સુરતના આ ક્યુંટ બાળક નો વધુ એક વિડીઓ વાયરલ ! આ વખતે એવુ બોલ્યો કે હસવાનું નહી રોકી શકો…

હાલ સોશિયલ મીડિયા નો જમાનો છે ત્યારે કોનો વિડીયો ક્યારે વાયરલ થાય તો નક્કી હોતું નથી ત્યારે છ સાત મહિના પહેલા એક ત્રણ વર્ષના માસુમ બાળક નો વિડીયો વાયરલ થયો હતો જે લોકોને ખૂબ જ પસંદ આવ્યો હતો. આ વીડિયોમાં માસુમ બાળક એવું બોલતા જોવા મળ્યો હતો કે મને ઘરે જ આવડે ટ્યુશનમાં ન આવડે અને આ વીડિયોમાં એના એક્સપ્રેશન કેટલા ક્યુટ હતા કે લોકોએ આ વિડીયો ખુબ શેર કર્યો હતો.

ત્યારે હાલ જ આ ક્યુટ બાળકનો વિડીયો ફરી વાયરલ થઈ રહ્યો છે જેમાં ક્યુટ બાળક પેન્સિલને ખીજાતા જોવા મળી રહ્યો છે જ્યારે આ બાળકની વાત કરીએ તો મીડિયાને અહેવાલ દ્વારા જાણવા મળ્યું હતું કે આ બાળક મૂળ સુરતનો છે. બાળકનું નામ રામ કેવડિયા જાણવા મળ્યું હતું. ચાલો જાણીએ આ બાળક અને તેના પરીવાર વિશે.

જો બાળક ની વાત કરીએ તો બાળક નુ નામ રામ નીરવભાઈ કેવડિયા છે પિતા નીરવભાઈ એ જણાવ્યુ હતુ કે રામ માત્ર 8 મહીના નો હતો ત્યાર થી જ બોલીતા શિખી ગયો હતો. મૂળ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામના વતની અને સુરતમાં 20 વર્ષથી રહેતા રામના પિતા નિરવભાઈ તેમના ભાઈ-ભાભી તથા માતા પિતા સાથે સર્વમંગલ હોમ્સ કોસમાડા ખાતે રહે છે.

સંયુક્ત પરિવારમાં દાદા-દાદી પાસે રહેતો રામ વાર્તાઓ સાંભળવાનો શોખીન છે. દાદા પાસે રામ મોડી રાત સુધી વાર્તા સાંભળીને સવારે પછી મોડેથી જાગતો હોય છે. સામાન્ય બાળકોથી વિપરીત રામ રાત્રે 1 વાગ્યા આસપાસ સુઈને પછી સવારે તેની સવાર 10 વાગ્યે પડતી હોય છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *