આટલા કરોડની સંપત્તિનો માલિક હોવા છતાં આ વ્યકિતએ પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં ચોકીદાર તરીકેની સેવા કરી, કહ્યું કે…
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ઉજવણીના ભાગરૂપે નિર્માણ પામેલા પ્રમુખસ્વામી નગરની મુલાકાત લેનારાની સંખ્યામાં દિન-પ્રતિદિન વધારો થતો જાય છે. આ મહોત્સવમાં સેવાકાર્ય માટે હરિભક્તોમાં ભારે પડાપડી થઈ હતી. આ સેવાકાર્યમાં દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા છે, જેમાંથી કેટલાક તો નોકરી છોડીને સેવા કરવા આવ્યા છે, તો કેટલાકે નોકરી જતી કરી છે. જ્યારે વ્યવસાય કરનારા હરિભક્તો અન્યને ધંધો સોંપીને હરિ ગુરુનો રાજીપો મેળવવા આવી ગયા છે. આમ તેવીજ રીતે હાલ એક કરોડનું ટર્નઓવર ધરાવતી કંપનીના માલિક શતાબ્દી મહોત્સવમાં ચોકીદારી કરે છે આવો તમને તેના વિષે વિગતે જણાવીએ.
જો વાત કરવામાં આવે તો આ મહોત્સવમાં અત્યાર સુધી લાખો કરોડોની કંપનીના માલિકો અલગ અલગ સેવા કરવા મહિનાઓથી આવી પહોંચ્યા છે ત્યારે જો વાત કરવામાં આવે તો પાલનપુર તાલુકાના ગઢ ગામ નજીક 40 કરોડનું ટર્નઓવર કરતી કંપનીના માલિક પણ બીએપીએસના નગરમાં રાત્રે લાકડી લઈને ચોકીદારી કરે છે. પોટેટો સ્ટાર્ચ ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીના 65 વર્ષીય માલિક ચેલાભાઈ ગોઠી પ્રમુખસ્વામી મહારાજ નગરમાં છેલ્લા ત્રીસ દિવસથી સાંજે સાત વાગ્યાથી સવારે સાત વાગ્યા સુધી ફરજ બજાવી રહ્યા છે. તમને નો ખ્યાલ હોઈ તો જાણવી દઈએ કે અમદાવાદમાં જ્યાં પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ ચાલી રહ્યો છે એ પ્રમુખસ્વામી મહારાજનગરમાં કુલ 80 હજાર સ્વયંસેવકો સમર્પિત છે.
તેમજ આશ્ચર્યની વાત તો એવી છે કે ચેલાભાઈ ગોઠી પહેલા માત્ર 15 દિવસ સેવાકાર્ય કરવાના હેતુથી ત્યાં ગયા હતા, પરંતુ હવે અત્યાર સુધી વિવિધ કામમાં 100 દિવસની સેવા બજાવી બીજાને પ્રેરણા પૂરી પાડી રહ્યા છે. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી મને અહીં વધુ સમય રહેવાનું મન થયું. પહેલાં અહીં 15 દિવસ માટે જ આવવાનું થયું હતું. તેમજ તેઓ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણા થકી જ તેઓ આ કામ કરી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે પ્રમુખસ્વામી નગર જ્યાં ઊભું છે, તે 600 એકર જમીનની માલિકી ધરાવતા લગભગ 300 ખેડૂતે પ્રમુખસ્વામી મહારાજના જીવન અને કાર્યોથી પ્રેરિત થઈને આ ઉજવણી માટે એક વર્ષ માટે આખી જમીન દાનમાં આપી દીધી હતી.
આમ આ સતાહૈ વધુમાં જણાવ્યું કે જોકે, ‘અહીં રહ્યા બાદ લાગ્યું કે વધુ સેવા કરવી છે. પહેલાં જ્યારે અહીં બ્લોક લગાવવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે સેવા બજાવી. ત્યાર પછી મેં અહીં જુદી જુદી ઘણી કામગીરી કરી અને હાલ છેલ્લા 30 દિવસથી સાંજે સાત વાગ્યાથી સવારે સાત વાગ્યા સુધી હાથમાં લાકડી લઈને સુરક્ષાની જવાબદારી સંભાળી રહ્યો છું.સુરક્ષાની જવાબદારી નિભાવવાના અનુભવ અંગે તેઓ કહે છે કે, અહીં આખી રાત અંધારી હોય છે. કોઈ જ ચહલપહલ હોતી નથી. આ સ્થિતિમાં મારું પણ ટેલેન્ટ અને મેનેજરિયલ સ્કિલ વધુ નિખરી છે.’
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.