દીકરીનો જન્મદિવસ માતમમાં ફેરવાયો! માં દીકરી જન્મદિવસની ઉજવણી કરી ઘરે આવતા રસ્તામાં જ કાળ આંબી ગયો અને માસૂમ બાળકી…..

રોજબરોજના જીવનમાં અનેકો દુર્ઘટના બનતી હોય છે જેના કારણે આપણે આપના પ્રિયજનોને ખોઈ બેસતા હોઈએ છીએ. ઘણી ઘટનાઓ એવી બનતી હોય છે જેના કારણે તે આપણને આખું જીવનભર રડવા પર મજબૂર કરી દેતી હોય છે. હાલમાં રસ્તા પરના અકસ્માતો એટલા વધી રહ્યા છે કે તેનાથી અનેક લોકો અવસાન પામી રહ્યા છે અને પોતાના સ્નેહીજનોને આ દુનિયામાં મૂકી ચાલ્યા જતાં હોય છે. આવી અનેકો દુર્ઘટના રોજબરોજના જીવનમાં બનતી હોય છે જે લોકોના મોતનું કારણ બની જતી હોય છે,

હાલમાં એક એવી જ દુખદ દુર્ઘટના ઉતરપ્રદેશ માં બની ગઈ છે.ઉતરપ્રદેશ ના મથુરાના કોટવાલી વિસ્તારમાં ત્રણ વર્ષની દીકરીનું જન્મદિવસના દિવસે જ નદીમાં તણાઇ જવાથી મૃત્યુ થયું છે. આ ઘટના એમ બની હતી કે અ 3વર્ષની માસૂમ દીકરીનો જન્મદિવસ મનાવીને જ્યારે પરિવાર ઘરે આવી રહ્યું હતું ત્યારે રસ્તામાં ભારે વરસાદના કારણે રોડ ભીના હતા. અને આ નાની બાળકી તેની માતા સાથે સ્કૂટી માં આવી રહી હતી અને અચાનક સ્કૂટી સ્લીપ થઈ ગઈ અને માતા દીકરી બંને નીચે પડી ગયા અને દીકરી પાણીના પ્રવાહની સાથે યમુના નદીના તટે પહોચી ગઈ હતી.અને નાની બાળકીનું મૃત્યુ થયું હતું.

આ ઘટના મથુરાના ચૌવિયાપાડા મહોલ્લામાં રહેતા નિતિશ ચાતુર્વેદીની દીકરી સાથે બની હતી. નિતિશની 3 વર્ષની દીકરીનો જન્મદિવસ હતો આથી તેઓ ઉજવણી કરવા માટે નજીકમાં આવેલી ધર્મશાળા માં પોતાના આખા પરિવારની સાથે ધામધુમથી ઉજવણી કરવા માટે ગયા હતા.અને જન્મદિવસની ઉજવણી કર્યા પછી તેઓ ઘરે જવા નીકળ્યા જેમાં નિતિશની પત્ની એક સબંધી અને નાની બાળકીની સાથે સ્કૂટી પર ઘરે જઈ  રહી હતી.

તે સમયે અસકુંડા ઘાટ નજીક સ્કૂટી બેકાબૂ થઈ ગઈ અને સ્કૂટી સ્લીપ થઈ ગઈ અને ખોળામાં રહેલી 3 વર્ષની દીકરી પાણીના પ્રવાહમાં યમુના નદીમાં તળાઈ જવાથી તેનું મૃત્યુ થયું હતું. જ્યારે આ ઘટના અંગેની જાણ પોલીસને થઈ તો તેઓ તરત ઘટના સ્થળે આવી અને આ ઘટન્ની તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી. નાની 3 વર્ષની માસૂમ દીકરીનું આમ અચાનક મોત થવાથી ઘરમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *