પાટણના પટેલ પરિવાર પર મોત કાળ બનીને ત્રાટકી ! એકજ પરિવારના બે ભાઈએનું થયું અકાળે મૃત્યુ, મોટાભાઈ નું મૃત્યુ થતાંજ નાનાભાઈ પણ….
મિત્રો જો વાત કરીએ તો આ દુનિયામાં ક્યાં વ્યક્તિને મોત ક્યારે અને કેવી રીતે આંબી જતો હોઈ છે તેનો ખ્યાલ કોઈને પણ હોતો નથી ઘણી વખત કોઈ ગંભીર અકસ્માત તો વળી ઘણી વખત કોઈ ગંભીર બીમારીને કારણે પણ વ્યક્તિનું મૃત્યુ તહતું હોઈ છે. તેવામાં હાલ છેલ્લા ઘણા સમયથી નાના હોઈ કે મોટી ઉંમરના વ્યક્તિ ઘણા લોકોનું હાર્ટઅટેક થી મૃત્યુ થતાના કિસ્સાઓ ખુબજ વધી ગયા છે. તો વળી ઘણા એવા પણ વિડીયો સામે આવતા જોવા મળી છે જેમાં વ્યક્તિને ડાન્સ કરતા કરતા તેમજ ઘણી વખત ઘણી વખત જિમ કરતી વખતે હાર્ટઅટેક આવતા તેઓ ઢળી પડે છે અને અંતે તેમનું મૃત્યુ થતું હોઈ છે તેવીજ રીતે હાલ એક ખુબજ ધ્રુજાવી દેતો મોતનો કિસ્સો સામે આવી રહ્યો છે જેમાં એકજ પરિવારના મોટાભાઈના મૃત્યુ બાદ નાનાભાઈનું પણ પ્રાણ પંખેરું ઉડી ગયું. આવો તમને આ સમાચાર વિગતે જણાવીએ.
તમને જણાવીએ તો મોતનો આ હચમચાવી દેતો કિસ્સો પાટણ માંથી સામે આવી રહ્યો છે જ્યાં લોટેશ્વરમાં રહેતા રામલાલ કાંતિલાલ પટેલને ચાર દીકરાઓ છે. જેમાં અરવિંદભાઈ, પ્રકાશભાઈ, દિનેશભાઈ અને હિતેશભાઈ..જેમાં સૌથી મોટો દીકરો અરવિંદભાઈ પટેલ અને ત્રીજા નંબરનો દીકરો દિનેશભાઇ પટેલનું અકાળે મૃત્યુ થયું છે. બંનેના મોત બાદ સમગ્ર પટેલ પરિવાર પર દુઃખનું આભ ફાટી પડ્યું હતુ.
ઘટનાની વાત કરીએ તો થયું એવું કે આજે અરવિંદભાઈ પાટણ શહેરના માર્કેટયાડમાં આવેલી નાગરિક શાખા બેંકમાં ચેક ભરવા ગયા હતા. જ્યાં ચેક ભરીને બહાર આવીને ખુરસી પર બેઠા હતા. ત્યાંથી ઉભા થઇને ચાલતાં ચાલતાં રોડ ઉપર જતાં હતા અને તેજ સમયે તેમને હાર્ટઅટેક આવ્યો અને તેઓ રસ્તા પરજ ઢાળી પડ્યા હતા. જે બાદ ત્યાં હાજર લોકોએ તેમને જનતા હોસ્પિટલ ખસેડ્યા હતા. જોકે, સારવાર મળે તે પહેલાં જ તેમનું મોત થયું હતું. ઘટના સીસીટીમાં કેદ થઇ હતી. .
આમ જે બાદ બીજા નંબરના ભાઈ પ્રકાશભાઇએ જણાવ્યું હતું કે, અરવિંદભાઇના મોતના સમાચાર મળતાં દિનેશભાઇ દુકાનેથી ઘરે આવ્યા હતા અને પરિવારજોને આશ્વાશન આપતા હતા કે, કોઇ હિંમત ન હારતા બધુ સારુ થઇ જશે.. એવામાં તેમને ગભરાણ થતાં તેઓ પણ ઢળી પડ્યા હતા. જેથી તેમને તુંરંત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. એક તરફ અરવિંદભાઇના મૃતદેહને હોસ્પિટલથી ઘરે લવાયો અને બીજી તરફ દિનેશભાઇને હોસ્પિટલ ખસેડાયા હતા. જોકે 30 એક મિનિટ બાદ દિનેશભાઇએ પણ હોસ્પિટલમાં આખરી શ્વાસ લીધા એવા સમાચાર ઘરે મળ્યા હતા. આ સમાચાર મળતાં જ પરિવાર પર આભ ફાટી પડ્યું હતું. ત્યારબાદ બંનેની અંતિમવીધી સાથે જ કરાઇ હતી.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.