એક સમયે ભારતમાં રાજ કરતા મુગલના વંશજો આજે એવું જીવન જીવવા પર મજબુર છે કે જે અંગે કલ્પના પણ કરી સકાય નહિ…

મુગલોની વિષે તમે પુસ્તકોમાં બહુજ વાચ્યું હશે. પરંતુ આજે અમે તમને એવા મુગલો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જેમના વિષે તમે તમે બહુ જ ઓછી જાણકારી મેળવી હશે. ઇતિહાસની પુસ્તિકાઓમાં જોવા મળતું છેલ્લા મુગલ સમ્રાટ બાદશાહ બહાદુર શાહ ઝફર નું નામ તો તમે સંભાળયુ જ હશે. તમને જણાવી દઈએ કે બહાદુર સાહ ઝફર ના ૨૦ દીકરાઓ હતા. બહાદુર શાહ ના બે દીકરા મિર્ઝા જવાન બખ્ત અને મિર્ઝા શાહ અબ્બાસ આ બે ની તસ્વીરો અનેકો વાર સોશિયલ મીડિયા પર વાયરલ થતી જોવા મળે છે. તેમના વિશે એવું જાણવા મળે છે કે બહાદુર શાહ ના આ બે દીકરાઓએ મુગલ સામ્રાજ્ય નું પતન થતા પોતાની નજરો સમક્ષ જોયું હતું.

૧૮૫૭ ની ક્રાંતિને દબાવીને અંગ્રેજો આગળ વધતા અને જયારે અંગ્રેજો ને જીત દેખાવા લાગી ત્યારે અંગ્રેજી ફોજના મેજર હડસન એ બહાદુર શાહને આત્મસમર્પણ કરવા માટેનો વિકલ્પ આપ્યો હતો. બહાદુર શાહ એ  ૨૦ સપ્ટેમ્બર ૧૮૫૭ ના રોજ તેમણે અંગ્રેજી ફોજ સામે એ સરત પર આત્મસમર્પણ કરવા રાજી થયા કે તેમના પરિવારને કઈ કરવામાં નહિ આવે. ત્યાર પછી બહાદુર શાહ એ હુમાયુના મકબરામાં આત્મસમર્પણ કરયુ હતું. બહાદુરના આત્મસમર્પણ પછી અંગ્રેજો એ દેશનિકાલની એક શરત મૂકી હતી. દેશ નિકાલમાં બહ્દુર શાહ ને બર્મા એટલે કે હાલનું મ્યાનમાર માં રંગુન મોકલવામાં આવ્યો હતો.

ઇતિહાસકારોનું માનવું છે કે રંગુન જતા સમએ બહાદુર શાહ ની સાથે તેમના દીકરા મિર્ઝા જવાન બખ્ત અને મિર્ઝા શાહ અબ્બાસ સાથે ગયા હતા. બહાદુર શાહની મૃત્યુ રંગુનમાં થઇ હતી. અને તેમના બને પુત્રોની મૃત્યુ પણ ત્યાં જ રંગુન માં થઇ ગઈ હતી. ઇતિહાસના જાણકાર જણાવે છે કે બંને દિકરા માં મિર્ઝા જવાન બખ્ત સાથે બહાદુર શાહને વધારે લગાવ હતો. બખ્ત નું પાલન પોષણ તેની માતા જીનત મહાલ એ કર્યું હતું. જીનત ની પૂરી ઈચ્છા હતી કે મુગલના હવેના વારીસ બખ્ત બને, પરંતુ અંગ્રેજો ની સામે જીનત ની એક પણ ચાલી નહિ. રંગુન ગયા પછી મિર્ઝા જવાન બખ્ત ને શરાબની એવી ખરાબ ટેવ પડી ગઈ હતી કે લીવર સીરોસીસ ના કારણે તેઓએ ૪૩ વર્ષની નાની ઉમરમાં દુનિયાને અલવિદા કહી દીધું હતું.

તેમની મૃત્યુ ૧૮ સપ્ટેમ્બર ૧૮૮૪ માં થઇ  હતી. ૨૫ ડીસેમ્બર ૧૯૧૦ ના રોજ મિર્ઝા શાહ અબ્બાસે પણ આ દુનિયા ને અલવિદા કહી દીધું હતું. શું તમે જનો છો કે જે મુગ્લોએ અનેકો વર્ષો સુધી ભારત પર રાજ કર્યું હતું તેનો વંશજ હાલમાં ક્યાં છે અને કઈ હાલતમાં છે. આ અંગેની જાણકારી ૨૦૦૫ માં આવેલી ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં આવેલા એક રીપોર્ટ થી મળી હતી. તે રીપોર્ટની અંદર સુલતાના બેગમનો ઉલ્લેખ થયો છે. ત્યારે તેમની ઉમર ૬૦ વર્ષની હતી. રીપોટ માં જાણવા મળ્યું કે સુલતાના બેગમ છેલ્લા મુગલ બાદશાહ બહાદુર શાહ ની પુત્રવધુ  હતી. તે સમયે તે હાવડા ની ઝુપદ્પતી માં સાધારણ પેન્શન પર પોતાનું રોજિંદુ જીવન જીવી રહી હતી.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.