વર્ષો બાદ દયાબેન જાહેર મા દેખાયા ! જુઓ હવે કેવા દેખાઈ છે…જુઓ વિડીઓ
આપણે જાણીએ છે કે, દરેક દર્શકો દયાબેનની રાહ જોઈ રહ્યા છે પરંતુ હજું સુધી દયાબેન શોમાં પરત ફર્યા નથી. હાલમાં જ પહેલીવાર દયાબેન જાહેરમાં નોવા મળ્યા છે. આ વીડિયોમાં દયાબેનની સાથે તેમનો દીકરો પણ જોવા મળ્યો છે. ચાલો અમે આપને આ ઘટના અંગે વધુ વિગતવાર જણાવીએ.
સોશિયલ મીડિયા પર દિશા વાકાણીનો એક વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં દિશા વાકાણી પરિવાર સાથે જોવા મળે છે.આ વીડિયો મહાશિવરાત્રિનો છે. દિશા વાકાણી શિવ મંદિરમાં પતિ તથા બે સંતાનો તથા પરિવારના અન્ય સભ્યો સાથે જોવા મળે છે. દિશા વાકાણીના ખોળામાં દીકરો હોય છે અને દીકરી સ્તુતિ પતિ મયુર પડિયાના ખોળામાં બેઠી હોય છે.
વાઇરલ વીડિયોમાં દિશા વાકાણીનો દીકરો મસ્તી કરતો જોવા મળ્યો હતો. દિશા વાકાણીના દીકરો પહેલી જ વાર જોવા મળ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, દિશા વાકાણીનો લુક ઘણો જ બદલાઇ ગયો છે. દરેક યુઝર્સે દિશા વાકાણીને સિરિયલમાં પરત ફરવાની રિક્વેસ્ટ કરી છે.
આપણે જાણીએ છે કે, દિશાએ 2015માં મુંબઈના CA મયૂર પડિયા સાથે લગ્ન કર્યા હતા. દિશાએ 2017માં નવેમ્બર મહિનામાં દીકરી સ્તુતિને જન્મ આપ્યો હતો. દિશાએ ઓક્ટોબર, 2017થી મૅટરનિટી બ્રેક લીધો હતો. દિશા છ મહિનાના બ્રેક બાદ શોમાં પરત ફરવાની હતી.
વર્ષ 2019માં ઓક્ટોબરમાં દિશા વાકાણી જોવા મળી હતી. એ સમયે દિશા વાકાણીએ ફોન પર જેઠાલાલ સાથે વાત કરી હતી. મીડિયા રિપોર્ટ્સના મતે, દિશાએ શોના એક એપિસોડદીઠ 1.5 લાખ રૂપિયાની ડિમાન્ડ કરી છે. આ ઉપરાંત તેણે મેકર્સ પાસે શરત મૂકી છે કે તે દિવસમાં માત્ર ત્રણ કલાક જ શૂટિંગ કરશે, કારણ કે તે પોતાનો સમય પરિવારને આપવા માગે છે.