ગુજરાત તરફ આવી રહ્યો છે ખતરો ! હવામાન વિભાગે આગાહી કરતા 29 ગામ એલર્ટ જાહેર કર્યુ…જાણો વિગતે
જેમ તમે જાણોજ છો કે હાલ શિયાળાની સીઝન ચાલી રહી છે ગુજરાતમાં આ વર્ષે ભુક્કા કાઢી નાખે તેવી કડકડતી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. તેવામાં હાલ હવામાન વિભાગ દ્વારા ભરૂચના દહેજ દરિયાકાંઠાના વિસ્તારના લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. દહેજ બંદર ખાતે એક નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે.માછીમારોને દરિયો ન ખેડવા તાકીદ કરી છે અને 29 ગામ એલર્ટ કરાયા છે. આવો તમને વિગતે જણાવીએ.
આ રેડ અલર્ટ એટલે જાહેર કરવામાં આવ્યું છે કારણકે અરબી સમુદ્રમાં દીપ ડિપ્રેશન સર્જાયું છે. જેના કારણે ભરૂચ જિલ્લાના દહેજ બૅંડર ખાતે હાલ એક નંબરનું સીગ્નમ લગાવવામાં આવ્યું છે, કારણકે આ ડીપ ડિપ્રેશનને કારણે ભારે પવનની સાથે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત વધુમાં જણાવ્યું કે જિલ્લાના ત્રણ તાલુકાના 29 જેટલા ગામને પણ અલર્ટ આપી દેવામાં આવ્યું છે.
આમ આ સાથે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે પણ વરસાદની આગાહી કરાઈ છે. 24 કલાક માટે વરસાદની આગાહી કરાઇ કરાઈ છે. પરંતુ દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, નર્મદા અને સુરત અને સૌરાષ્ટ્રમાં ગીરસોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગરમાં વરસાદી આગાહી કરાઈ છે. પરંતુ દક્ષિણ ગુજરાતમાં લાઈટ રેઇનની આગાહી કરાઈ છે. અમદાવાદમાં વરસાદ નહિ પડે. માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી દીધી છે. માછીમારી કરવા ગયેલા માછીમારોને પરત ફરવા માટે જણાવી દેવામાં આવ્યું છે.
તમને જણાવીએ તો 29 ગામમાં દહેજ, જાગેશ્વર, ભાડભૂત, આલિયાબેટ, વમલેશ્વર, અખોડ , લખીગામ, લુવારા, અંભેટા, રહીયાદ, સુવા, કોલીયાદ, કલાદરા, વેંગણી, ગંધાર, અલાદરા, પણિયાદરા, પાદરીયા, નણરાવી,ગોલાદરા, સમલી, કંટીયાજાળ, વમલેશ્વર, કતપોર, અંભેટા, પારડી, હાંસોટ સહિતના ગામનો સમાવેશ થાય છે. ગામોના લોકોને પણ દરિયા કિનારાની આસપાસ ન જવા માટે સૂચના આપી દેવામાં આવી છે.
તેમજ જો વાત કરવામાં આવે તો હાલમાં રાજ્યમાં 20 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું છે. 2 દિવસ બાદ 4 ડિગ્રી તાપમાન ઘટતા ઠંડી વધશે. બીજી બાજુ નલિયામાં સૌથી ઓછું 14 ડિગ્રી જ્યારે અમદાવાદ 21 ડિગ્રી અને ગાંધીનગર 20 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હાલ ગુજરાત માટે કોઈ વોર્નિંગ નથી. પરંતુ કોસ્ટલ એરિયા માટે વોર્નિંગ અપાઈ છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો