ડાયાબીટીસ અને કીડની ની બીમારી માં રામબાણ સાબિત થાય અને આ વૃક્ષ ના પાંદડા એકવાર જરૂર અજમાવો….

ભારત હોય કે વિદેશ હોય  ત્યાં રહેતા તમામ લોકો કેરી થી પરિચિત હશે. કેમ ના હોય કારણ  કે કેરી ને તો ફળો નો રાજા કહેવામાં આવે છે કેરી એક એવું ફળ છે જે નાના બાળકોથી માંડીને મોટા વૃધ્ધો ને પણ અતિ પ્રિય હોય છે. કેરી એક એવું ફળ છે જેને ભારતે રાષ્ટ્રીય ફળ જાહેર કર્યું છે. આ ફળ એક એવું છે કે તમામ લોકો  તેને ગરીબ હોય કે અમીર ખુબ જ ચાવ થી ખાતા હોય છે. કેરી ની અનેક જાત જોવા મળે છે અને તેના ઉપયોગ પણ ખુબ છે કેરી કાચી હોય કે પાક્કી બંને રીતે તેનો  ઉપયોગ કરવામાં આવે છે .આવી જ રીતે કેરીના ઝાડ એટલે કે આંબાનું પણ બહુ મહત્વ છે.

કેરી તો લોકોના સ્વાસ્થ્ય ને સારું રાખવા મદદ કરે જ છે પરંતુ સાથે તેના પાંદડા પણ લોકો ના જીવનને માટે બહુ ઉપયોગી સાબિત થઇ સકે છે. આમાં ફીનોલીક જેવા ઘટકો, પોલીફીનોલ્સ જેવા કે કેફિક એસીડ, મેગીફેરીન, ગેલિક એસીડ, ફ્લેવોનોઇદ્સ અને ઘણા અસ્થિર સંયોજનો આવેલા હોય છે આ તમામ ગુણો કેરીને સારી એનટી-ડાયાબીટીક , એનટી-ઓક્સીડન અને એનટી-એલર્જીક કુદરતી ઉત્પાદન બનાવે છે. આંબાના પાનનો એક પ્રાચીન સમયથી ડાયાબીટીસ અને અસ્થમાની સારવાર માટે ઉપયોગ માં લેવાય છે. તો ચાલો જાણ્યે કે આંબાના પાનનો ઉપયોગ બીજી કઈ સારવાર માટે લઇ શકાય.

આંખ ની માટે :  આંબાના પાન ડાયાબીટીસ રેટીનોપેથી માટે વધુ સારી સારવાર ગણાય છે. ફળોની સાથે આંબાના પાંદડામાં પણ વિટામીન A જોવા મળે છે. આ કારણે આંબાના પાન આંખો ની માટે શ્રેષ્ઠ દવા છે. બ્લડ શુગર :  કેરીના પાન પણ બલડ સુગરને નિયંત્રણમાં રાખવામાં મદદરૂપ સાબિત થઇ સકે છે. કેરીના પાનમાં ટેનિન નામનું તત્વ જોવા મળે છે. તેઓ શરીરમાં ઇન્સ્યુલીન નું ઉત્પાદન અને ગ્લુકોઝ નું સ્તર વધારીને લોહીમાં શર્કરાનું સ્તર ઘટાડે છે.

કોલેસ્ટોરલ નું પ્રમાણ ઓછુ કરવા માટે :  કેરીના પાન ફાયબર,પ્રોટીન અને વિટામીન થી ભરપુર હોય છે. તે શરીરના હાનીકારક કોલેસ્ટ્રોલ ના પ્રમાણ ને ઓછુ કરે છે. કેરીમાં ફ્લેવોનોઇદ્સ હોય છે જે લીપીડ લેવલ ને ઓછુ કરીને ધમનીઓ ને સ્વાસ્થ રાખવામાં મદદ કરે છે. કીડની માટે :  ડાયાબીટીસ હોવાથી કિડનીની સમસ્યા  રહે એ સ્વાભાવિક બાબત ઘણાય છે. અનિયંત્રિત બ્લડ સુગર લેવલના કારણે આ સમસ્યા ઉભી થાય છે. કેરીને ખાવાથી આ પ્રકારની સમસ્યાથી બચી સકાય છે. કેરીના પાન પણ કિડનીની પથરીની સમસ્યાથી દુર કરવામાં મદદ કરે છે. અને કીડનીને સ્વસ્થ રાખે છે. તેવી જ રીતે તે પીતાશય ના રોગોથી છુટકારો મેળવવા અને લીવરને સ્વસ્થ રાખવા પણ મદદ કરે છે.

ઉપયોગ કરવાની રીત:

સૌથી પહેલા કેરીના આછા લીલા રંગના પાન તોડી તેને પાણીથી ધોઈ લેવા ,ત્યાર બાદ તેના  નાના નાના ટુકડા કરી પછી ચાવવું. કેરીના પાનને આખી રાત પાણીમાં પલાળી રાખો અને સવારે તેનું સેવન કરો. આનું સેવન ખાલી પેટ હોય ત્યારે જ કરવું. કેરીના પાન ને તોડી અને ધોઈને તડકામાં સુકાવા માટે મુકો અને સુકાયા બાદ તેનો પાવડર બનાવી લેવો. આ એક ચમચી પાવડરને એક ગ્લાસ પાણી સાથે મેળવીને પીવું. રોજ સવારે એક ચમચી આ પાવડર ને પાણી સાથે પીવાથી બ્લડ સુગર કંટ્રોલ માં આવે છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.