એક દીકરાની મજબૂરી તો જુવો કે માતાના મૃત્યુ પછી શવને ઘરે લઇ જવા માટે એમ્બ્યુલંસ કે કોઈ વાહન ના મળ્યું તો દીકરાએ…

માનવતાને સૌથી મોટો ધર્મ માનવામાં આવે છે પરંતુ આજકાલ દરેક લોકો પોતાના જીવનમાં એટલા વ્યસ્ત થઇ ગયા છે કે બીજા લોકો પર આવતા સંકટો કે મુશ્કેલીઓને જોઇને પણ અજાણ બની આગળ વધી જતા હોય છે. જો આમ જ ચાલતું  રહેશે તો એક સમય એવો આવશે કે લોકો ને માણસાઈ પરથી વિશ્વાસ જ ઉઠી જશે અને ધરતી પર દરેક માંનુહ્યો જાનવરોની જેમ એકબીજાની જાન લેવા લાગશે. આખી દુનિયા માંથી એવી નએકો ઘટના જોવા મળતી હોય છે કે જેમાં માનવતા ને શરમાવી દેતી હોય છે. છતાં લોકો જાણે કોઈ ફેર જ નથી પડતો એમ વર્તન કરતા હોય છે.હાલમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે કે તમારા દિલને હચમચાવી દેશે.

એક ઘટના મધ્યપ્રદેશથી સામે આવી છે જે દિલને જન્ઝોલી મુકે તેવી છે. વાસ્તવમાં મધ્યપ્રદેશ ના શહડોલ મેડીકલ કોલેજમાં એક મહિલાનું મૃત્યુ થઇ ગયા પછી તેણે જીલ્લા હોસ્પીટલના શાવ ઘરમાં લઇ જવા માટે મૃતકના પરિવારને એક હોસ્પીટલમાંથી એક એબ્યુલન્સ પણ ના મળી. ઘણી મહેનત કરવા છતાં જયારે દીકરાઓને માતાના શાવ માટે કોઈ વાહન મળ્યું નહિ ત્યારે પોતાની મૃત માતાના શાવ ને લાકડી સાથે બાંધીને બાઈક પર ઘરે લઇ ગયા હતા. તેઓએ બહુ જ કરુણ હાલતમાં પોતાની માતાના શાવ ની સાથે લગભગ ૮૦ કિલોમીટર નું અંતર કાપ્યું હતું.

મળેલી જાણકારી અનુસાર, માતાની માર્યું પછી દીકરાઓ શાવ વાહન માટે હોસ્પિટલ માં આમતેમ ભટકી રહ્ય હતા પરંતુ તેમણે કોઈ વાહન મળ્યું નહિ. જયારે તેમણે પ્રાઇવેટ વાહન બંધાવા માટે વાત કરી તો તેમને ૫૦૦૦ રૂપિયા માંગવામાં આવ્યા. તેઓ પાસે આટલા બધા રૂપિયા નહોતા. અને નાતમાં દીકરાઓએ મજબુર થઈને પોતાની માતાના શવને બાઈક પર ઘરે લઇ જવાની સ્થિતિ આવી ગઈ હતી. હાલમાં આ ઘટના નો વિડીયો બહુ જ ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.આ વિડીયો જોઈ લોકો અલગ અલગ કમેન્ટ કરી રહ્યા છે.

મળેલી જાણકારી અનુસાર, અનૂપપુર જીલ્લાના ગોડારું ગામની રહેવાસી મહિલા જયમંત્રી યાદવ ને છાતીમાં દુખાવો થવાથી તેમના દીકરા સુંદર યાદવ એ સારવાર કરાવવા માટે શહડોલ જીલ્લા હોસ્પીટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તબિયત વધારે ખરાબ હોવાના કારણે મેડીકલ કોલેજ માં રેફર કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન રવિવારે મોડી રાત્રે તેમની માતા જયમંત્રી યાદવનું મૃત્યુ થયું હતું. મૃતકના દીકરા સુંદર યાદવે જીલ્લા હોસ્પીટલ ના નર્સની સારવારમાં બેદરકારી કરવાનો આરોપ લગાવતા તેમની માતાની મૃત્યુ અંગે મેડીકલ હોસ્પિટલ ના પ્રબન્ધન ને જવાબદાર ગણાવે છે.

એવું જાણવામાં આવી રહ્યું છે કે જયારે મૃતકના શવને ઘરે લઇ જવા માટે શાવ વાહનની માંગ કરવામાં આવી તો તે મળ્યું નહિ. જેના પછી ખાનગી વાહન મેળવવા ગયા તો તેમણે ૫૦૦૦ રૂપિયા કહ્યા.જે મોટી રકમ હોવાથી તેમના દીકરા પાસે આટલા બધા પૈસા નહોતા. ત્યાર પછી તેઓ હોસ્પીટલથી બહાર આવ્યા અને ૧૦૦ રૂપિયાની લાકડાની એક પટ્ટી ખરીદી, જેમ તેમ કરી માતાના શવને તે લાકડી સાથે બાંધ્યો.અને બીક પર રાખી ૮૦ કિલોમીટર દુર શહડોલ થી અનૂપપુર જીલ્લા ના ગુડારું ગામ પહોચ્યા હતા.

તમને જણાવી દઈએ કે શહડોલ મેડીકલ કોલેજ ની પાસે કોઈ શાવ વાહન નથી અને એમ્બ્યુલન્સની સુવિધા પણ ઉપલબ્ધ નથી. તેણે બે એમ્બ્યુલન્સ આપવામાં આવી છે પરંતુ હજુ સુધી તેની  રજીસ્ટ્રેશન ની પ્રક્રિયા પૂરી થઇ નથી.આથી દર્દીઓ માટે સુવિધા ઉપલબ્ધ થઇ સકી નથી. આ ઘટના અંગેની તસ્વીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર બહુ જ ઝડપથી વાયરલ થઇ રહ્યા છે. અને કમેન્ટ પણ કરી રહ્યા છે લોકોનું કહેવું છે કે આ સ્વાસ્થ્ય વિભાગની લાપરવાહી છે જેના કારણે આ થઇ રહું છે. તેણે આકરી સજા થવી જોઈએ. ઘણા લોકોએ આ ઘટનાને લઈને સરકારી વ્યવસ્થાની આલોચના પણ કરી છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *