ગુજરાતી લોકકલાકાર બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચેનો વિવાદનો આવ્યો અંત બંનેએ વિડિઓ માં કહ્યું… જુઓ વીડીઓ

મિત્રો જેમ તમે જાણોજ છો કે આજના સમય માં લોકો પોતાના કામ, ધર્મ, જ્ઞાતિ, પોતાની ઓળખને લઈને ગંભીર રહેતા હોઈ છે તેવામાં ઘણી વખત જ્ઞાતિ કે ધર્મ ની બાબતે એક બીજા સાથે ઝગડો અને બોલા ચાલી થઈ જતી હોઈ છે. અને ધીરે ધુરેખા તેનું સમાધાન પણ નીકળી જતું હોઈ છે વાત કરીએ તો હાલમાંજ બે નમી હસ્તીનો સમાધાન વિડિઓ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. જે જોઈ તમને પણ ગર્વ થશે કે આ છે અમારા ગુજરાતના લોક કલાકાર.

વાત કરીએ તો ત્યારે તાજેતરમાં જ ગુજરાતના જાણીતા લોક કલાકાર બ્રિજરાજદાન ઈશરદાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચેનો વિવાદ સામે આવ્યો હતો. લોકસાહિત્યના બે મોટા લોકકલાકારો બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે થયેલી ટપાટપીનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ હતો. ત્યારે આજે ફીર એક નવો વીડિયો સામે આવ્યો છે. જેમાં આ બન્ને કલાકારો વચ્ચે સમાધાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.

બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ નામ લીધા વિના એકબીજા પર આકરા પ્રહારો કરતા હોવાનો વિડિયો વાયરલ થયો હતો. બંન્ને જાહેર મંચો પરથી એક બીજા પર આક્ષેપો કરે તેવું વિડિયોમાં સ્પષ્ટ જોવા મળતુ હતુ. ગુજરાતના જાણીતા લોક કલાકારો આ રીતે સ્ટેજ પર શાબ્દિક ટપાટપી કરે તેવી ઘટના સામે આવતા લોકોમાં ચર્ચાનો વિષય બની હતી. પરંતુ હવે તેમના વચ્ચે સમાધાન થઈ ગયું છે. જેનો વીડિયો સામે આવ્યો છે. તમને જણાવીએ તો બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડે વચ્ચે થયેલા શાબ્દિક યુદ્ધનો અંત મઢના સોનલ ધામ ખાતે આવ્યો છે. તેઓએ કહ્યું હમેશાં માટે અમે બન્ને ભાઈઓ બેગા છીએ. મન દુઃખ દુર થઈ ગયા છે.

આમ સોનલ ધામ ખાતે બન્ને વચ્ચે થયેલા સમાધાનનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આમ હવે બ્રિજરાજદાન ગઢવી દેવાયત ખવડ તરફ આડકતરો ઇશારો કરતા વિડિયોમાં કહે છે, કે કાલથી કાર્યક્રમો ના ચાલે તો કાંઇ નહી. આ કાર્યક્રમોમાંથી અમને ઘણું બધું મળ્યું છે. આનાથી જ બધુ ચાલે છે પણ કદાચ પોતાના મનથી કોમ્પ્રોમાઇસ કરીને કાર્યક્રમો કરવા પડે તો મારે નથી કરવા, તેમને વિડિયો બનાવીને માફી માંગવી પડે છે. જે દિવસ આ બ્રીજદાનદાનને માફીનો વિડિયો બનાવો પડશે તે દિવસથી આ બ્રિજદાન સ્ટેજ નહી ચઢે, હું ઈશરદાનનું લોહી છું.

તેમજ લોક ડાયરામાં બ્રિજરાજદાન ગઢવીએ માફીની વાત કરતા દેવાયત ખવડે તેનો વળતો જવાબ આપે છે. દેવાયત ખવડ જાહેર મંચ પરથી કહે છે કે આજકાલ લોકો સ્ટેજ ઉપરથી રાડો બહુ નાખે છે કે હુ આનો દિકરો છું ને હુ આનું લોહી છુ. પરંતુ પુરાવા તો માયકાંગલાઓના આપવા પડે પણ જ્યારે સામે ઘા થતા હોય ત્યારે ખબર પડે કોનું લોહી કેવું છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.