ધાનેરા: દલિત સમાજના બે યુવાન મિત્રોએ એક સાથે ટ્રેન નીચે પડતું મૂકી મોતને વ્હાલું કર્યું! હજી તો ૨૦ દિવસ પહેલા…જાણો
હાલ છેલ્લા ઘણાં સમયથી રાજ્યમાં અને દેશમાં આપઘાતની ઘટનાઓ ખુબજ વધી રહી છે. તેમજ આ આપઘાતમાં મૃત્યુ પામેલ વ્યક્તિનું આપઘાત પાછળનું કારણ ઘણી વખત ખબર પડતી હોઈ છે તો વળી ઘણી વખત આપઘાત કરનાર વ્યક્તિ સાથેજ તે દબાઈ જતી હોઈ છે. હાલ એક તેવોજ આપઘાતનો મામલો સામે આવી રહ્યો છે. જેમાં એકજ ગામના બે પાક્કા મિત્રોએ ટ્રેન નીચે પડતું મુકીને જીવન ટુંકાવ્યું. જે બાદ સમગ્ર ગામમાં ચકચાર મચી ગયો હતો. આવો તમને આ આપઘાતની ઘટના વિગતે જણાવીએ.
વાત કરીએ તો આ આપઘાતની ધ્રુજાવી દેતી ઘટના ધાનેરા તાલુકાના સામરવાડા ગામમાંથી સામે આવી રહી છે જ્યાં રહેતા પરસોતમભાઇ વિરમાભાઇ (ઉ.22) તથા હિતેષભાઇ નટવરભાઇ (ઉ.23) ટ્રેન નીચે પડતુ મુકીને જીવનનો અંત લાવતા સામરવાડા ગામ તેમજ દલિત સમાજમાં ભારે આઘાતની લાગણી જોવા મળી હતી. પરંતુ આ બન્ને યુવકોએ કયા કારણોસર મોતને વહાલું કર્યુ તે બાબતે કોઇ માહિતી મળવા પામી નથી. જે બાદ પોલીસને જાણ કરતાં પોલીસ દ્વારા આ બન્ને લાશને સરકારી હોસ્પીટલ ખાતે લાવવામાં આવી હતી જ્યાં તી બંનેની ઓળખ થઇ હતી.
આમ હાલ આ બંને મિત્રોના આપઘાતની ઘટનાની જાણને લઇને દલિત સમાજના લોકો પણ મોટી સંખ્યામાં સરકારી હોસ્પીટલ ખાતે આવ્યા હતા અને પોસ્ટમોટમ થતાં બન્ને યુવકની લાશને અંતિમ વિધી માટે લઇ જવામાં આવી હતી. આમ આ સાથેજ આ આપઘાતની ઘટના બાદ ધાનેરા પોલીસ મથકે અકસ્માતનો ગુનો નોધી લાશને પોસ્ટમોટમ માટે રાખવામાં આવતા સોમવારે સવારે ડોક્ટરો દ્વારા પોસ્ટમોટમ કરવામાં આવ્યુ હતુ.
આમ આ સાથેજ મરણજનારના કૌટુંબીઓ જોડે ચર્ચા કરતાં તેઓએ જણાવ્યું હતું કે પરસોતમ કડીયાકામ કરતો હતો, જ્યારે હિતેષ કરીયાણાની દુકાન ચલાવતો હતો. નોંધનીય છે કે ચાર મિત્રો હતા. જેમાંથી એક મિત્ર દાંતીવાડા કેનાલમાં પડીને મોતને વહાલુ કર્યુ હતુ અને હજુ તેને 20 દિવસ પણ થયા નથી. ત્યારે આ બન્ને યુવકોએ પણ ટ્રેન નીચે પડતુ મુકીને મોતને ભેટ્યા છે જોકી આ બંને આપઘાતની પાછળનું કારણ હાલ સામે આવ્યું નથી.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.