલ્ટા ચશ્મા સિરિયલ ભારત ના દરેક ઘર માં દરેક લોકો ની પ્રિય સિરિયલ છે. આ સિરિયલ મા આવતા પાત્રો લોકો નું ખુબ જ મનોરંજન પૂરું પાડે છે લોકો તેને જોઈ અને સાંભળીને મનોરંજન લે છે. સિરિયલ મા આવતા જેઠાલાલ, દયાબેન, ટપૂ, ભીડે, સોનુ, ગોગી વગેરે જેવા બીજા અનેક રોલ સૌ કોઈના પ્રિય છે. આ સિરિયલ છેલ્લા 14 વર્ષ થી દર્શકો નું મનોરંજન પૂરું પાડે છે.

એમાં આવતા કેરેક્ટર માં પતિ-પત્ની, ભાઈ-બહેન, પિતા-પુત્ર અને ટપૂ સેનાએ વચ્ચે મિત્ર નો સંબંધ જોવા મળે છે. તમને સાંભળીને આચ્ચર્ય થશે કે એમાં આવતા અમુક કેરેક્ટર હકીકત મા પણ સાચે જ એક બીજા ના સંબંધ મા જોડાયેલા છે. કેટલાક એવા પાત્રો ની વાત કરીયે તો એ લોકો રિયલ લાઇફ મા પણ એક બીજા ના સગા છે.

દયાબેન અને સુંદરલાલ: સિરિયલ મા ભાઈ-બહેન નુ પાત્ર ભજવનાર દયાબેન અને સુંદરલાલ જેનું સાચું નામ દિશા વાકાણી અને મયુર વાકાણી છે. તે બંને રિયલ લાઈફ મા પણ એક બીજા ના ભાઈ-બહેન જ છે. હા, તમને જાણી ને નવાય લાગશે કે સિરિયલ મા આવતા સુંદરલાલ અને દયાબેન હકીકત મા પણ ભાઈ-બહેન જ છે. બને સિરિયલ માં ખુબ જ સારી રીતે કોમેડી કરતા જોવા મળે છે.

ટપૂ અને ગોગી: સીરિયલ મા પહેલા જોવા મળતો ટપુ જે હાલમાં સિરિયલ મા જોવા મળતો નથી તે ટપૂ નું સાચું નામ ભવ્ય ગાંધી અને ગોગી નું સાચું નામ સમય શાહ છે તે સિરિયલ મા ટપુ સેના મા મિત્રો જોવા મળે છે પણ શું તમ,એ જાણો છો કે હકીકત માં આ બને વચ્ચે શું સંબંધ છે? તમને સાંભળીને આશ્ચર્ય થશે કે ટપુ અને ગોગી રિયલ લાઈફ માં એકબીજા ના પિતરાઈ ભાઈઓ છે.

પ્રિયા આહુજા અને માલવ રાજદા: સિરિયલ મા રીટા રિપોર્ટર નું પાત્ર ભજવનાર જેનું સાચું નામ પ્રિયા આહુજા છે. રીટા રિપોર્ટર ખાસ ચર્ચા માં છે કારણકે તેણે શૉ ના નિર્દેશક માલવ રાજદા સાથે લગ્ન કરી લીધા હા, તમને પણ નવાય લાગશે કે પ્રિયા આહુજા અને શૉ ના નિર્દેશક માલવ રાજદા રિયલ લાઈફ પતિ-પત્ની છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *