અભીનંદન ! રાજકોટનો આ યુવાન KBC મા બેઠશે હોટ સીટ પર ! જાણો ક્યા એપિસોડ મા જોવા મળશે

કોન બનેગા કરોડપતિ ની નવી સીઝન ટૂંકમાં જ આવવાની છે માત્ર ૨ દિવસ પછી તમારો ફેવરિટ શો તમને જોવા મળશે.KBC ૧૪ શરૂ થવા જઇ રહ્યું છે.જેના હોસ્ટ આપણાં મહાનાયક અમિતાભ બચ્ચન કરી રહ્યા છે.જેમાં આ વખતે રાજકોટ માં રહેતા અને જામનગરમાં પ્રોફેસર ની નોકરી કરતા હાર્દિક જોષી ની વર્ષોની મહેનત આજે રંગ લાવી છે જે હોટ સીટ પર નજર આવશે.આ યુવાને મહાનાયક અમિતાભ બચ્ચન સાથે પોતાનો એપિસોડ શૂટ કરી લીધો છે.

તેમનો એપિસોડ તા.૮ કે ૯ ઓગસ્ટના રોજ પ્રસારિત કરવામાં આવશે.હાર્દિકે પોતાની આ સફળતા અંગે જણાવ્યું હતુ કે મારા જીવનની આ સૌથી મહત્વની પળો હતી.આના કરતાં વધુ જીવનમાં કઈ થાય એવું લાગતું નથી.હાર્દિક જોષી રાજકોટના રહેવાસી છે જે જામનગરમાં પોલીટેકનિક કોલેજમાં મિકેનિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ માં પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે.વડીલોના આર્શીવાદ અને પોતાની મહેનતના કારણે કોન બનેગા કરોડપતિ શોની ૧૪ મી સીઝન માં જવાનો મોકો મળ્યો.અને મહાનાયક અમિતાભ બચ્ચન ને રૂબરુ મળ્યા પછી જીવનમાં બીજું કંઈ આશા નથી. kbc તો મારા જેવા સામાન્ય માણસ માટે ન ભૂતો કે ન ભવિષ્યતિ છે.

અમિતાબ બચ્ચન સાથે સુટ દરમિયાન તેમની સામે બેસવું અને તેમની સાથે અંગત જીવન ની વાતો કરવા જેવા સુખદ અનુભવ હું ત્યાંથી લઈને આવ્યો છું.૨૦૦૯ થી હું આ શોમાં જવા માટેના પ્રયત્નો કરતો હતો જે ૧૨ વર્ષ પછી આજે સાકર થયું હતું. હોટ સીટ પર બેઠવા માટે અનેક પ્રકિયાઓ માંથી પસાર થવું પડે છે.તેમાં પણ ફાસ્ટટેસ્ટ ફિંગર ફસ્ટ સુધી પહોંચ્યા પછી મારા ધબકારા વધી ગયા હતા.અને એમાં પણ મહાનાયક ના મોઠેથી મારું કામ સાંભનીને તો જાણે મારું દિલ ની ધડકન જ એક પળ માટે ચૂકી ગઈ હોય એવો અનુભવ થયો હતો.

હોટ સીટ માં બેઠા પછી અમિતાભ બચ્ચન સાથે કઈ રીતે વાત કરવી તે અંગે કંઈ સમજાતું નહોતું.પરંતુ તેઓ સરળ સ્વભાવના હોવાના કારણે મારો ભય થોડા જ સમયમાં ગાયબ થઇ ગયો હતો.અને ત્યાર બાદ અત્યાર સુધી મેળવેલું જ્ઞાન આજે કામ આવ્યું હતું.આ સાથે જ તેમણે યુવાનોને જ્યારથી જેટલું જ્ઞાન મળે તેટલું લઇ લેવું જોઈએ. હોટ સીટ પર પહોંચ્યા પછી ત્યાં માત્ર જ્ઞાનની જ આવશ્યકતા રહેતી હોય છે.જોકે તેઓ ત્યાંથી કેટલી રકમ લઈને આવ્યા છે તે અંગે કંઈ જણાવ્યું નથી.આ માટે તમારે સોમવાર અને મંગળવારની રાત્રે કોન બનેગા કરોડપતિ શો જોવા જણાવ્યું છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *