રાષ્ટ્રીય કરણી સેનાના દમણના અધ્યક્ષને વલસાડ આવતી વખતે અકસ્માત થતાં થયું મોત! જયારે અન્ય લોકો…

હાલ છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અને દેશમાં અકસ્માતો ની સંખ્યા ખુબજ વધી ગઈ છે તેમજ આવી ઘટનાઓમાં લોકોનું મૃત્યુ પણ સર્જાતું હોઈ છે ઘણી વખત આવા ગંભીર અકસ્માતની પાછળ ધ્યાનનો અભાવ તેમજ કોઈ નાની ભૂલ ને કારણે થતા હોઈ છે. તેવા અકસ્માતમાં ક્યાંતો વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતો હોઈ છે ક્યાંતો તો તેનું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજતું હોઈ છે. હાલ એક તેવોજ અકસ્માતનો બનાવ સામો આવી રહ્યો છે. આવો તમને આ અકસ્માત વિષે વિગતે જણાવીએ.

આ ઘટના વાપી પાસે આવેલા બલીઠા બ્રિજ પરથી સામી આવી રહી છે. જ્યાં બ્રિજ પર પડેલા ખાડાઓના કારણે દમણના રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષની કાર અન્ય કાર સાથે અથડાઈ હતી. જેમાં દમણના રાષ્ટ્રીય કરણી સેનાના અધ્યક્ષનું મોત નીપજ્યું હતું, જ્યારે કારમાં સવાર અન્ય ત્રણ હોદ્દેદારોને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ દમણના અધ્યક્ષ અને વલસાડના અધ્યક્ષ સહિત કરણી સેનાના 5 હોદ્દેદારો વલસાડમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા રાજપૂત સમાજની વ્યક્તિના ખબર અંતર પૂછવા અને મદદ કરવા વલસાડ આવી રહ્યાં હતા.

આમ અકસ્માતમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના દમણના અધ્યક્ષ કનકસિંહ જાડેજાનું મોત નીપજ્યું હતું. અકસ્માતની ઘટનામાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના વલસાડ જિલ્લાના અધ્યક્ષ આલોકસિંહ સહિત 3 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત હાલતમાં વાપીની ખાનગી હોસ્પિટલમાં સરવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘટના અંગે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના હોદ્દેદારો અને સમાજના લોકોને જાણ થતાં વાપીની ખાનગી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. રાજપૂત સમાજ અને કર્ણીસેનામાં શોકનો માહોલ છે.

વાત કરીએ તો ગુજરાત કરણી સેનાના કોર કમિટી સભ્ય અલોકસિંહ દમણ કરણી સેનાના પ્રમુખ કનકસિંહ જાડેજા સાથે તેમની કાર ન. GJ-15-CJ-8637 લઈને વલસાડ ખાતે એક હોસ્પિટલમાં દાખલ રાજપૂત સમાજના પરિવારના સભ્યની ખબર અંતર પૂછવા અને તેમના પરિવારને મદદરૂપ થવા આવી રહ્યા હતા. જે દરમિયાન બલીઠા બ્રિજ ઉપર પડેલા ખાડાઓને લઈને કાર ઉપર કાબુ ન રહેતા તેમની કાર અન્ય કાર સાથે અથડાઈ હતી. અકસ્માત થયાની જાણ થતાં આસપાસના સ્થાનિકો અને રાહદારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને બનાવ અંગે પોલીસને જાણ કરી હતી.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *