9 દિવસ ભૂગર્ભમાં રહ્યા બાદ દેવાયત ખવડ ક્રાઈમ બ્રાંચની શરણે ! નિવેદન આપતા કહ્યું કે, ” સમય આવશે ત્યારે….

મિત્રો જેમ તમે જાણોજ ચો કે ‘રાણો રાણાની રીતે ફેમ દેવાયત ખવડ ચેલા ઘણા દિવસ થી ફરાર છે કારણકે તેના પર આરોપો લાગ્યા હતા મારપીટના. તેમજ આ મારપીટનો CCTV વિડિઓ પણ ખુબજ વાયરલ થવા પામ્યો હતો. જે બાદ ઈજાગ્રસ્ત પામેલ મયુરસિંહ રાણાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી હતી. આને તે બાદ થી અત્યાર સુધી પોલીસ દેવાયત ખવડની તપાસ કરી રહી હતી. જોકે આંટી આજે દેવાયત ખવડે હવે સામેથી પોલીસ સમક્ષ હાજર થઇ ગયો છે. આવો તામને આ પુરા સમાચાર વિગતે જણાવીએ.

વાત કરીએ તો દેવાયત ખવડ છેલ્લા 10 દિવસ થી પોલીસની પકડથી દૂર હતો. જે બાદ હુમલાનો ભોગ બનનાર મયુરસિંહ રાણાએ હવે ન્યાય માટે સીધીજ PMOમાં લેખિત ફરિયાદ કરતા દેવાયત ખવડને પણ સામે આવવું પડ્યું. આમ દેવાયત ખવડ કરાઈમ બ્રાન્ચમાં હાજર થતા એ ડિવિઝન તરતજ તેમનો કબ્જો લેવા ત્યાં હાજર થઇ ગઈ હતી. તેમજ આ સાથે દેવાયત ખવડે મીડિયાને એક નિવેદન પણ આપ્યું છે જેમાં તે બોલ્યો હતો કે, ‘ સમય આવશે ત્યારે જવાબ આપીશ’

તેમજ જો વાત કરવામાં આવે તો હુમલાનો ભોગ બનનાર મયૂરસિંહ રાણાએ ફરિયાદમાં એ પણ જણાવ્યું હતું કે પોલીસ કર્યવાહી સરખી નથી થઇ રહી. આ સાથે તેમણે pmoમાં 2021માં બનેલી ઘટનાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આને આ તમામ ફરિયાદને આધારે મયૂરસિંહને તટસ્થ તપાસની માંગ કરી છે. જોકી હાલમાં એવું પણ બન્યું હતું કે પોલીસ પકડે નહિ તે માટે દેવાયત ખવડે રાજકોટની રાજકોટની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. આમ જયારે આ જામીન ન આપવા માટે પોલીસ દ્વાર દેવાયત ખવડની ગુનાહિત કુંડળીઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. આમ તે સોગંદનામમાં દેવયત ખવડ સામે 3 જેટલા ગુનાઓ નોંધાયા છે.

આમ જ્યારે દેવાયત ખવડ અને તેના સાથી 2 લોકોએ મયુરસિંહ રાણા પર હુમલો કર્યો હતો તેનો આજે 10મોં દિવસ છે. તેમજ આ દરમિયાન ક્ષત્રિય સમાજ રોષે પણ ભરાયો હતો. જે બાદ ગઈકાલેજ ક્ષત્રિય સમાજના મોટી સંખ્યામાં લોકો રાજકોટ શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે ઉમટી પડ્યા હતા. અને દેવાયત ખવડને પકડવાની માંગ કરી હતી. આમ જો તમને પુરી ઘટના જણાવીએ તો કલાવાડ રોડ પરની વિષ્ણુવિહાર સોસાયટીમાં રહેતા બિલ્ડર મયુરસિંહ સંપતસિંહ રાણા (ઉ.વ.42) 7 ડિસેમ્બરના રોજ બપોરે સર્વેશ્વર ચોકમાં ચિત્રફૂટ એપાર્ટમેન્ટ પાસે પાર્ક કરેલી પોતાની કાર પાસે જઈ રહ્યા હતા. ત્યારે પાછળથી એક કાર ધસી આવી હતી અને કારમાંથી દેવાયત ખવડ તથા એક અજાણ્યો શખસ નીચે ઊતર્યા હતા.

આમ તે દરમિયાન મયૂરસિંહ કંઈ સમજે એ પહેલાં જ દેવાયત સહિત બન્ને શખસ ધોકા-પાઇપથી યુવક પર તૂટી પડ્યા હતા અને જાહેરમાં હિચકારો હુમલો કર્યો હતો. મયૂરસિંહને ધોકા-પાઇપના આડેધડ ઘા ઝીંકી દેવાયત સહિતના શખસ કારમાં નાસી ગયા હતા. હુમલામાં ઘવાયેલા યુવકને લોહિયાળ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં એ.ડિવિઝન પોલીસ હરકતમાં આવી હતી. પોલીસ આવવાના ભણકારા વાગતાં જ દેવાયત ભૂગર્ભમાં ઊતરી ગયો હતો. જે બાદ આજે દેવાયત ખવડે સામે આવીને સરેન્ડર કરી દીધું છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *