સુંદર યુવતી જોઈ યુવકે 5 લાખ રુપીયા આપી લગ્ન નક્કી કર્યા,લગ્નના દિવસે એવી વાત બહાર આવી કે દુલ્હાના હોશ ઉડી ગયા…

આજકાલ દેશમાં છેતરપિંડી થવાના કિસ્સાઓ ઘણાં જોવામાં મળી રહ્યા છે,પરંતુ લગ્ન જેવી બાબતમાં છેતરપિંડી થવા જોવા મળે એ કંઈક અજીબ ઘટના કહી શકાય.હાલમાં મધ્યપ્રદેશના એક જિલ્લામાં આવી જ એક ઘટના જોવા મળી છે..ચાલો તે વિશે જાણીએ..

યુવતી સાથેનો મેળાપ:- આ ઘટના ડબોહ વિસ્તારની છે.પરંતુ લહર વિસ્તારના નાનપુરા ગામના નિવાસી 32 વર્ષના સતીશ પુત્ર શ્રીરામ બિરથરે વ્યવસાયે ખેડૂત છે. આ પરિવારના સભ્યો સતીશનાં લગ્ન માટે એક સંબંધ શોધી રહ્યા હતા અને એ સમયગાળા દરમિયાન તેઓ ઉત્તર પ્રદેશના બાઓલી નદીગાંવની નિવાસી સાલીગ્રામ દુબે સાથે સતીશની મુલાકાત થઈ હતી ત્યારે સાલીગ્રામ અને પપ્પુ તિવારી નામનો યુવક ટીકમગઢ જિલ્લાના પાલેવા ગામમાં સતીશ અને તેના પરિવારના સદસ્યોને લઈ ગયા.અહીં સતીશને તે છોકરી ગમી જતા લગ્ન કરવા અંગે જણાવ્યું હતું..ત્યારબાદ સગાઈની વિધિ કરવામા આવી.સાલીગ્રામે તેને લગ્ન કરવા અંગે જણાવ્યું હતું.

5 લાખમાં સગાઈ!:- અહીં સગાઈની વિધિ કરવામાં આવી હતી અને ત્યારબાદ ધાર્મિક વિધિ પણ પૂર્ણ કરવામાં આવી હતી અને તેમાં ફળ, મીઠાઈ, કપડાંની સાથે કેટલાક સોના-ચાંદીના ઘરના આપ્યા હતાં, પરંતું અહીં જાણવાની વાત એ છે કે સાલીગ્રામે આ લગ્ન સંબંધ કરાવવા માટે ₹ 5 લાખની માંગણી કરી હતી,આ માંગણીને સ્વીકારી તેઓએ તેમને ₹ 5 લાખ આપી લીધા હતા.રકમ મળી જતા હવે લગ્નની તારીખ નક્કી કરવામાં આવી હતી અને હવે 2 મે ના રોજ છોકરીના પરિવારના તમામ સભ્યો લગ્ન માટે મધ્યપ્રદેશના ભીંડ શહેરના ડબોહ ગામના જાણીતા સાબિત સ્થળમાં રેહકોલા માતાના મંદિરે પહોંચવાના હતા.આ બાજુ વર પક્ષના લોકોએ લગ્નની તમામ ખાવા-પીવાથી માંડીને રહેવાની તમામ વ્યવસ્થા કરી નાખી હતી, ઉપરાંત તેઓએ ગામમાં સૌને ભોજન પણ કરાવ્યું હતું

લગ્નની છેતરપિંડી:- પરંતુ હવે મુખ્ય બાબત તો એ આવે છે કે સતીશ લગ્નના દિવસે દુલ્હનને લાવવા માટે સમગ્ર જાન સાથે ડબોહ ગામમાં પહોંચ્યો તો ત્યાં કન્યાપક્ષ વાળા હાજર જ નહોતા,છતાં તેઓએ આખો દિવસ અહીં રાહ જોઇ અને અનેક વખત ફોન કર્યા પરંતુ સાલીગ્રામ અને પપ્પુ તિવારી થોડીવારમાં આવીએ છીએ એવી વાત કરતા હતા અને આખરે બપોરે 2 વાગ્યા પછી ફોન બંધ આવતો જણાયો.આ બાદ વરરાજા અને તેની જાન વગર દુલ્હને પરત ફરી. આ ઘટના બાદ સતીશને પોતાની સાથે છેતરપિંડી થયાનો ખ્યાલ થયો ત્યારબાદ સતીશ અને તેના પરિવારના સભ્યો જ્યારે પોલીસ સ્ટેશને પહોંચ્યો ત્યારે તે પોલીસ ફરિયાદ નોંધ્યા વગર જ પાછો આવ્યો હતો. ત્યારબાદ આ ઘટના બૃહદ સ્વરૂપ લેતા અને કેટલીક રાજકીય દખલગીરી બાદ પોલીસે આ મામલા અંગે કેસ દાખલ કર્યો હતો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.