આટલી સંપત્તિ હોવા છતાં રાજભા ગઢવી જીવે છે આવું સાદું જીવન ! તસવીરો જોઈ તમે પણ કહેશો કે ‘ડાઉન ટુ અર્થ છે…જુઓ તસવીર
આપણે સૌ જાણીએ છીએ કે આજે આખા વિશ્વમાં ગુજરાતી સંગીત સંભાળવામાં આવે છે અને આ ક્ષેત્ર સાથે જોડાયેલા અનેક કલાકારો જેવા કે કીર્તીદાન ગઢવી, રાજભા ગઢવી, ભુવાજી, ગીતા રબારી, કિંજલ દવે, જીગ્નેશ કવિ રાજ જેવા અનેક કલાકારો ને લોકો ઘણા પસંદ કરે છે જોકે જણાવી દઈએ કે આ ગુજરાતી કલાકારો આજે સફળતા ના જે શિખરો પર છે ત્યાં પહોચવા માટે તેમણે ઘણી મહેનત અને સંઘર્ષ કર્યો છે.
આપણે અહી આવાજ એક લોકપ્રિય સંગીતકાર વિશે વાત કરવાની છે. કે જેમના જીવન ની અમુક બાબતો અંગે ઓછા લોકો જાણતા હશે આપણે અહી લોકપ્રિય કલાકાર અને ડાયરા કિંગ રાજભા ગઢવી વિશે વાત કરવાની છે. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે રાજભા ગઢવી દેશ વિદેશ માં ઘણી મોટી લોક ચાહના ધરાવે છે તેમણે પોતાના અવાજ ના કારણે અનેક લોકોના દિલમાં જગ્યા બનાવી છે અને પોતાના અવાજ થી લોકોને ડોલાવવાનું પણ કામ કર્યું છે
તો વળી પોતાની આગવી છટા અને ભાષા શૈલી ના કારણે લોકો રાજભા ગઢવી ને ગીરના સાવજ અને રાજો ચારણ ના નામથી પણ બોલાવે છે. તેવામાં તેમની એક વાત લોકોને ખુબજ પસંદ પણ આવી રહી છે કે આટલી નામના અને સંપત્તિ હોવા છતાં તેઓ ગામડામાં વધુ રહેવાનું પસંદ કરે છે. આજના સમયમાં પણ રાજભા ગઢવી સરળ-સાદું જીવન જીવી રહયા છે. આમ તેઓએ એકેય ધોરણ ભણ્યા ના હોવા છતાં આજે તેમને જે સફળતા પ્રાપ્ત કરી છે,
આમ તેને ભાગ્યે જ કોઈક મેળવી શકે છે. તેઓએ ગુજરાતી લોક સાહિત્યમાં ઘણું નામ કમાવ્યુ છે. તેમજ મૂળ ગીરના મધ્યમાં રહેતા રાજભા ગઢવી બાળપણથી જ ગામડાની પકૃતિમાં રહેનાર વ્યક્તિ છે. તેઓ બાળપણથી જ લીલાપાણી નેસમાં વસવાટ કરે છે. તેઓ ગીરના સિંહો વચ્ચે નાનપણથી ઉછરેલા છે. તેઓને બાળપણથી જ પશુપાલન સાથે રહેવું પસંદ છે.
આમ ગીરના લીલાપાણી માંથી આવીને આજે લોકોની વચ્ચે જગ્યા બનાવનાર રાજભા ગઢવી એકપણ ધોરણ ભણેલા નથી પરંતુ તેમની બોલવાની છટા પરથી તેનું અનુમાન લગાવી શકાય નહીં. આમ રાજભાએ આજે માત્ર ગુજરાત માં જ નહિ પરંતુ દેશ વિદેશ માં પ્રોગ્રામ કરતા હોય છે. તેઓ હાલમાં જૂનાગઢમાં સ્થાયી થયા છે. રાજભા ગઢવીએ એક લોકસાહિત્યકર તરીકે ખુબજ સારી નામના મેળવી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.