દાહોદ: શાળાની બેદરકારીએ ૮ વર્ષીય બાળકીનો લીધો જીવ ! એવુ તો શું થયું કે…જાણો ધ્રુજાવી દેતી ઘટના
મિત્રો આ દુનિયામાં ક્યાં વ્ય્કલ્તીને મોત ક્યારે અને કેવી રીતે આંબી જતો હોઈ છે તેનો ખ્યાલ કોઈ પણને હોતો નથી. ઘણી વખત કોઈ અકસ્માતમાં મૃત્યુ થઇ જતું હોઈ છે તો વળી ઘણી વખત કોઈ બેદરકારી કે પછી ધ્યાનના અભાવે વ્યક્તિને અકસ્માતનો સામનો કરવો ભારે પડી જતો હોઈ છે. જેથી તેણે કાળ ભરખી જતો હોઈ છે. હાલ એક તેવોજ મોતનો ધ્રુજાવી દેતો કિસ્સો અસામે આવી રહ્યો છે જેમાં ૮ વર્ષીય બાળકીનું મોત થયું છે. મોતની આ ઘટના સાંભળી તમે પણ ધ્રુજી જશો.
હચમચાવી દેતી આ ઘટના દાહોદ માંથી સામે આવી રહી છે જ્યાં રામુપરા પ્રાથમિક શાળામાં 8 વર્ષીય બાળકી પર દરવાજો પડી જતા મોત થયું છે. બાળકી પર શાળાનો દરવાજો તૂટી પડ્યો હતો જેમાં તેને ગંભીર ઈજા પહોંચી હતી જે બાદ ઈજાગ્રસ્ત બાળકીને તરતજ સારવાર માટે અમદાવાદ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જોકે ત્યાં બાળકીનું સારવાર દરમિયાન દુખદ મોત થયું છે. બાળકીના મોત બાદ પરિવાર પર દુઃખનું આભ ફાટી પડ્યું હતું.
આ ઘટનામાં બાળકીને માથાના ભાગે ખુબજ ઈજા પહોચી હતી. આ ઘટના બાદ શાળાના આચાર્યને સસ્પેન્ડ કરાયા છે. તેમજ આ ઘટના બાદ હાલ પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. શાળાની આ એક બેદરકારીએ માસુમ બાળકીનો લીધો જીવ. આ શાળા માં ઘણા બાળકો અભ્યાસ કરવા માટે આવતા હોઈ છે. તેમજ બાળકોને હજી સમજણ નો હોવાથી તેમને શું કરવું અને શું નો કરવું તે ખબર નો પડતી હોઈ જોકી તેની જાણ શિક્ષકો તેમજ આચાર્યને હોવા છતાં આવી બેદરકારી કેમ સેવાઈ રહી છે. આ ઘટના બાદ બાળકીના પરિવારમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આમ આ ઘટનાને પગલે DEPO દાહોદ મયુર પારેખનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેઓ જણાવે છે કે, જવાબદારીના ભાગ રૂપે શાળાના બાળકોની સાવચેતી રાખવાની જવાબદારી શાળાના આચાર્યની હોય છે જેથી તપાસના ભાગ રૂપે તેમને ફરજમોફૂક કર દીધા છે. તેમણે જણાવ્યું કે, અમે દરેક વર્ષે દરેક શાળાઓને સાવચેતી અને સેફ્ટી માટે પરિપત્રો પણ કરતા હોઈ છીએ તેમજ અમારી તપાસમાં શાળાનો દરવાજો વેલ્ડિંગમાંથી તૂટ્યો છે તેવું જાણવા મળ્યું છે જેથી સેફ્ટીનો અભાવ હોય તેવું પત્યક્ષ કહી શકાય
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો