ધોરાજી નો એક અજુકતો કિસ્સો:લગ્ન માં પીઠી ના પ્રસંગે વરરાજાને સોના ચાંદી ના બદલે મળી લીંબુ ની ભેટ.
હાલમાં લીંબુ ના ભાવ ના ધરખમ વધારો જોવા મળિયો છે. લોકો ની પ્રાથમિક જરૂરિયાત ના ભાવ માં ધરખમ વધારો જોવા મળે છે જેમાં પેટ્રોલ,ડીઝલ અને ખાસ કરીને તો લીંબુ નો ભાવ ખાસ ચર્ચા નો વિષય બનિયો છે. લીંબુ ના ભાવ કિલો ના રૂપિયા 300 જોવા મળે છે. રાજકોટ ના ધોરાજી ના હરીપરા વિસ્તાર ના મોણપરા પરિવાર ની લગ્ન પ્રસંગ ની એક અનોખી ઘટના સામે આવી છે.
મોણપરા પરિવાર ના દીકરા ના લગ્ન પ્રસંગે પીઠી ના પ્રસંગે તેના મિત્રો એ તેને સોના ચાંદીના ઘરેણાં ના બદલે તેને મીઠાઈ ના બોક્સ માં “લીંબુ”ની ભેટ આપતા જોવા મળીયા. આવી અનોખી ભેટ જોઈ સૌ કોઈ હસી પડિયા હતા. એમ જોઈ એ તો આ એક અનોખો વિરોધ કહેવાય કારણકે હાલ માં લીંબુ ના ભાવ આસમાને પહોચાયેલા જોવા મળે છે. આવી ગિફ્ટ વરરાજાને માળતા સૌ કોઈ ના મોઢા પાર હાસ્ય જોવા મળીયુ હતું.
લગ્ન પ્રસંગે આવેલા દિનેશભાઇ એ આ બાબતે વધુ માં માહિતી આપી હતી તેને જણાવ્યુ હતું કે હાલમાં લગ્ન ગાળો ચાલતો હોય અને તેમાં લીંબુ ની જરૂરિયાત ખુબ રહેતી હોય છે. અને સાથે તેને શાકભાજી ના ભાવ પણ આસમાને પહોંચેલ તેમ વધુમાં જણાવ્યુ હતું. આ રીતે લગ્ન પ્રસંગે વરરાજાને લીંબુ ની અનોખી ભેટ આપીને સરકાર સમક્ષ વ્યથા વ્યક્ત કરી હતી. માણસ હાલ કેવી પરિસ્થિતિ માં જીવી રહીયો છે તે તેને આ રીતે લીંબુ ની ગિફ્ટ આપીને જણાવ્યુ હતું.
આ સાથે તેને સરકાર ને નમ્ર અપીલ કરી કે લીંબુ ના વધતા જતા ભાવ ને અંકુશ માં રાખવાની જરૂર છે. આ સાથે આની પહેલા લીંબુ ની જેમ જ કોઈ વ્યક્તિ ગિફ્ટ માં 1-લીટર પેટ્રોલ આપે તેવો અનોખો કિસ્સો સામે આવીયો હતો.