વારંવાર નિષ્ફળતા છતાં પણ હાર ના માની, છઠ્ઠી વાર પ્રયાસ કરીને બની ગઇ IAS, ખુબ જ પ્રેરણાત્મક છે આ દીકરીની કહાની…

જેમ તમે જાણોજ છો કે આ દુનિયામાં જો કોઈ વ્યક્તિ એક વાર કઠોર સંકલ્પ કરી ખુબજ મહેનત અને પરિશ્રમ કરી જે કામ કરે છે તેમાં તે જરૂર સફળતા મેળવતો હોઈ છે તેવીજ રીતે આજે તમને એક મહિલા વિશે જણાવીશું જે UPSCમાં 5-5 વાર થઇ નાપાસ, છતાં પણ હાર ના માની દેશની આ દીકરીએ, આજે IAS બનીને નામ કર્યું રોશન, જુઓ સફળતાની કહાની. ચાલો તમને તેના વિશે વિસ્તારમાં જણાવીએ.

જેમ તમે જાણોજ છો કે એક-બે-ત્રણ નહીં, પાંચ વખત આ છોકરી ફેલ થઇ. જ્યારે લોકો વારંવાર નિષ્ફળતા મેળવે છે તો સફળ થવાની આશા ગુમાવે છે ત્યારે આ છોકરીએ IAS બનવાનું પોતાનું સપનું સાકાર કર્યું અને અંતે જીત જોશ, સપના અને જુસ્સાની હતી. જેની બધાજ લોકોએ પ્રેણના લેવી જોઈએ. વાત કરીએ તો આ કહાનિ IAS નમિતા શર્માની છે. નમિતા શર્મા દિલ્હીની રહેવાસી છે. નમિતાના પિતા દિલ્હી પોલીસમાં આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર છે અને માતા ગૃહિણી છે. નમિતાના પરિવારમાં માતા પિતા ઉપરાંત એક ભાઈ પણ છે. પરિવાર હંમેશા નમિતાને પ્રોત્સાહિત કરતો અને કોઈ દિવસ હર નો માનવાની સલાહ આપતો. આમ નમિતાનું પ્રારંભિક શિક્ષણ દિલ્હીમાં જ પૂર્ણ થયું, ત્યારબાદ તેણે દિલ્હીની આઇપી યુનિવર્સિટીમાંથી બીટેક કર્યું અને એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી. કેમ્પસ સિલેક્શનમાં નમિતાને નોકરી મળી ગઇ. જે બાદ તેણે IBMમાં કામ કરવાનું શરૂ કર્યું. છતાં તેના જીવનમાં તો કઈંક અલગજ લખ્યું હતું.

આમ તેને વહીવટી સેવામાં જવાનું હતું. તેથી મુંબઈમાં બે વર્ષ કામ કર્યા બાદ તેણે નોકરી છોડીને યુપીએસસીની તૈયારી કરવાનું નક્કી કર્યું. પણ નમિતાની મંઝિલ આસાન ન હતી. UPSC જેવી પરીક્ષા પાસ કરવી એટલે ખુબજ મહેનત અને સંઘર્ષની વાત છે. નમિતા સતત ચાર વખત પૂર્વ પરીક્ષામાં નાપાસ થઈ હતી. આ પછી પણ નમિતાએ પોતાનો ઉત્સાહ જાળવી રાખ્યો. અને પાંચમી વખત નમિતાએ ફરીથી યુપીએસસીની પરીક્ષા આપી અને આ વખતે ઇન્ટરવ્યુ રાઉન્ડમાં પહોંચી. પરંતુ અંતિમ યાદીમાં તેનું નામ ન આવતાં તે ફરીથી નિરાશ થઇ.

પરંતુ વ્યક્તિનો સંકલ્પ કે જુસ્સો જ હોઇ શકે કે વારંવાર હાર્યા પછી પણ તે દિલથી હાર માની લેતો નથી. તેણે ફરી એકવાર પરીક્ષા આપી અને આ વખતે નમિતાએ ઓલ ઇન્ડિયા રેન્ક 145 મેળવ્યો અને આખરે તેનું આઇએએસ ઓફિસર બનવાનું સપનું પૂરું થયું. આમ પતિવારને આ વાતનો ખુબજ ગર્વ છે કે તેની દીકરીએ હર નો માની અને લડતીજ રહી અંતે તેને તેની મહેનત અને પરિશ્રમનું ફળ મળીજ ગયું. આમ તેણે ક્યારેય વિચાર્યું નથી કે સમાજ તેના વિશે કે તેની ઉંમર વિશે શું વિચારશે. તેણી તેના લક્ષ્ય સુધી પહોંચે ત્યાં સુધી તે પ્રયાસ કરતી રહી. તમામ ઉમેદવારોએ નમિતાની ક્યારેય હાર ન માનવાની ભાવનામાંથી પ્રેરણા લેવી જોઈએ.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.